Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૦ ઢાળ-૪ : ગાથા૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વધારે હોય છે.) પરંતુ અવક્તવ્યાદિ પદવાળા શેષ ભાંગા સંભવતા નથી. તેને માટે = કારણકે શેષ ભાંગાઓમાં “અવકતવ્ય” = ન કહી શકાય એ પદ આવે છે. અને વ્યંજનપર્યાય એટલે શબ્દોચ્ચારણ દ્વારા બોલી શકાય છે. હવે જે “અવક્તવ્ય” હોય, તેને શબ્દવિષયક (બોલી શકાય તેવા) કહીએ તો પરસ્પર વિરોધ થાય. જે અવક્તવ્ય હોય તે શબ્દવિષયક ન હોય, અને જે શબ્દવિષયક હોય તે અવક્તવ્ય ન બને, તે માટે અવક્તવ્ય પદવાળા ૫ (અથવા ૪) ભાંગા વ્યંજનપર્યાયમાં સંભવતા નથી. પરંતુ અર્થપર્યાયમાં તે સાતે ભાંગા સંભવે છે.
अथवा सविकल्प-शब्द-समभिरूढ नयमतइं, अनइं निर्विकल्प एवंभूतनयमतइं, इम २ भंग जाणवा. अर्थनय प्रथम ४ तो व्यंजनपर्याय मानइं नहीं, ते माटई ते नयनी इहां प्रवृत्ति नथी. अधिकुं अनेकान्त व्यवस्थाथी जाणवू.
અથવા જે જે વ્યંજનપર્યાયો છે એટલે કે શબ્દોચ્ચારણ રૂપ પર્યાયો છે. તે વ્યંજનપર્યાયો શબ્દનય તથા સમભિરૂઢનયના મતે વિ7 = અને એવંભૂતનયના મતે નિર્વિ7 = સંભવે છે. સારાંશ કે કુલ સાત નો છે. તેમાંથી પાછળના શબ્દાદિ ત્રણ નયોના મતે વ્યંજનપર્યાયો સંભવે છે. કારણ કે પ્રથમના ચાર ગયો તો અર્થનય છે. તે ચારે અર્થનો તો પદાર્થમાં રહેલા પદાર્થના સ્વરૂપાત્મક “અર્થપર્યાયો”ને પ્રધાનપણે સ્વીકારે છે. વ્યંજનપર્યાયો શબ્દોચ્ચારણ સ્વરૂપ હોવાથી તે તરફ બહુ ભાર આપતા નથી. શબ્દ બોલવા માત્રથી લિંગાદિ દ્વારા કે વ્યુત્પત્તિ દ્વારા કે ક્રિયાપરિણતિ દ્વારા અર્થનો જે ભેદ કરવો તે પાછળના ત્રણ નયનું જ કામ છે. બોલાતા શબ્દ ઉપર વધારે ભાર આપવાનું કામ પાછળલા ત્રણ નયોનું છે. પ્રથમના ચાર નવો બોલાતા શબ્દો ઉપર લક્ષ્ય નહીં આપનારા છે. તેથી અર્થપર્યાય સામે નયથી સંભવે છે. પરંતુ વ્યંજનપર્યાય પાછળલા ત્રણ નયથી સંભવે છે. તે કારણથી વ્યંજપર્યાયોને વિષે તે પ્રથમના ચાર નિયોની પ્રવૃત્તિ સંભવતી નથી. છતાં આ બાબત ઘણી સૂક્ષ્મતાથી જાણવી હોય તો પૂજ્યઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રીના જ બનાવેલા “અનેકાન્ત વ્યવસ્થા” નામના ગ્રંથમાંથી જાણી લેવું. આ ગ્રંથ પણ તેઓશ્રીએ જ બનાવ્યો છે. અને ત્યાં આ વિષય વધારે સૂકમતાથી સમજાવ્યો છે. એટલે અહીં તે વિષય વધારે ન ચર્ચતાં ત્યાંથી જોઈ લેવાની ભલામણ કરી છે.
तदेवमेकत्र विषये प्रतिस्वमनेकनयविप्रतिपत्तिस्थले स्यात्कारलाञ्छिततावन्नयार्थ प्रकारक समुहालम्बन बोधजनक एक एव भङ्ग एष्टव्यः, व्यञ्जनपर्यायस्थले भङ्गद्वयवत् । • यदि च सर्वत्र सप्तभङ्गी नियम एव आश्वासः, तदा चालनीय न्यायेन तावन्नयार्थ