Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૨
ઢાળ-૪ : ગાથા—દુ
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આમ જો કહીએ તો જડ અને ચેતન દ્રવ્ય પણ એક જ થઈ જશે. (આવી તૈયાયિક
શંકા કરે છે.) ॥ ૪-૬ ||
ટબો– “ભેદ હોઈ, તિહાં અભેદ ન હોઈ જ. ભેદ વ્યાપ્યવૃત્તિ છઈ. તે માિ એહવી પ્રાચીન નૈયાયિકની શંકા ટાલŪ છઈં- ‘‘ચામો ન ર:'' ઇહાં શ્યામત્વ રકતત્ત્વ ધર્મનો ભેદ ભાસઈ છઈ, પણિ ધર્મિ ઘટનો ભેદ ન ભાસઈ” ઈમ જો કહિÛ, તો જડ ચેતનનો ભેદ ભાસÛ છÛ, તિહાં જડત્વ ચેતનત્વ ધર્મનો જ ભેદ, પણિ-જડ-ચેતન દ્રવ્યનો ભેદ નહીં ? ઈમ-અવ્યવસ્થા થાઈ. ધર્મીનો પ્રતિયોગિપણઈં ઉલ્લેખ તો બિહુ ઠામે સરખો છઈ. અનઈં પ્રત્યક્ષસિદ્ધ-અર્થઈં બાધક તો અવતરઈં જ નહીં || ૪-૬ ||
વિવેચન– “મેવ દોફ, તિહાં અભેદ્ર ન હોર્ ન, મેવ વ્યાપ્યવૃત્તિ છફ, ते माटिं "एहवी प्राचीन नैयायिकनी शंका टालइ छइ
“જ્યાં ભેદ હોય, ત્યાં અભેદ ન જ હોય, કારણ કે ભેદ પોતાના અધિકરણમાં વ્યાપીને રહેનાર છે. પોતાના અધિકરણમાં વ્યાપીને જે રહે તે વ્યાપ્ય વૃત્તિ કહેવાય છે. તે માટે બન્ને સાથે નથી. આવી પ્રાચીન નૈયાયિકોની શંકા છે, તે શંકા ટાળવી છે. તે માટે પ્રથમ તૈયાયિકની શંકા ગ્રંથકારશ્રી રજુ કરે છે.”
“જ્યાં જ્યાં ભેદ હોય ત્યાં ત્યાં અપેક્ષાભેદથી અભેદ હોય જ છે. અને જ્યાં જ્યાં અભેદ હોય છે. ત્યાં ત્યાં અપેક્ષાભેદથી ભેદ પણ હોય જ છે. આ બન્ને સાપેક્ષભાવે સાથે જ રહે છે” આવું તત્ત્વસ્વરૂપ છે જગત્સ્વરૂપ છે. એમ જૈનદર્શનકાર સમજાવે છે. ત્યાં પ્રાચીન નૈયાયિકો આવી એક શંકા કરે છે કે તમારી (જૈનોની) વાત ખોટી છે. મિથ્યા છે. “ભેદ વ્યાપ્યવૃત્તિ છે” એટલે કે ભેદ પોતાના અધિકરણમાં વ્યાપીને રહેનાર છે. લાંબો-પહોળો થઈને રહેનાર છે કે જ્યાં પોતે બેઠો હોય ત્યાં બીજા કોઈને આવવા ન દે, બીજા કોઈને બેસવા જ ન દે, તેથી ભેદ જ્યાં હોય ત્યાં તે વ્યાપીને જ રહે છે એટલે અભેદને ન જ રહેવા દે. જેમ કે ઘટ-પટ તથા ચેતન અને નક આ ચારે પદાર્થોમાં પરસ્પર ભેદ જ જણાય છે. અભેદ છે જ નહીં. આ વાત અનુભવસિદ્ધ છે. માટે જ્યાં ભેદ હોય છે ત્યાં તે ભેદ વ્યાપીને રહેનાર હોવાથી તેનાથી વિરુદ્ધ ધર્મને (અભેદને) તે રહેવા દેનાર ન હોવાથી તે બન્ને સાથે રહેતા નથી. આવી નૈયાયિકની શંકા છે, તે દૂર કરવા માટે પ્રથમ શંકા કહે છે.
" श्यामो न रक्तः " इहां श्यामत्व रक्तत्व धर्मनो भेद भासइ छइं, पणि धर्मि घटनो भेद न भासइ" इम जो कहिई तो जड चेतननो भेद भासइ छई, चेतनत्व धर्मनो ज भेद, पणि जड चेतन द्रव्यनो भेद नहीं ? इम
जडत्व
तिहां अव्यवस्था थाइ
-
-