Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૨ ઢાળ-૩ : ગાથા-૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પણ સર્વથા અસત્ માને છે. કારણ કે તે ભેદવાદી છે. કારણથી કાર્યને સર્વથા ભિન્ન જ માને છે. તેથી સર્વથા અસત્ એવા અતીત ઘટની જ્ઞપ્તિ અને સર્વથા અસત્ એવા ભાવિ ઘટની ઉત્પત્તિ તેઓ માને છે. પરંતુ આ વાત બરાબર નથી. કારણકે અસની જ્ઞપ્તિ અને ઉત્પત્તિ જો થતી હોય તો તેની જેમ શશશૃંગાદિ પદાર્થોની પણ જ્ઞપ્તિ અને ઉત્પત્તિ થવી જોઈએ. આવો દોષ નૈયાયિકોને આવે છે. તે ૩૮ તે માટઇ અછતા તણોજી, બોધ ન, જનમ ન હોઈ . કારય કારણનઈ સહીજી, છઈ અભેદ ઈમ જોઈ રે
ભવિકા. ને ૩-૧૪ // ગાથાર્થ– તે માટે જે વસ્તુ સર્વથા અછતી છે. તેનો બોધ પણ થતો નથી અને ઉત્પત્તિ પણ થતી નથી. તેથી કાર્ય અને કારણની વચ્ચે હે સખી ! ઉપર કહ્યા પ્રમાણે અવશ્ય અભેદ સંબંધ છે. | ૩-૧૪ છે.
ટબો- “ઈમ નથી' તે માટઈ અછતા અર્થનો બોધ ન હોઈ, જન્મ પણિ ન હોઈ, ઈમ નિર્ધાર કાર્ય-કારણનો અભેદ થઈ, તે દષ્ટાન્નઈ દ્રવ્ય, ગુણ, પર્યાયનો પણિ અભેદ છઈ. ઈમ સëવું. II 3-૧૪ ||
એ ભેદના ઢાળ ઉપર અભેદનો ઢાળ કહિયો.
જે માટઈ ભેદનય પક્ષનો અભિમાન અભેદનય ટાલઇ, હવઈ એ બિહુ નયના સ્વામી દેખાડીનઇ સ્થિતપક્ષ કહઈ છઈ
વિવેચન– ઉપરની ગાથાઓમાં સવિસ્તૃત ચર્ચાથી સમજાવવામાં આવ્યું છે કેઘટાકારતા રૂપ પર્યાય (કાર્ય) અથવા જોયાકારતા રૂપ ધર્મ જ્યારે અછતો હોય છે. ત્યારે ધર્મી એવો ઘટ જો સર્વથા અભાવવાળો જ હોય એટલે કે સર્વથા અસત્ જ હોય અને તેવા કાળમાં જ ધર્મી એવો અતીત ઘટ જણાતો હોય અને ધર્મી એવો ભાવિઘટ ઉત્પન્ન થતો હોય તો સર્વકાળે નિર્ભય પણે શશશ્ચંગ જણાવાં જોઈએ અને ઉત્પન્ન થવાં
જોઈએ. પરંતુ
"इम नथी" ते माटई अछता अर्थनो बोध न होइ, जन्म पणि न होइ, इम निर्धार कार्यकारणनो अभेद छइ. ते दृष्टान्तइ द्रव्य-गुण-पर्यायनो पणि अभेद छइ. इम સહવું રૂ-૨૪