Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૯
૧૭૭ તે વસ્તુ “છે, નથી, અને અવાચ્ય” બને છે. એટલે કે “ગતિ નતિ મુવીચ” થાય છે. આ સાતમો ભાંગો છે.
આ પ્રમાણે જેમ સ્વદ્રવ્યથી અને પારદ્રવ્યથી અસ્તિ-નાસ્તિ સ્વરૂપ સમજતાં એક સપ્તભંગી થઈ, તેવી જ રીતે સ્વક્ષેત્ર અને પરક્ષેત્રને આશ્રયી, સ્વકાલ અને પરકાલને આશ્રયી, સ્વભાવ અને પરભાવને આશ્રયી પણ સપ્તભંગીઓ થાય છે. આ રીતે મસ્તિનાપ્તિ ની સપ્તભંગી જેમ કહી. તેવી જ રીતે “ભિન્ન-અભિન્નની” “સામાન્ય-વિશેષની” “નિત્ય-અનિત્યની” ઈત્યાદિ અનેક સપ્તભંગીઓ થાય છે. ઉપર છલ્લી રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા બે ધર્મોની નયભેદે સમન્વય કરનારી આ રીતે અનેક કોડીગમે-કરોડો પ્રકારની સપ્તભંગી થાય છે.
અહીં જે સાતભાંગા સમજાવ્યા, ત્યાં કોઈ કોઈ ગ્રંથોમાં ત્રીજા-ચોથા ભાંગાઓ ઉલટાક્રમે પણ આવે છે. એટલે ત્રીજાની જગ્યાએ ચોથો અને ચોથાની જગ્યાએ ત્રીજો ભાંગો પણ જોવા મળે છે. અર્થથી બધુ સમાન જ છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીના આ રાસમાં જ આ ચોથી ઢાળમાં જ ટબામાં જે સાત ભાંગા લખ્યા છે તેના કરતાં ત્રીજાચોથાના ફેરબદલીવાળા સાત ભાંગા હવે પછીની મૂળ ગાથામાં ભેદભેદમાં આવે છે.
આ ગાથાના ટબામાં આવેલો ક્રમ. પછીની ગાથામાં આવનાર ક્રમ. १ स्यादस्त्येव
१ स्याद्भिन्नमेव २ स्यान्नास्त्येव
२ स्याद्अभिन्नमेव उ स्यादवक्तव्यमेव
उ स्याद्भिन्नाभिन्नमेव ४ स्यादस्तिनास्त्येव
४ स्याद्अवक्तव्यमेव ५ स्यादस्तिअवक्तव्यमेव
५ स्याद्भिन्नमवक्तव्यमेव ६ स्याद्नास्त्यवक्तव्यमेव
६ स्याद्अभिन्नमवक्तव्यमेव ७ स्याद्अस्ति, नास्ति अवक्तव्यमेव ७ स्याद्भिन्नाभिन्नम् अवक्तव्यमेव
આ ભાંગ યાદ રાખવા માટે પહેલો બતાવેલો ક્રમ વધારે સરળ રહે છે. કારણ કે તેમાં પ્રથમના ૩ ભાંગા એકસંયોગી, પછીના ૩ ભાંગા બેસંયોગી, અને છેલ્લો એક ત્રિસંયોગી ભાંગો થાય છે. જે “ભાષ્યત્રયમ્” માં બતાવેલા “મન-વચન-કાયાના અને કરવું કરાવવું અને અનુમોદવું ના ભાંગાની રીતિ પ્રમાણે છે. પ્રથમ એક સંયોગી ત્રણ ભાંગા છે ૧. અતિ, ૨. નાસ્તિ, ૩ અવક્તવ્ય. ત્યારબાદ ૧-૨, ૧-૩, ૨-૩, સાથે કરવાથી બીજા ત્રણ ભાંગા દ્વિસંયોગી થાય છે અને ત્યારબાદ ૧-૨-૩ ના સંયોગવાળો છેલ્લો ભાંગો થાય છે.
૧૨