Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ—૩ : ગાથા-૧૨
૧૩૭
અન્ય દ્રવ્યની સ્મૃતિ થતી નથી. કારણકે પટાદિ અન્ય પદાર્થો તે કપાલમાં સર્વથા અસત્ છે. જે સર્વથા અસત્ હોય છે તેનું જ્ઞાન પણ થતું નથી. જો કપાલમાં પટની જેમ ઘટ પણ સર્વથા અસત્ હોત તો ઘટનું જ્ઞાન પણ થાત નહીં. એમ ગ્રંથકારશ્રીએ પૂર્વે જવાબ આપ્યો છે. છતાં તૈયાયિક એકાન્ત ભેદવાદી હોવાથી આ જ હકીકતને જુદી જુદી રીતે રજુ કરીને પ્રશ્ન કરે છે કે
જો અછતા પદાર્થનું જ્ઞાન ન જ થતું હોય, અને જેનુ જેનું જ્ઞાન થાય છે. તે સઘળા પદાર્થો જો સત્ જ હોય તો કપાલ કાલે “મેં હમણાં અતીત ઘટને જાણ્યો'' આવો વ્યવહાર કેમ થાય છે ? આમ નૈયાયિક પૂછે છે. કારણકે જે ઘટ પર્યાય વિદ્યમાન હતો તે તો ફુટી જવાથી અસત્ જ થયો છે. હવે તો માત્ર કપાલ જ છે. ઘટ તો છે જ નહીં. ઘટ અસત્ જ છે. છતાં ઘટના અભાવ કાલે પણ અતીત ઘટનું જ્ઞાન તો થાય છે. અત્યારે હમણાં ઘટનાં ઠીકરાં (કપાલ) જોઈને મારો ભૂતકાળનો ઘટ મને યાદ આવ્યો. “આ કપાલ મારા ઘટનાં છે” એમ કપાલમાં વર્તમાનકાળે અસત્ એવા અતીતકાળના ઘટનું સ્મરણાત્મક જ્ઞાન થાય છે. આવો અનુભવ તો દરેકને થાય જ છે. તે અસત્ પદાર્થના જ્ઞાનને જો નહી માનો તો કેમ ઘટાવશો ? અર્થાત્ વર્તમાનકાળમાં વર્તતા એવાં કપાલમાં ભૂતકાલીન અને અત્યારે અસત્ એવા ઘટનું સ્મરણાત્મક જ્ઞાન થાય છે. તેથી અસનું જ્ઞાન માનવું જોઈએ. અને જો “અસ” પદાર્થનું જ્ઞાન થાય છે. આમ માનો તો જ “હમણાં મેં અતીત ઘટ જાણ્યો” આ વાક્ય સંગત થાય. તેથી અસનું જ્ઞાન થાય છે. આમ નૈયાયિકનું કહેવું છે.
તેનો ઉત્તર ગ્રંથકારશ્રી આ ગાથામાં આપે છે કે કપાલકાલે ઘટનું સ્મરણાત્મક જ્ઞાન અવશ્ય થાય છે. પરંતુ ત્યાં ઘટ સર્વથા અસત્ નથી. અતીતકાળનો ઘટ પણ સર્વથા અસત્ નથી. દ્રવ્યરૂપે સત્ છે. અને સત્ છે તેથી જ બોધ થાય છે. તેમાં વર્તમાનતાનો
આરોપ છે.
"ते अतीतघट मई हमणां जाण्यो” इम जे जणाई छइं, तिहां द्रव्यथी छता अतीतघटनइ विषई वर्तमानज्ञेयाकाररूप पर्यायथी "हमणां" अतीतघट जाण्यो जाइ छइ.
“તે અતીતકાળનો ઘટ મેં “હમણાં” (વર્તમાનકાળે-કપાલક્ષણોમાં) જાણ્યો (સ્મરણમાં લાવ્યો)” આ પ્રમાણે જે જણાય છે. ત્યાં પણ (કપાલમાં) દ્રવ્યથી છતો જ ઘટ છે. સર્વથા અસતો નથી જ.
દ્રવ્યથી છતા એવા અતીતકાળના ઘટને વિષે વર્તમાનકાલીન જ્ઞેયાકારરૂપ પર્યાય આવવાથી “હમણાં” હાલ-અત્યારે અતીતકાલનો પણ ઘટ જાણેલો થાય છે. જે વસ્તુ