Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૭
૧૨૩ હોઈ, તો જ કાર્ય નીપજઈ, કારણમાંહિ અછતી કાર્યવસ્તુની પરિણતિ ન નીપજઈ જ. જિમ-શશવિષાણ. જો કારણમાંહિં કાર્યસત્તા માનિઈં. તિવારઈ અભેદ સહજિ જ આવ્યો. II3-૭ll
વિવેચન- વત્ની અમે ન માનવું, તેનડું રોષ લેવા છઠ્ઠ = તથા વળી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો જો અભેદ ન માનીએ તો જે દોષ આવે છે તે દેખાડે છે– જે દર્શનકારો દ્રવ્યગુણ અને પર્યાયનો અભેદ ન માને પરંતુ એકાન્ત ભેદ માને, તેઓના મતે કાર્ય-કારણનો પણ અભેદ ન જ હોય, કારણથી કાર્ય એકાન્ત ભિન્ન જ માનવાનું રહે છે. કારણકે દ્રવ્ય એ કારણ છે. અને તેમાંથી પ્રગટ થતા પર્યાયો એ કાર્ય છે જેમ કે માટી-ઘટ, તંતુ-પટ, આ બને ઉદાહરણોમાં માટી અને તંતુ આ બન્ને દ્રવ્ય છે. તથા કારણ છે. અને તેમાંથી ઉત્પન્ન થનાર ઘટ અને પટ આ બન્ને પર્યાય છે તથા કાર્ય છે. હવે જો માટી અને તંતુ નામના દ્રવ્યમાં (કારણમાં) ઘટ-પટ નામના પર્યાય (કાર્ય) અભેદભાવે રહેલા નથી આમ માનીએ, તો તેમાંથી તે કેમ પ્રગટ થાય ? જો કારણમાં (દ્રવ્યમાં), કાર્ય (પર્યાય) અભેદભાવે રહેલા ન માનીએ તો જેમ માટીમાં ઘટ નથી. તેમ તંતુમાં પણ ઘટ નથી. હવે જો અભેદભાવે પણ દ્રવ્યમાં પર્યાય ન હોય અને પ્રગટ થતો હોય તો જેમ માટીમાં અભેદભાવે નહી રહેલો ઘટ ઉત્પન્ન થાય છે તેમ તંતુમાંથી પણ ઘટ ઉત્પન્ન થવો જોઈએ. તથા તેવી જ રીતે તંતુમાં અભેદભાવે પણ ન રહેલો પટ જો ઉત્પન્ન થતો હોય તો તે જ પટ માટીમાંથી પણ થવો જોઈએ. પરંતુ થતો નથી. માટે દ્રવ્યમાં પર્યાય એટલે કે કારણમાં કાર્ય અભેદભાવ રહેલું છે. અને પ્રગટ થાય છે. એમ માનવું જોઈએ.
ઘટનો અર્થી જીવ માટી જ લેવા જાય છે. તંતુ લેવા જતો નથી. અને પટનો અર્થી જીવ તંતુ જ લેવા જાય છે માટી લેવા જતો નથી. તેનો અર્થ જ એ છે કે માટીમાં અપ્રગટપણે પણ ઘટ રહેલો છે. અને તંતુમાં તે અપ્રગટપણે પણ રહેલો નથી. તથા તંતુમાં અપ્રગટપણે પણ પટ રહેલો છે. તેવો અપ્રગટપણે પટ માટીમાં રહેલો નથી. આ પ્રમાણે આ સર્વે કાર્ય કારણની વ્યવસ્થા અનાદિની સહજ સિદ્ધ છે. આ કારણથી જ માટીમાં અપ્રગટપણે (અભેદભાવ-તિરોભાવે) ઘટની સત્તા (વિદ્યમાનતા) છે. અને તંતુમાં તિરોભાવે પટની સત્તા છે. તો જ તે તે કાર્ય તે તે કારણમાંથી નીપજે છે. આ જ હકિકત ગ્રંથકારશ્રી ટબામાં ખોલે છે કે
“जो एहनइं-द्रव्य, गुण, पर्यायनइं अभेद नथी, तो कारण-कार्यनइं पणि अभेद न होइ" ति वारइं-मृत्तिकादिक कारणथी घटादिककार्य किम नीपजइ ? कारणमांहिं कार्यनी शक्ति होइ, तो ज कार्य नीपजई, कारणमांहि अछती कार्य वस्तुनी परिणति न नीपजइ