Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૭ જોઇએ. અને પ્રતિયોગીપણે ઉલ્લેખ તો બને સ્થાને દૃષ્ટાન્તમાં અને દાન્તિકમાં (ઘટના દૃષ્ટાવા સાથે ત્રણે સ્થાને) સરખો જ થાય છે. તેથી હે જૈન ! તમારી વાત સાચી નથી.
તથા વળી અમે ઉપર સમજાવેલી વાત પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. જે વસ્તુ પ્રત્યક્ષસિદ્ધ હોય, તેમાં કોઈ બાધક તો (દોષ છે. એમ તો) કહેવાય જ નહીં. પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ એટલે જગતના સર્વ લોકોના અનુભવથી સિદ્ધ વસ્તુમાં કોઈ પણ દોષ કહેવાય નહીં, માટે તે જૈનો ! જ્યાં જ્યાં (શ્યામ-રક્તાદિ અને જડત્વ-ચેતનત્યાદિ) ધર્મનો ભેદ થાય છે. ત્યાં ત્યાં અવશ્ય ધર્મી એવા પદાર્થનો (ઘટ-પટનો અને જડ-ચેતન દ્રવ્યનો) પણ ભેદ થાય જ છે તથા શ્યામ ઘટ અને રક્તઘટનો પણ અવશ્ય ભેદ થાય છે. જો આમ નહી માનો અને શ્યામ-રક્તાવસ્થામાં ધર્મી એવો ઘટ એક જ (અભિન) છે એમ કહેશો તો જડત્વ-ચેતનત્વમાં પણ માત્ર ધર્મનો જ ભેદ માનવો પડશે, અને ધર્મ એવું દ્રવ્ય જડચેતન એક જ છે. એમ માનવું પડશે. જે પ્રત્યક્ષવિરુદ્ધ, લોકાનુભવવિરુદ્ધ અને યુક્તિ તથા શાસ્ત્રોથી પણ વિરુદ્ધ છે. આમ, નૈયાયિકોએ જૈનોને ભેદભેદ માનવામાં દોષ આપ્યો. ૪૬
તેનો ઉત્તર જૈનદર્શનકાર શ્રી હવે આપે છેભેદભેદ તિહાં પણિ કહતાં, વિજય જઈને મત પાવઈ રે ! ભિન્નરૂપમાં રૂપાંતરથી, જગિ અભેદ પણિ આવઈ રે ! ૪-૭ .
ગાથાર્થ ત્યાં પણ “ભેદભેદ” જ છે. એવું કહેતો જૈનમત જ વિજયવંત થાય છે. કોઈ પણ ભિન્ન ભિન્ન રૂપમાં, રૂપાન્તરથી (બીજી વિવેક્ષાથી) આ જગતમાં અભેદ પણ આવે જ છે. || ૪-૭ |
- ટબો- તિહાં-જડ-ચેતનમાંહિ, પણિ ભેદભેદ કહતાં જૈનનું મત વિજય પામઈ. જે માટઈ-ભિન્ન રૂપ જે જીવાજીવાદિક તેહમાં, રૂપાન્તર દ્રવ્યત્વ પદાર્થત્વાદિક, તેથી જગમાંહિ અભેદ પણિ આવઈ. એટલઈ-ભેદભેદનઈં સર્વત્ર વ્યાપકપણું કહિઉં. || ૪૭ |
- વિવેચન– “શ્યામઘટ અને રક્તઘટમાં” શ્યામત્વ અને રક્તત્વ ધર્મનો ભેદ હોતે છતે “ઘટ” ધર્મનો પણ ભેદ જ છે. એમ સર્વત્ર ભેદ જ વર્તે છે. ભેદ વ્યાપ્યવૃત્તિ (વ્યાપીને રહેનાર) છે. જો એમ ન માનીએ અને શ્યામઘટ અને રક્તઘટમાં ધર્મભેદ હોવા છતાં “ઘટ” ધમ બદલાતો નથી. પરંતુ ધર્મી (એવા ઘટનો) અભેદ જ રહે છે