Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૧૧ છે કે આ સંસારમાં જે ઘટ-પટ આદિ પદાર્થો જણાય છે. તે પદાર્થો પદાર્થરૂપે સાચા છે જ નહીં. માત્ર દેખનારાના જ્ઞાનમાં તેવા તેવા પદાર્થોના આકારો પ્રતિબિંબિત થાય છે. આ સમસ્ત વિશ્વ માત્ર જ્ઞાનાકાર (જ્ઞાનના જ બનેલા આકારવાળું) છે. શેય કોઈ છે જ નહીં. ઘટ-પટ આદિ શેયપદાર્થો નથી, છતાં તે રૂપે જે બાહ્ય આકારો ભાસિત થાય છે તે અનાદિ કાળની આત્મામાં રહેલી અવિદ્યાવાસના (અવિદ્યા એટલે મિથ્યાજ્ઞાન મિથ્યાવિદ્યા-ઉલટી બુદ્ધિ) ના જોરે અછતા જ પદાર્થો જણાય છે. જેમ સ્વપ્નમાં “હું રાજા થયો, લોકોએ મારો રાજ્યાભિષેક કર્યો, મને રાજ મુગુટ પહેરાવ્યો, લોકોએ ચામર વીંજ્યાં” ઈત્યાદિ અનેક પ્રકારનાં સ્વપ્નો લોકોને આવે છે. પરંતુ જેવાં સ્વપ્નો આવે છે. તેવા પદાર્થો હોતા નથી. તેથી સ્વપ્નમાં જેમ અછતા જ પદાર્થો જણાય છે તેવા પ્રકારના સ્વપ્નજ્ઞાનની જેમ અથવા ઝાંઝવાના જળજ્ઞાનની જેમ જ્ઞાનમાં જે કંઈ પણ જણાય છે. તે જ્ઞાન આકાર માત્ર જ છે. શેય કંઈ છે જ નહીં. અને અછતો પદાર્થ જ જ્ઞાનમાં ભાસે છે. સંસારી સર્વે જીવો અનાદિકાળની આવા પ્રકારની મિથ્યાવાસનાવાળા જ છે. તે વાસનાના બળથી બાહ્યાકારોથી યુક્ત એવું ભ્રમાત્મક જ્ઞાન સંસારી જીવોને થાય છે.
આવા પ્રકારના બાહ્ય આકારોના ભ્રમવાળું જ જ્ઞાન સર્વસંસારી જીવોને થાય છે. ફક્ત એક બુદ્ધ ભગવાન જ એવા છે કે જેમને આવો ભ્રમ ચાલ્યો ગયો છે. એવું બાહ્યાકાર રહિત શુદ્ધ ચોખ્ખું નિર્મળ જ્ઞાન વર્તે છે. અવિદ્યાની વાસનાવાળા સંસારી જીવોનું જ્ઞાન ડહોળાયેલા પાણી જેવું છે. અને બુદ્ધ ભગવંતનું જ્ઞાન નિર્મળ પાણી જેવું છે. તેથી પદાર્થો જગતમાં કોઈ છે જ નહીં. જ્ઞાનમાત્ર જ છે. અને તે જ્ઞયાકાર રૂપે ભાસે છે. આવું યોગાચારવાદી નામનો બૌદ્ધનો ત્રીજો ભેદ માને છે. અને ચોથા માધ્યમિકોનું કહેવું છે કે શેય પણ સંસારમાં નથી અને જ્ઞાન પણ નથી, સર્વ શૂન્ય જ છે. શેય જ જો ન હોય તો જ્ઞાન પણ ક્યાંથી હોય ? ઈત્યાદિ.
આ પ્રમાણે હે નૈયાયિક ! જો તું કપાલાદિમાં સર્વથા અછતો એવો ઘટ જણાય છે એમ માનીશ. તો બૌદ્ધદર્શનનો યોગાચારવાદી નામનો ત્રીજો ભેદ વિજય પામશે. (તેનો મત સાચો ઠરશે.) તમારામાં અને બૌદ્ધ દર્શનના ત્રીજા ભેદમાં કંઈ તફાવત નહી રહે. જે બૌદ્ધ તમારા પ્રતિવાદી છે. તેના જેવો જ તમારો મત થશે. તે માટે હે નૈયાયિક! કંઈક સમજો કે સર્વથા અછતાનું જ્ઞાન ક્યારેય પણ થતું નથી. જો કપાલમાં ઘટ અસત્ જ હોય અને છતાં તેનું જ્ઞાન થતું હોય તો કપાલ જોઈને ઘટ જ કેમ સ્મરણમાં આવે છે. ગાય-ભેંસ, ઘોડો-ગધેડો-હાથી-માણસ-પટ-મઠ વિગેરે ઈતર પદાર્થો કેમ સ્મરણમાં