Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૬ ઢાળ-૩ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - જૈનદર્શન ભેદ-અભેદ એમ બન્નેને સ્વીકારે છે. અને તેથી જ સ-અસ-એમ ઉભયરૂપ કાર્યને માનનાર છે. કારણમાં કાર્ય દ્રવ્યાર્થિક નયથી સત્ છે. અભિન્ન છે. અંદર રહેલું છે, તો જ થાય છે. અને પર્યાયાર્થિક નયથી અસત્ છે. ભિન્ન છે. અંદર રહેલું નથી. માટે જ પ્રાપ્ત કરાય છે. ઉત્પન કરાય છે. આમ, બને નયોને સ્યાદ્વાદની દૃષ્ટિએ (અપેક્ષાવાદના આધારે) શ્રોતાઓ સમક્ષ વિસ્તારે છે. નિર્ભયપણે સમજાવે છે. અને વિશ્વની વ્યવસ્થા પણ ભેદભેદ ઉપર જ નિર્ભર છે. તેથી પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ કહેતો જૈન યથાર્થવાદી છે. આ જ કારણે તે વિશ્વમાં ભલા યશને પામનાર બને છે. - એકાન્તભેદવાદ અને એકાત્ત અભેદવાદ પોતપોતાના અભિમાનમાં રાચે માચે છે. પોતપોતાના આગ્રહને પકડીને એક બીજાને તોડી પાડવા ધારદાર દલીલો કરીને લડતાઝઘડતા જ રહે છે. પોતાના પક્ષના એકાન્ત આગ્રહના કારણે પરપક્ષના દૂષણો કાઢવામાં જ અને કાદવ ઉછાળવામાં જ સમય બરબાદ કરે છે. વૈરાયમાનવૃત્તિવાળા થવાથી વિશ્વમાં યશને પામતા નથી, જ્યારે જૈનદર્શન અને નયોને સાપેક્ષપણે સ્વીકારે છે. કોઈપણ નય પ્રત્યે તેને ઝઘડવાનું નથી. વૈરવૃત્તિ નથી. સંસારમાં સર્વે વસ્તુઓ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે. અને જૈનદર્શન જેમ છે. તેમ કહે છે. અને શ્રોતાવર્ગને પણ તેમ જ સમજાવે છે. એટલે યથાર્થવાદી હોવાથી વિશ્વમાં ભલા યશને પામે છે.
- ભેદવાદી અને અભેદવાદી આ બન્ને પોતપોતાના એકાન્તપક્ષના આગ્રહી હોવાથી માંહોમાંહે જ ઘસાઈ જાય છે. તેથી સ્થિતપક્ષવાળું અર્થાત્ કોઈ પણ બાજુની દ્રષ્ટિ ઉપર પક્ષપાત વિનાનું એટલે કે અપક્ષપાતી એવું એક જૈનદર્શન જ છે. સાપેક્ષવાદને (સ્યાદ્વાદને) માનનારૂં તે જૈનદર્શન જ દીપે છે. ઉજ્વળ યશને પામે છે. તેથી એકાન્તભેદવાદ કે એકાન્ત અભેદવાદ દોષિત છે. લડવૈયા છે. વૈરવૃત્તિવાળા છે. અને હેય છે. જ્યારે જૈનદર્શન સાપેક્ષવાદ હોવાથી નિર્દોષ છે. સમન્વયેવૃત્તિવાળું છે. માટે ઉપાદેય છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રીએ પોતાની બનાવેલી અન્યયોગવ્યવચ્છેદિકા નામની દાવિંશિકામાં વત્ત ૨ = કહ્યું છે કે
अन्योन्यपक्षप्रतिपक्षभावाद, यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ॥३०॥ तथा य एव दोषाः किल नित्यवादे, विनाशिवादेऽपि समास्त एव । પરસ્પરધ્વસિષ દવેષ, નત્યપૃષ્ય નિજ ! શાસન તે રદ્દ ા રૂ-૧ .