Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧ ૨૪
ઢાળ-૩ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ज. जिम-शशविषाण. जो कारणमांहिं कार्यसत्ता मानिइं, तिवारइं अभेद सहजि ज आव्यो Rારૂ-૭T.
જો આ દ્રવ્ય-ગુણ-પર્યાયને વિષે અભેદ નથી, (અને એકાન્ત ભેદ જ છે) તો કારણ-કાર્યને વિષે અભેદ ન જ હોય” કારણકે જે દ્રવ્ય છે. તે જ કારણ બને છે. અને જે પર્યાયો પ્રગટ થાય છે. તે જ કાર્ય બને છે. પર્યાયો પ્રગટ થનારા-ઉત્પન્ન થનારા હોવાથી કાર્ય કહેવાય છે. હવે જો કારણ-કાર્યને વિષે અભેદ ન જ હોય તો તેનો અર્થ એ થયો કે મૃત્તિકાદિ કારણમાં ઘટાદિ કાર્ય અસત્ છે. અવિદ્યમાન છે. અર્થાત્ નથી અને થાય છે. આવો અર્થ થશે. તિ વારવું = તે વારે = ત્યારે મૃત્તિકાદિ કારણમાંથી ઘટાદિક કાર્ય કેમ ઉત્પન્ન થશે ? કારણમાં કાર્ય પ્રગટ થવાની અભેદભાવે શક્તિ રહેલી હોય, તો જ તે કારણમાંથી તે કાર્ય પ્રગટ થાય છે. જે કારણમાં જે કાર્ય પ્રગટ થવાની શક્તિ નથી હોતી, તેવા પ્રકારની અછતી કાર્યવસ્તુની પરિણતિ (પ્રગટતા) બનતી નથી જ. અર્થાત્ અસત્ એવું કાર્ય કદાપિ ઉત્પન્ન થતું નથી જેમ સસલાનાં શીંગડાની ઉત્પન્ન થવાની શક્તિ કોઈ પણ કારણ દ્રવ્યમાં (સસલામાં) નથી. તેથી કોઈ પણ કારણદ્રવ્યથી (કોઈપણ સસલામાંથી) શશશ્ચંગ નીપજતાં નથી. જેનામાંથી જે કંઈ નીપજે છે. તેનામાં તે તિરોભાવે પણ સત્ છે. તો જ નીપજે છે. એટલે જો કારણભૂત દ્રવ્યમાં કાર્ય પ્રગટ થવાની સત્તા તિરોભાવે છે. એમ માનો, તો જ જગતમાં ચાલતી વ્યવસ્થા ઘટી શકે એન આમ અભેદ માનો તો તે વારે = ત્યારે “અભેદભાવ” માનવાનો પ્રસંગ હેજે હેજે આવી જ ગયો.
સારાંશ કે કારણમાં (દ્રવ્યમાં) કાર્ય (પર્યાય) પ્રગટ થવાની શક્તિ છે જ. તો જ કાર્ય નીપજે છે. જે કાર્યની શક્તિ કારણમાં હોતી નથી. તે કાર્ય તે કારણમાંથી પ્રગટ થતું જ નથી. કારણમાં કાર્ય સત્ છે. તો જ થાય છે. જો કાર્ય અસત્ હોય તો થાય જ નહીં. તેથી દ્રવ્યમાં ગુણ અને પર્યાયો અભેદભાવે સત્ છે જ. તો જ થાય છે. જો સત ન હોત તો તે દ્રવ્યમાંથી તે પર્યાયો પ્રગટ થાત નહીં. તે ૩૨ / દ્રવ્યરૂપ છતી કાર્યની જી, તિરોભાવની રે શક્તિ આવિર્ભાવઈ નીપજઈ જી, ગુણ પર્યાયની વ્યક્તિ રે ભવિકા.// ૩-૮
ગાથાર્થ સર્વે દ્રવ્યોમાં પોત પોતાનાં કાર્યો (પર્યાયો) પ્રગટ થવાની દ્રવ્યરૂપે શક્તિ તિરોભાવે છતી (રહેલી) છે. કાલાદિ સામગ્રી પ્રાપ્ત થતાં તે આવિર્ભાવ નીપજે છે ત્યારે ગુણ-પર્યાયરૂપે વ્યક્ત થાય છે. || ૭-૮ |
- ટબો- “કારણમાંહિં કાર્ય ઉપના પહિલાઇ જ કાર્યની સત્તા છઈ તો કાર્યદર્શન કાં નથી થાતું ?” એ શંકા ઉપરિ કહઈ છઈ- કાર્ય નથી ઉપનું, તિ વારઈ