Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૧
૧૫૧ ઘણો લુપ્તપ્રાયઃ થતો જતો દેખાય છે. પૂર્વાચાર્યોએ જેમાં પોતાની જીંદગી નીચોવી છે. તેવા ન્યાયનિપુણતર્ક શાસ્ત્રો, અધ્યાત્મશાસ્ત્રો, યોગના ગ્રંથો, અને આગમોના અભ્યાસો દિન-પ્રતિદિન ઘટતા જાય છે. તે વિષયના જ્ઞાનીઓ પણ ઘટતા જાય છે. વાચનાઓના વ્યવહારો લુપ્તતાને પામતા જાય છે. જૈનની અંદરના જ બીજા ફિરકાઓમાં જ્ઞાનમાર્ગનો વ્યવહાર અધિકાધિક થતો જાય છે. આપણો વર્ગ બાહ્યભાવના મહિમા તરફ ઢળતો જાય છે. વૈરાગ્યને વધારનાર પારમાર્થિક જ્ઞાનમાર્ગના અભાવે અનેક દૂષણોની પણ સંભાવના વધતી જાય છે. દ્રવ્ય અને ભાવ પુણ્યવાળા કોઈક શક્તિશાળી મહાત્મા પુરુષે આ વિષય ઉપર પ્રયત્ન કરવાનો કાળ પાકી ચુક્યો છે.
इहां-श्रुतधर्मइं-स्याद्वाद प्रवचनमांहिं, मन दृढ-विश्वासवंत करी राखो, जिमशासनश्रद्धादृढपणइ, मोक्षरूप-कल्पवृक्षनां फल सुखरूप चाखो. श्रुतधर्म विना चारित्रधर्म फलवंत न होइ, “जे माटि-शंकासहित चारित्रीओ पणि समाधिं न पामइ" उक्तं च મારી
વિતિછમાવને મMા જે નમતિ સમાëિ પ-૫ (મારા) I૪-૧ી.
જો આત્મકલ્યાણ સાધવું જ હોય તો ધૃતધર્મમાં એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના સ્યાદ્વાદની પ્રણાલિકાના રસથી ભરપૂર એવા “પ્રવચનમાં” જ મનને અત્યંત વિશ્વાસવાળું= શ્રદ્ધાસંપન રાખો. કારણ કે પ્રકૃષ્ટ વચન તે પ્રવચન, સર્વ શ્રેષ્ઠ વચન તે પ્રવચન, સર્વ દોષ રહિત વચન તે પ્રવચન. આવું વચન વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનું જ હોય છે. તેમના શાસન (આજ્ઞા-પ્રવચન-વાણી) પ્રત્યે શ્રદ્ધા કરવા પણા વડે મુક્તિરૂપી કલ્પવૃક્ષનાં અનંત અવ્યાબાધ સુખ સ્વરૂપ ફળને ચાખો. શ્રુતધર્મ વિના (શાસ્ત્રોના પારમાર્થિકજ્ઞાન વિના– દ્રવ્યાનુયોગના અધ્યયનવિના) ચારિત્ર ધર્મ જે કંઈ સેવવામાં આવે છે. તે મન, વચન, કાયાના શુભયોગ રૂપ હોવાથી પુણ્ય બંધનો હેતુ બને. સ્વર્ગપ્રાપ્તિનો હેતુ બને. પરંતુ સંવર-નિર્જરા સ્વરૂપ આત્મકલ્યાણમય ફલને આપનાર બનતો નથી. કારણ કે આત્મિકજ્ઞાનની (આત્મ તત્ત્વના જ્ઞાનવિના) જાગૃતિ વિના ભાવ જયણા પાળી શકાતી નથી. જ્ઞાનમાર્ગની આરાધના વિના દ્રવ્યક્રિયા કેટલીકવાર અહંકાર અને પરપરિવાદાદિનું પણ કારણ બની જાય છે. તત્ત્વજ્ઞાનના અભાવે શંકાવાળો જીવ કદાચ ચારિત્ર પાળે, પણ મોહદશામાં હોવાથી “સમાધિને” પામતો નથી. મન અંકલેશવાળું જ રહે છે. આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે વિતગિચ્છાને (શંકાશીલ હૃદયને) પામેલો આત્મા ચિત્તની સમાધિને પામતો નથી.