Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૦
ઢાળ-૨ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
મીઠું છે” એમ હું જાણું છું. તથા “આ ઘરમાં અવશ્ય કોઈક પુરુષ છે’ ઈત્યાદિક અનુભવો દ્વારા દ્રવ્ય પાંચે ઇન્દ્રિયોથી ગોચર થઈ શકે છે જ્યારે જ્યારે ગુણ-ગુણીના અભેદની પ્રધાનતા કરો ત્યારે ત્યારે તે તે ઇન્દ્રિયોથી ગુણો ગ્રહણ કરાયે છતે ગુણી પણ અવશ્ય ગ્રહણ કરાય જ છે. આ વાત વ્યવહારનયથી જાણવી.
પ્રશ્ન- દ્રવ્ય પાંચે ઈન્દ્રિયથી પ્રત્યક્ષ છે. આમ માનવાની વાત જો વ્યવહારનયથી છે. તો નિશ્ચયનયથી શું વાત છે, તે પણ સમજાવોને ? તથા કોઈ પણ એક જ દ્રવ્ય પાંચે ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ થતું હોય એવું કોઈ ઉદાહરણ છે ?
ન
ઉત્તર– નિશ્ચયનયથી તો રૂપ-૨સ-ગંધ-સ્પર્શ અને શબ્દ આ પાંચ ગુણો જ તે તે ઈન્દ્રિયોથી ગ્રાહ્ય છે. ગુણી એવું દ્રવ્ય ઈન્દ્રિયગ્રાહ્ય નથી. પરંતુ અનુમાન ગ્રાહ્ય છે. તેથી દ્રવ્ય ઈન્દ્રિયપ્રત્યક્ષનો અવિષય હોવાથી અતીન્દ્રિય છે. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય બીજામાં સૂત્ર ૨૧ માં “સ્વર્ગસાન્ધવર્ણશાસ્તેવામાં:'' રૂપાદિ ગુણો જ ઈન્દ્રિયોના વિષય તરીકે જણાવ્યા છે. નૈયાયિક-વૈશેષિકો રસ અને ગંધનું ગ્રહણ રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય દ્વારા “સંયુક્ત સમવાય’’ સજ્ઞિકર્ષથી માને છે. અને રસવાન્ શર્કરાદિ દ્રવ્યનું અને ગંધવાન્ પુષ્પાદિદ્રવ્યનું જ્ઞાન “સંયોગ સન્નિકર્ષ’થી ન માનતાં અનુમાનગોચર માને છે. તે આ નયની જ છાયા છે. દ્રવ્યની બાબતમાં તથા રૂપ અને સ્પર્શની બાબતમાં સંયોગસન્નિકર્ષ અને સંયુક્તસમવાય સજ્ઞિકર્ષ એમ બન્ને સન્નિકર્ષો માનીને દ્રવ્યને ચક્ષુ તથા સ્પર્શનેન્દ્રિયગોચર જે કહ્યું છે. ત્યાં ગુણ-ગુણીનો એકાન્તભેદ-પ્રધાન નિર્દેશ કરીને દ્વીન્દ્રિય ગોચરતા કહી છે આ સઘળો વ્યવહારનયનો વિષય છે. પરંતુ પરમાર્થથી તો ગુણો જ ઈન્દ્રિયગોચર છે. ગુણી એવું દ્રવ્ય ઈન્દ્રિયગોચર નથી. આ નિશ્ચયનયની વાત છે. જો આંખ બંધ હશે તો નાક દ્વારા ગંધ જ જણાય છે. અને જણાતી ગંધને અનુસારે દ્રવ્યની કલ્પના કરવા સ્વરૂપ અનુમાન જ થાય છે. આમ રસનામાં અને શ્રોત્રમાં પણ સમજવું. માટે નિશ્ચયનયથી દ્રવ્ય અતીન્દ્રિય છે. છતાં વ્યવહારનયથી ગુણ-ગુણીનો અભેદ સમજીને જૈનદર્શન પ્રમાણે પાંચે ઈન્દ્રિયોથી ગોચર કહેવાય છે. અને ન્યાય-વૈશેષિક દર્શનકારો એકાન્તભેદવાદી હોવાથી દ્રવ્યને સંયોગસન્નિ કર્ષથી દ્વીન્દ્રિયગોચર કહે છે અને ગુણો સંયુક્ત સમવાય સન્નિકર્ષથી તે તે ઈન્દ્રિય દ્વારા ગોચર કહે છે.
પાંચે ઇન્દ્રિયોથી એકી સાથે પ્રત્યક્ષ થતું હોય એવા દ્રવ્યના ઉદાહરણમાં શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યમાં “સુકી અને મોટાવર્તુલ વાળી જલેબીનું ઉદાહરણ કહેલું છે.” સુકી હોવાથી ખાતી વખતે બડબડ અવાજ આવે છે. માટે શ્રોત્રેન્દ્રિય ગોચર છે. મોટુ વર્તુલ હોવાથી આખુ મુખમાં પ્રવેશી શકે નહીં. અને અડધુ વર્તુલ મુખની બહાર હોઈ શકે, તેથી