Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૮ કારણમાંહિ કાર્યની દ્રવ્યરૂપઈ-તિરોભાવની શક્તિ છઇં, તેણઈ કરી છઈ. પણિ-કાર્ય જણાતું નથી, સામગ્રી મિલઈ, તિ વારઈ-ગણ પર્યાયની વ્યક્તિથી આવિર્ભાવ થાઈ છઈ, તેણઈ કરી-કાર્ય દીસઈ છઈ. “આવિર્ભાવ-તિરોભવ પણિ દર્શન-અદર્શન નિયામક કાર્યના પર્યાય વિશેષ જ જાણવા” તેણઈ કરી આવિર્ભાવનઈ સત, અસત્ વિકલ્પઈ દૂષણ ન હોઈ, જે માટઈં અનુભવનઈ અનુસારઈ પર્યાય કભિઈ. | 3-૮
વિવેચનસારામાંદિ ૩૫ના પત્નિાકું નt #ાની સત્તા છઠ્ઠ, તો ઋા ન #ાં નથી થાતું ?g viા ૩પરિહર છ– ભેદવાદીઓ અભેદવાદીને પ્રશ્ન કરે છે કે જો કાર્ય ઉત્પન થયા પહેલાં પણ દ્રવ્યમાં એટલે કારણમાં કાર્યની સત્તા (વિદ્યમાનતા) હોય છે. તો તે કાળે તે કાર્યનું દર્શન કેમ થતું નથી ? માટીમાંથી ઘડો બન્યા પહેલાં જ જો ઘટકાર્યની સત્તા માટીમાં છે તો બન્યા પૂર્વના કાળમાં તે ઘટનું દર્શન કેમ થતું નથી. એવી જ રીતે તંતુમાં તંતુકાળે પણ જો પટની સત્તા છે તો પટ બન્યા પહેલાં તે પટ દેખાતો કેમ નથી? આવી શંકા ટાળવા માટે તેના ઉપર ઉત્તર કહે છે કે– ઉપરની ગાથામાં અભેદવાદ માનનારાએ એ સિદ્ધ કર્યું છે કે માટીમાં (કારણમાં અર્થાત્ દ્રવ્યમાં) ઘટ (કાર્ય) ઉત્પના થયા પહેલાં પણ અભેદભાવે તે તેમાં રહેલું છે. ઘટકાર્યની સત્તા માટીમાં છે. તેવી જ રીતે તંતુકારણમાં પટકાર્યની સત્તા છે. તો તે કાર્ય તે કાળે દેખાતું કેમ નથી ? આવી શંકા થવી સંભવિત છે. તેનો ઉત્તર આ પ્રમાણે છે.
कार्य नथी उपर्नु, तिवारइं कारणमांहिं कार्यनी द्रव्यरूपई तिरोभावनी शक्ति छइं, तेणइं करी, "छइ" पणि कार्य जणातुं नथी. सामग्री मिलइ, तिवारइं-गुण पर्यायनी व्यक्तिथी आविर्भाव थाइ छइ, तेणइ करी कार्य दीसइ छइ.
જે જે કારણમાંથી (માટી-તંતુ આદિ દ્રવ્યોમાંથી) (ઘટ-પટાત્મક પર્યાય સ્વરૂપ) કાર્ય હજુ ઉત્પન્ન થયું નથી. પ્રગટ થયું નથી. પરંતુ તિરોભાવે રહેલું છે. તે વારે = ત્યારે કારણમાં કાર્યની સત્તા દ્રવ્ય સ્વરૂપે છે. એટલે કે કારણમાં કાર્યની સત્તા અવ્યક્તપણે રહેલી છે. જેને જૈનશાસ્ત્રોમાં તિરોભાવે શક્તિ છે એમ કહેવાય છે. તિરોભાવ એટલે જ અવ્યક્તભાવ. હવે જે તિરોભાવે (અવ્યક્તપણે) હોય તે કેવી રીતે દેખાય? અને જો દેખાય તેવી સત્તા હોત તો તેને તિરોભાવે કેમ કહેવાત? માટે “તિરોભાવે છે” એટલે અવ્યક્તપણે છે. એટલે તે ઘટપટ સ્વરૂપે વ્યક્તપણે ન દેખાય તેવી સત્તા છે. જો આ પ્રમાણે અવ્યક્તપણે પણ તે કાર્ય પોત પોતાના કારણમાં હોય છે એમ ન માનીએ તો માટીમાંથી જેમ ઘટ નીપજે છે તેમ તંતુમાંથી પણ ઘટ નીપજવો જોઈએ. પણ આમ બનતું નથી. પોત પોતાના કારણમાંથી જ