Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૬
ઢાળ-૩ : ગાથા-૧ર
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવતા નથી ? કાચના તુટેલા ગ્લાસના ટુકડાઓમાં “ગ્લાસ” જ કેમ સ્મરણમાં આવે છે ? ઘટ-પટ કેમ દેખાતા નથી? ચૈત્રના મૃતદેહમાં ચૈત્ર જ કેમ સ્મરણમાં આવે છે ? મૈત્ર કેમ દેખાતો નથી ? માટે કંઈક સમજો કે પાછળના અને આગળના દ્રવ્યનિપામાં ભૂતકાળનો અને ભાવિકાળનો ભાવનિક્ષેપો સર્વથા અછતો નથી. માત્ર પર્યાયાર્થિક નયથી તે તે પર્યાય સ્વરૂપે (આવિર્ભાવ પણે) તે અસત્ છે. પરંતુ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યસ્વરૂપે તો તે તે પર્યાયો સત્ છે જ. || ૩૬ “હમણાં જાણ્યો અર્થ તે છે,”ઈમ અતીત જે જણાઈ // વર્તમાન પર્યાયથી જી, વર્તમાનતા થાઈ રે ! ભવિકા ને ૩-૧૨ /
ગાથાર્થ– “મેં અતીત ઘટ હમણાં જાણ્યો” એમ જે અતીતઘટનું વર્તમાનરૂપે જ્ઞાન થાય છે. તે વર્તમાનમાં શેયાકારરૂપ પર્યાય આવવાથી થાય છે. અથવા તે અતીત પર્યાયમાં વર્તમાનનો આરોપ કરવાથી “વર્તમાનતા” થાય છે. ૩-૧૨
ટબો- જો આછતાનું જ્ઞાન ન હોઇ, તો હમણાં મઈ અતીત ઘટ જાણ્યો” ઇમ કિમ કહવાઇ છઇ? તે ઉપરિ કહઇ છઇ- “તે અતીત ઘટ મઈ હમણાં જાણ્યો” ઈમ જે જણાઈ છઈ, તિહાં દ્રવ્યથી છતા અતીત ઘટનઈ વિષઈ વર્તમાનયાકારરૂપ પર્યાયથી “હમણાં” અતીત ઘટ જાણ્યો જાઈ છઈ. અથવા “નૈગમનયથી અતીતના વિષઈ વર્તમાનતાનો આરોપ કીજઈ છઈ. પણિ સર્વથા અછતી વસ્તુનું જ્ઞાન ન થાઇ” || ૩-૧૨ ||
વિવેચન– “જો છતાનું જ્ઞાન ન હોય તો તમri મતતિ પદ નાળ્યો" રૂમ શિમ હવા છે ? તે ૩પરિ સહક છ– નૈયાયિક જૈનદર્શનકારને પ્રશ્ન કરે છે કે “જો અછતી વસ્તુ (અસત્ પદાર્થ)નું જ્ઞાન ન થતું હોય તો” “મેં હમણાં જ અતીત ઘટને જાણ્યો” આવો વ્યવહાર કેમ થાય ? તે ઉપર જણાવે છે કે નૈયાયિકો ભેદવાદી છે. તેથી મૃર્લિંડમાં ઘટકાર્ય ન હતું અને ઉત્પન્ન થયું છે. અને કપાલાત્મક પશ્ચાદવસ્થામાં ઘટ નષ્ટ થવાથી સર્વથા અસત્ છે. છતાં અસત્ એવા ઘટનું સ્મરણાત્મક જ્ઞાન કપાલ કાલે થાય છે. એમ તૈયાયિક માને છે તેથી કપાલાવસ્થાના કાળે જેમ અછતા ઘટનું જ્ઞાન થાય છે તેમ મૃતિંડ અવસ્થામાં અછતા એવા ઘટની ઉત્પત્તિ પણ થાય છે. આમ અછતા ઘટની પ્તિને અનુસારે અછતા ઘટની ઉત્પત્તિ તૈયાયિકો માને છે. જો અછતાની જ્ઞપ્તિ થાય, તો અછતાની ઉત્પત્તિ કેમ ન થાય ? આમ તૈયાયિકોનું કહેવું છે.
જો કે કપાલમાં ઘટ સર્વથા અછતો નથી. માત્ર પર્યાયરૂપે જ અસત્ છે. પરંતુ દ્રવ્યરૂપે તો સત્ જ છે. અને તેથી જ કપાલ દેખીને ઘટની જ સ્મૃતિ થાય છે. પટાદિ