Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૪
ઢાળ-૪ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઉભયાત્મક સ્વરૂપ જગતમાં નથી. ધર્મનો ભેદ પણ ધર્મના ભેદ માટે જ કરવામાં આવે છે. શ્યામત્વ અને રક્તત્વ જ જો પરિવર્તન પામતું હોય અને ઘટ જો પરિવર્તન ન પામતો હોય તો કાચા ઘટમાં પાણી ભરાતું નથી અને પક્વ ઘટમાં પાણી ભરાય છે. આ વ્યવહાર પણ ઘટશે નહીં. કારણ કે તમારા (જૈનોના) મતે તો ઘટધર્મ બદલાતો જ નથી. એટલે કાચો ઘટ જેમ જલાધાર માટે અયોગ્ય છે. તેમ પક્વ ઘટ પણ જલાધાર માટે અયોગ્ય જ ઠરશે. પરંતુ આમ થતું નથી. તેથી ધર્મભેદ થયે છતે ધર્મીનો પણ અવશ્ય ભેદ જ થાય છે. અભેદ રહેતો નથી. માટે ભેદ જ સાચો છે.
धर्मीनो प्रतियोगिपणई उल्लेख तो बिहु ठामे सरखो छइ, अनइं- प्रत्यक्षसिद्धअर्थइं बाधक तो अवतरई ज नहीं." ॥ ४-६ ॥
""
તથા વળી “ધર્મીનો પ્રતિયોગીપણે ઉલ્લેખ બિહુ ઠામે સરખો છે” એટલે કે यस्याभाव: स प्रतियोगी જેનો અભાવ હોય છે. તે વસ્તુને ત્યાં પ્રતિયોગી કહેવાય છે. શ્યામો, ન રાષટ:,” “રતો, ન શ્યામયટ:' આ ઉદાહરણમાં જે શ્યામઘટ છે તે રક્તઘટ નથી. અને જે રક્તઘટ છે તે શ્યામ ઘટ નથી, આમ શ્યામઘટકાલે રક્તઘટનો પ્રતિયોગીપણે જેવો ઉલ્લેખ જોવા મળે છે. તથા રક્તઘટકાલે શ્યામઘટનો પ્રતિયોગીપણે જેવો ઉલ્લેખ જોવા મળે છે. તેવો જ ઉલ્લેખ થયો ઘટ:, સ ન પટ:” “ચો પટ:, સ ન ઘટ:” તથા “ો નઙ: ૫ 7 ચેતનઃ'' અને થચેતન, સ ન નઙ:” આ ઉદાહરણોમાં પણ તેવો જ પ્રતિયોગીપણે ધર્મનો ઉલ્લેખ સરખો જ મળે છે જે ઘટ છે તે પટ નથી” ત્યાં પટનો પ્રતિયોગી પણે જ બોધ થાય છે. એવી જ રીતે જે પટ છે તે ઘટ નથી''ત્યાં ઘટધર્મનો પ્રતિયોગીપણે જ સરખો બોધ થાય છે. “જે જડ છે તે ચેતન નથી” ત્યાં ચેતનનો પ્રતિયોગીપણે અને જે ચેતન છે તે જડ નથી” ત્યાં જડનો પ્રતિયોગીપણે બોધ સરખો જ છે. ઘટ અને પટ એક ન હોય, તો જ પ્રતિયોગીપણે બોધ થાય. તેમ જડ ચેતનમાં પણ સમજવું. સારાંશ કે–
=
૧. શ્યામો ન રયેટ:” અને “રસ્તો ન શ્યામપટ;’
૨. “પટો, ન પટ:, અને પટો, ન ઘટ:"
૩. થો ખંડ:, સાન વેતન, અને યક્ષેતન:, સ ન નલ:”
આ ત્રણે ઉદાહરણોમાં જો માત્ર ધર્મ જ પરિવર્તન પામતો હોય અને ધર્મી તેનો તે જ (એક જ = અભિન્ન જ) રહેતો હોય તો કોઇ પણ એક અવસ્થામાં ધર્મીનો
જે પ્રતિયોગીપણે ઉલ્લેખ જોવા મળે છે. તે મળવો જોઇએ નહીં. કારણકે બન્ને અવસ્થામાં તમારા (જૈનોના) મતે તો ધર્મ પરિવર્તન ન પામતો હોવાથી એકનો એક જ છે. અને તે વિદ્યમાન છે. તેથી અપ્રતિયોગી તરીકે જ જણાવો જોઇએ. પ્રતિયોગી તરીકે ન જણાવો