Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૦
ઢાળ-૩ : ગાથા-૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
જે
સામગ્રીને તમે ઘટાદિકની અભિવ્યક્તિનું કારણ માનેલું છે. ત્યાં એક તો શરીરકૃત ગૌરવનો દોષ તો આવે જ છે. વળી પ્રત્યક્ષથી વિરુદ્ધ (વિરોધ) નામનો દોષ પણ આવે છે. કારણકે વસ્તુ સંસારમાં હોય જ, વિદ્યમાન જ હોય. તેને અભિવ્યક્ત કરવી હોય, એટલે જાણવી હોય જોવી હોય તો ત્યાં ચક્ષુ તથા પ્રકાશ વિગેરે કારણો છે. ઓરડામાં પડેલા ઘટ-પટની અભિવ્યક્તિ કરવામાં (દેખવામાં) ચક્ષુ જોઈએ, પ્રકાશ જોઈએ. પરંતુ દંડ-ચક્રાદિ ન જોઈએ. જ્યારે તમે તો માટીમાં રહેલા ઘટની અભિવ્યક્તિનું (દેખવાનું) કારણ દંડાદિ માન્યા છે. જે કોઈ રીતે ઘટી શકતા નથી. માટે વિરોધ દોષ પણ આવશે.
ન
“પ્રત્યક્ષ વિરુદ્ધ” = વિરોધ નામના દોષમાંથી બચવા માટે હે જૈન ! કદાચ તમે (જૈનો) ઘટ બે પ્રકારના કલ્પશો. ૧ દ્રવ્ય ઘટ, અને ૨ ભાવઘટ, ત્યાં જે ઘટ હજુ બન્યો નથી પરંતુ બનવાનો છે. તેના માટેનો જે નૃષિંડ છે. તે દ્રવ્યઘટ, અને જે ઘટ બની ચુક્યો છે. વિદ્યમાન ઘટ છે તે ભાવઘટ, આમ બે ઘટ કલ્પીને દ્રવ્યઘટની અભિવ્યક્તિનું કારણ દંડાદિક સામગ્રી અને ભાવઘટની અભિવ્યક્તિનું કારણ ચક્ષુ-પ્રકાશ વિગેરે જો માનશો તો વધારે ગૌરવ દોષ આવશે. કારણ કે તમારી દૃષ્ટિએ દ્રવ્યઘટાભિવ્યક્તિનું કારણ દંડાદિકસામગ્રી અને ભાવઘટની અભિવ્યક્તિનું કારણ ચક્ષુ-પ્રકાશાદિ થવાથી બન્નેની અભિવ્યક્તિનાં કારણ ભિન્ન ભિન્ન થવાથી ગૌરવદોષ આવશે. જ્યારે અમારે નૈયાયિકોને મૃત્યિંડકાલે ઘટ સત્ ન હોવાથી દ્રવ્યઘટ તો છે જ નહીં. અને બન્યા પછી ભાવઘટ છે. તે કાલે અભિવ્યક્તિનું (દેખવાનું) કારણ ચક્ષુ-પ્રકાશ, આમ એક જ કારણ થશે. જેથી અમને લાઘવ થશે. માટે ગૌરવ દોષ આવવાથી તે તમારી બે ઘટ માનવાની કલ્પના પણ ઘટતી નથી. આ પ્રમાણે એકાન્તભેદવાદી તૈયાયિકે કથંચિદ્ અભેદવાદી એવા જૈનદર્શનકારને દોષો આપ્યા. II ૩૪ ॥ તે મિથ્યા, નહીં સર્વથાજી, અછતો વિષય અતીત ।
પર્યાચારથ તે નહીં જી, દ્રવ્યારથ છઈ નિત્ય રે । ભવિકા ॥ ૩-૧૦ ॥
ગાથાર્થ તૈયાયિકની ઉપરોક્ત વાત મિથ્યા છે. કારણ કે અતીતકાળનો (અને ભાવિકાળનો) વિષય સર્વથા અછતો નથી. ફક્ત પર્યાયાર્થિકનયથી તે નથી. પરંતુ દ્રવ્યાર્થિકનયથી તે નિત્ય છે. II ૩-૧૦ ॥
ટબો– હવઈ એ મત દૂષઈ છઈ- “અછતાની જ્ઞપ્તિની પરિ અછતાની ઉત્પત્તિ હોઈ'' ઈમ કહિઉં, તે મત મિથ્યા, જે માટŪ-અતીત વિષય ઘટાદિક સર્વથા અછતો નથી, તે પર્યાયારથથી નથી, દ્રવ્યારથથી નિત્ય છઈ, નષ્ટ ઘટ પણિ મૃત્તિકારૂપઈ છઈ, . સર્વથા ન હોઈ તો શશશૃંગ સરખો થાઈ. ॥ ૩-૧૦ ||