Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ૩ : ગાથા ૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
વિવેચન– ‘સર્વથા અછતો અર્થ જ્ઞાનમાંત્તિ મારફ જીરૂં, '' (વું હર્ફે છડ઼, તેને बाधक देखाsड़ छड़ સર્વથા અછતો પદાર્થ જ જ્ઞાનમાં દેખાય છે. એવું કહેનાર નૈયાયિકને દોષ દેખાડે છે. પૂર્વે જેની સારી ચર્ચા થઈ ચુકી છે. એવો ભેદવાદી તૈયાયિક કપાલાદિમાં (સર્વથા) અછતા ઘટનું જ્ઞાન (જ્ઞપ્તિ) માને છે. અને તેના દૃષ્ટાન્તથી દાર્ણાન્તિક (નૃસ્પિંડમાં અછતો ઘટ ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ) સિદ્ધ કરે છે. પરંતુ કપાલાદિમાં ઘટ સર્વથા અછતો નથી. માત્ર પર્યાયાર્થિકનયથી જ તે અછતો છે. દ્રવ્યાર્થિકનયથી તો છતો છે. એમ સમજાવ્યું છતાં નૈયાયિક માનતો જ નથી તેથી તેને બીજો દોષ ગ્રંથકારશ્રી જણાવે છે કે
૧૩૪
जो "ज्ञाननई स्वभावइ, अछतो अर्थ अतीत घट प्रमुख भासइ" एहवुं मानई, तो " सारो संसार ज्ञानाकार ज छइ, बाह्य- आकार अनादि अविद्या वासनाइं अछता ज भासइ छइ - जिम स्वप्नमांहि अछता पदार्थ भासइ छइ - बाह्याकाररहित शुद्धज्ञान, ते बुद्धनइं ज होइ " इम कहतो योगाचार नामइं त्रीजो बौद्ध ज जीपइ. ते माटई अछतानुं જ્ઞાન ન હોફ. રૂ-શ્॥
જે નૈયાયિકો “અસ” વસ્તુનુ (કપાલાદિમાં અસત્ = અછતા એવા ઘટનું) જ્ઞાન માને છે. અને તેઓ એમ કહે છે કે “જ્ઞાનનો એવો સ્વભાવ જ છે કે “જે અસત્ હોય તેને જણાવે”તેથી કપાલાદિમાં જે અતીત ઘટ વિગેરે પદાર્થોનું સ્મરણ થાય છે તે અછતો અર્થ (અસત્ પદાર્થ) છે. છતાં અસત્ ને જણાવવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી જ્ઞાન તેને જણાવે છે. આ પ્રમાણે નૈયાયિકો માને છે. ગ્રંથકારશ્રી તેનો પરાભવ કરતાં કહે છે કે “જ્ઞાનમાં જે જણાય છે તે અસત્ છે અને અસત્પદાર્થને જ્ઞાન જણાવે છે” આમ માનશો તો સારો ય આ સંસાર જગત્ સર્વે પણ પદાર્થો “જ્ઞાનાકાર સ્વરૂપ જ માત્ર છે” ઝાંઝવાના જળ સમાન છે. કોઈ પણ પદાર્થો સત્ છે જ નહીં. જેમ દૂર-દૂરથી ઝાંઝવાના જળમાં જળ નથી છતાં જલાકાર ભાસે છે. તેમ પ્રત્યેક પદાર્થો જ્ઞાન માત્રમાં આકારરૂપે પ્રતિબિંબિત જ થાય છે. પણ વાસ્તવિક પદાર્થ છે જ નહીં એવું માનનારા બૌદ્ધદર્શનના “યોગાચાર” નામના ત્રીજા ભેદનો મત સિદ્ધ થશે.
=
બૌદ્ધ દર્શનના ચાર સંપ્રદાયો છે. ૧ સૌત્રાન્તિક, ૨ વૈભાસિક, ૩ યોગાચાર, અને ૪ માધ્યમિક, આ ચારમાં પ્રથમના બેની એવી માન્યતા છે કે ઘટ-પટ આદિ પદાર્થો પદાર્થરૂપે સત્ છે પરંતુ તે ક્ષણિક માત્ર છે. “સર્વ ક્ષળમ્” સર્વે વસ્તુઓ ક્ષણિક છે. ધ્રુવ-અન્વયિભૂત કોઈ પણ નિત્ય પદાર્થ નથી. ત્રીજા યોગાચાર વાદીનું કહેવું એવું