Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૮
૧૬૭ શ્યામત્વ અને રક્તત્વાદિની પ્રધાનતાએ ભિન્ન જણાય છે. અને જ્યારે તે પર્યાયોને ગૌણ કરીને “ઘટ” ધર્મી રૂપે વિચારવામાં આવે છે. ત્યારે અભેદ જણાય છે. તેવી જ રીતે ઉપરછલ્લી રીતિએ સદંતર ભિન્ન જણાતી “ઘટ-પટ” અને “જડ-ચેતન” જેવી વસ્તુઓમાં પણ, તે બન્નેમાં વ્યાપકપણે રહેલા એવા “દ્રવ્યત્વ અને પદાર્થત્વ” જેવા ધર્મની અપેક્ષાએ જો જોવામાં આવે તો અભેદ પણ અવશ્ય જણાય જ છે. તથા વળી મૃર્લિંડમાંથી ઘટ બનાવતાં જે જે નવી નવી અવસ્થાઓ બને છે કે જેને મૃર્લિંડ-સ્થાસ-કોશ-કુલ-ઘટ આદિ કહેવામાં આવે છે. ત્યાં પણ “માટીપણાથી” જોઇએ તો અભેદ છે. અને તે તે આકૃતિઓથી જોઇએ તો ભેદ છે. તેમ સર્વ ઠેકાણે બને અવસ્થામાં રહેનારા “સામાન્યસ્વરૂપથી” જ્યાં અભેદ છે. ત્યાં જ “વિશેષ સ્વરૂપથી” ભેદ પણ છે જ. એમ ભેદભેદ જ વ્યાપ્યવૃત્તિ છે. પણ કેવળ એકલો ભેદ જ વ્યાપીને રહે છે આવી નૈયાયિકની વાત બરાબર નથી. / ૪૭ | જેહનો ભેદ અભેદ જ તેહનો, રૂપાન્તર સંયુતનો રે | રૂપાન્તરથી ભેદ જ તેહનો, મૂલ હેતુ નય શતનો રે / ૪-૮ |
ગાથાર્થ– કોઈ પણ બે વસ્તુઓ વચ્ચે જ્યાં ભેદ જણાય છે ત્યાં જ રૂપાન્તરથી (બીજા સ્વરૂપથી) અભેદ અવશ્ય છે જ. એવી જ રીતે જ્યાં અભેદ જણાય છે ત્યાં પણ રૂપાન્તરથી (બીજા સ્વરૂપથી) ભેદ પણ છે જ. આ ભેદ અને અભેદનું સર્વત્ર વ્યાપકપણે હોવું એ જ સેંકડો નયોનું મૂળ કારણ છે. મેં ૪-૮ ||
ટબો- હિવઈ એક જ વિવરીનઇ દેખાડઈ છÚ- જેહનો ભેદ, તેહનો જ રૂપાન્તરસહિતનો અભેદ હોઈ, જિમ-“ભ્યાસ કોશ કુશૂલ ઘટ” આદિકનો ભેદ છઈ, અનઇ તેહ જ મૃદ્ધવ્યત્વવિશિષ્ટ અનર્પિતસ્વપર્યાયનો અભેદ છઈ. તેહનો જ રૂપાન્તરથી ભેદ હોઈ, જિમ-સ્થાસ કોશ કુશૂલાદિક વિશિષ્ટ-મૃદ્ધવ્યપણઇ તેહનો જ ભેદ હોઈ.
એ ભેદ નઇ અભેદ છઈ, તે સઈગમે નયનો મૂળહેતુ છઇ. સાત નયના જે સાતસઇ ભેદ છઇં. તે એ રીતે દ્રવ્ય-પર્યાયની અર્પણા-અનર્પણાઇ થાઇ. તે શતાનિધ્યથન માંહિ પૂર્તિ હુંતા હવણાં-દ્વાદશારનાયચક માંહિં “વિધિ, વિધિવિધિ, ઇત્યાદિ રીતિ એકેક નયમાંહિ ૧૨-૧૨” ભેદ ઉપજતા કહિયા છઈ. || ૪-૮ ||
વિવેચન- વિરુ-જ વિવરીનડું તેલડફ છ– નૈયાયિકની એકાન્તભેદની વાત તથા ભેદ જ માત્ર સર્વત્ર વ્યાપ્યવૃત્તિથી વર્તે છે. પોતાના અધિકરણમાં વ્યાપીને