Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૬ બીજાને જોડવા ત્રીજો સમવાય માનવો જ પડે, અને એમ માનતાં અનવસ્થા દોષ આવે. હવે જો આ પ્રથમ સમવાય જ ગુણ-ગુણીમાં અભેદભાવે જોડાય એમ માનો તો આગળ જઈને પણ અંતે તો “અભેદભાવનો જ આશ્રય લેવો પડે છે. તો પ્રથમથી જ તે અભેદભાવનો આશ્રય લઈને ગુણ-ગુણીનો અભેદ સંબંધ માનવો શું ખોટો છે? નાહક લાંબી કલ્પના કરવી તે લાઘવપ્રિય નૈયાયિકોને કેમ સાર્થક કહેવાય ? આ જ વાત આ ગાળામાં સમજાવે છે.
जीवद्रव्य, अजीवद्रव्य इत्यादि जे नियत कहतां व्यवस्था सहित व्यवहार थाइ छड़, ते गुण-पर्यायना अभेदथी, ज्ञानादिक गुण-पर्यायथी अभिन्नद्रव्य ते जीवद्रव्य, रुपादिक गुण-पर्यायथी अभिन्न ते अजीवद्रव्य. नही तो सामान्यथी विशेषसंज्ञा न थाइ
“આ જીવદ્રવ્ય છે.” અને “આ અજીવ (પુદ્ગલ) દ્રવ્ય છે.” ઈત્યાદિ જે નિયત કહેતાં નિશ્ચિતપણે વ્યવસ્થાયુક્ત જે વ્યવહાર થાય છે તે વ્યવહાર “ગુણ-પર્યાયના અભેદથી જ” સંભવે છે. અન્યથા આ વ્યવહાર સંભવતો નથી. યુક્તિથી ઘટતો નથી. કારણકે જો જ્ઞાનાદિ ગુણ-પર્યાયો જીવ દ્રવ્યથી ભિન્ન જ હોય, એટલે કે તે ગુણ-પર્યાયો જેવા અજીવદ્રવ્યથી ભિન્ન છે. તેવા જ જીવદ્રવ્યથી પણ ભિન્ન છે. આમ માનીએ તો જ્ઞાનાદિ ગુણ-પર્યાયોથી બને દ્રવ્યો (જીવ-પુદ્ગલ) એકાન્ત ભિન્ન જ થયાં. તો આ જીવદ્રવ્ય છે અને આ અજીવદ્રવ્ય છે એમ કેવી રીતે કહેવાય ? એવી જ રીતે રૂપાદિ ગુણો જો અજીવદ્રવ્યથી ભિન્ન જ હોય તો તે રૂપાદિગુણો જેવા જીવદ્રવ્યથી ભિન્ન છે તેવા જ અજીવથી પણ ભિન્ન જ થયા. રૂપાદિગુણોને જેમ જીવની સાથે કોઈ સગપણ નથી તેવું જ અજીવની સાથે પણ કોઈ સગપણ ન રહ્યું. તેથી આ રૂપાદિગુણોવાળુ પુદ્ગલદ્રવ્ય છે અને રૂપાદિ ગુણરહિત જે છે તે જીવદ્રવ્ય છે. આમ કેવી રીતે કહેવાશે ? તેથી જ્ઞાનાદિગુણ-પર્યાયોને જીવદ્રવ્યની સાથે અને રૂપાદિ ગુણોને પુદ્ગલદ્રવ્યની સાથે અનાદિકાળથી સ્વયંસિદ્ધ કંઈક અંશે “અભેદસંબંધ” છે જ. તો જ આ વ્યવહાર સંભવે છે. આ કારણે જ્ઞાનાદિ ગુણ-પર્યાયોથી જે અભિન્નદ્રવ્ય છે તેને જીવદ્રવ્ય કહેવાય છે. અને રૂપ-રસાદિક ગુણ-પર્યાયોથી જે અભિનદ્રવ્ય છે તેને અજીવદ્રવ્ય (જુગલદ્રવ્ય) કહેવાય છે.
નદી તો = જો આમ ન માનીએ તો એ દ્રવ્યો સામાન્યથી દ્રવ્ય માત્ર જ રહેશે. પરંતુ આ જીવ, આ પુદ્ગલ, એમ વિશેષ સંજ્ઞા કોઈ પણ દ્રવ્યની થાય જ નહીં. જો ગુણપર્યાયો પોત પોતાના મૂલદ્રવ્યથી અભિન ન માનીએ અને એકાન્ત ભિન્ન જ માનીએ તો છએ દ્રવ્યો દ્રવ્ય માત્ર રૂપે જ રહેશે. આમ “દ્રવ્ય સામાન્ય” જ કહેવાશે જીવ-અજીવ-ધર્મઅધર્મ આદિપણાનો ભેદ પડશે નહી કારણકે તે વિશેષ નામો પોત પોતાના ગુણ-પર્યાયોના અભેદને લીધે જ કહેવાય છે. અને આ અભેદ ન માનવાથી તેઓને જીવ-અજીવ આદિ રૂપે વિશેષસંજ્ઞા કહેવાશે નહીં.