Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૬ ઢાળ-૪ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આમ જૈનો જે કહે છે તેમ જ માનવામાં આવશે તો “ઘટ-પટમાં” અને “જડ-ચેતન”માં પણ કેવળ ધર્મભેદ જ માનવો પડશે અને “ધર્મી” એક છે. એમ માનવું પડશે. પરંતુ ઘટ-પટ, અને જડ-ચેતન કોઈ પણ રીતે એકરૂપ (અભિન્નપણે) મનાય નહીં કારણકે તેમ જણાતાં નથી, એકાન્ત ભિન્ન જ છે. આ બાબતમાં અનુભવ પ્રમાણ અને લોકાનુભવ સાક્ષી છે. તેથી ત્યાં “અભેદ” કેમ રહે ? આવી માન્યતા નૈયાયિકની છે. જે હમણા સમજાવવામાં આવી છે. તેની સામે જૈન દર્શનકાર સુંદર ઉત્તર આપે છે કે
तिहां-जड-चेतनमांहिं, पणि-भेदाभेद कहतां जैन- मत विजय पामइ, जे माटइंभिन्नरूप-जे जीवाजीवादिक तेहमां, रूपान्तर-द्रव्यत्व-पदार्थत्वादिक, तेहथी जगमांहिं अभेद पणि आवइ, एटलइं-भेदाभेदनइं सर्वत्र व्यापकपणुं कहिउं ॥ ४-७ ॥
ત્યાં પણ એટલે કે દુનિયાના જીવોને જ્યાં એકલો ભેદ જ દેખાય છે. તેવા “જડ-ચેતન” અને “ઘટ-પટ” જેવા પદાર્થોમાં પણ “ભેદભેદ” જ છે. એવું કહેનાર જૈનમત જ સર્વત્ર વિજય પ્રાપ્ત કરે છે. એટલે કે આવા ઉદાહરણોમાં પણ ભેદભેદ જ છે. એકાત્ત ભેદ નથી એમ જૈનદર્શનકાર સમજાવે છે. અને હકીકતથી ભેદભેદ જ છે. કારણકે જગતના જીવોને જે “ભિનરૂપે” જણાય છે. એવા જીવ અને અજીવમાં (એટલે કે જડ અને ચેતનમાં) અને આદિશબ્દથી “ઘટ-પટમાં” “ગાય-ઘોડામાં” “હાથી અને કીડીમાં” ઈત્યાદિ સ્થાનોમાં, એટલે કે જીવત્વ અને અજીવવાદિ ધર્મની અપેક્ષાએ જ્યાં જગતના જીવોને કેવળ એકલો ભેદ જ દેખાય છે. ત્યાં પણ “રૂપાન્તરથી બીજા સ્વરૂપથી એટલે કે “દ્રવ્યત્વ” પણાથી અભેદ પણ આ જગતમાં આવે છે. અથવા પદાર્થ–પણાથી પણ અભેદ આવે છે. જડ એ પણ એક દ્રવ્ય છે. અને ચેતન એ પણ એક દ્રવ્ય છે. જડ એ પણ એક પદાર્થ છે. ચેતન એ પણ એક પદાર્થ છે. આ રીતે જ્યાં જડત્વ-ચેતનવ ધર્મને આશ્રયીને ધર્મીનો ભેદ જણાય છે. ત્યાં પણ બન્નેમાં રહેનારા એવા રૂપાન્તરથી = બીજા સ્વરૂપથી અર્થાત્ સામાન્યધર્મથી દ્રવ્યત્વની અપેક્ષાએ, તથા પદાર્થત્વની અપેક્ષાએ અભેદ પણ આવે જ છે. તેવી જ રીતે ઘટપટમાં પુદ્ગલની અપેક્ષાએ, ગાય-ઘડામાં પશુત્વની અપેક્ષાએ અને હાથી-કીડીમાં જીવત્વની અપેક્ષાએ અભેદ પણ આવે જ છે. તેથી ભેદમાત્ર વ્યાપ્યવૃત્તિ છે. એવી નૈયાયિકની વાત સાચી નથી. પરંતુ “ભેદભેદ”ને સર્વ ઠેકાણે વ્યાપકપણે કહેવું એ જ ન્યાયસંગત છે. અર્થાત્ ભેદભેદ જ સર્વત્ર વ્યાપક છે. ભેદભેદ જ વ્યાપ્યવૃત્તિ છે. વ્યાપીને રહેનાર છે.
જગતમાં ભેદભેદ જ સર્વત્ર વ્યાપક છે. “ઘટ-પટમાં” કે જડ-ચેતનમાં પણ સર્વત્ર ભેદભેદ જ માનવામાં નિર્દોષતા છે. જેમ એક ઘટધર્મી પોતાના અવાજોર પર્યાયો