Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૦
ઢાળ-૩ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગુણ પર્યાય અભેદથી જી, દ્રવ્ય નિયત વ્યવહાર | પરિણતિ જે છઈ એકતા છે, તેણેિ તે એક પ્રકાર રે Iભવિકા / ૩-૬ II.
ગાથાર્થ– (દ્રવ્યની સાથે) ગુણો અને પર્યાયોનો અભેદ સંબંધ હોવાથી દ્રવ્યોનો નિયત વ્યવહાર થઈ શકે છે. આ ત્રણે તત્ત્વો એકરૂપે પરિણામ પામેલાં છે. તેથી તે ત્રણે તત્ત્વો એકરૂપ છે. li૩-૬ll
ટબો- જીવદ્રવ્ય અજીવદ્રવ્ય, ઇત્યાદિ જે નિયત કહતાં વ્યવસ્થા સહિત વ્યવ્હાર થાઈ છઈ. તે ગુણ પર્યાયના અભેદથી. જ્ઞાનાદિક ગુણ પર્યાયથી અભિન્ન દ્રવ્ય તે જીવદ્રવ્ય, રૂપાદિક-ગુણપર્યાયથી અભિન્ન તે અજીવદ્રવ્ય, નહી તો દ્રવ્ય સામાન્યથી વિશેષસંજ્ઞા ન થાઈ. દ્રવ્ય ગુણ પર્યાય એ ૩ નામ છઈ. “પણિ સ્વજાતિ ૩ નઈ એક પરિણામ છઈ, તે માટિ-તે ૩ પ્રકાર એક કહઈ” જિમ આત્મદ્રવ્ય, જ્ઞાનાદિક ગુણ, તત્પર્યાય એ સર્વ એક જ કહિઇ, જિમ રત્ન ૧, કાન્તિ ૨, જ્વરાપહાર શક્તિ ૩, પર્યાયનઈ, એ ૩ નઇ એક જ પરિણામ છઈ, તિમ-દ્રવ્ય-ગુણ-પર્યાયનઇ ઇમ જાણવું Il3-કા
વિવેચન–આ સંસારમાં જીવ-પુગલ-ધર્મ-અધર્મ-આકાશ અને કાલ એમ કુલ ૬ દ્રવ્યો છે. તે છએ દ્રવ્યો પોત પોતાના ગુણોથી અને પોત પોતાના પર્યાયોથી (કથંચિદ) અભેદભાવવાળાં છે. અને જો આ અભેદભાવ સ્વીકારીએ તો જ “આ જીવ છે” “આ જીવ છે.” તથા “આ ઘટ છે” અને “આ પટ છે” ઈત્યાદિ પ્રતિનિયત વ્યવહાર ઘટી શકે છે. જો કેવળ એકલો “ભેદસ્વભાવ” જ હોય તો “જ્ઞાન” ગુણ જેવો પુદ્ગલથી ભિન્ન છે. તેવો જ જીવથી પણ ભિન્ન જ માનવો પડે, અને જો ગુણો આવા પ્રકારે ભિન્ન હોય તો “આ દ્રવ્ય જીવ છે” અને “આ દ્રવ્ય અજીવ છે” આવા વ્યવહાર કેમ થશે ? તથા પર્યાયો જો દ્રવ્યથી ભિન્ન હોય તો “આ દ્રવ્ય ઘટ છે” અને “આ દ્રવ્ય પટ છે” ઈત્યાદિ વ્યવહારો પણ ઘટશે નહીં
તથા વળી જીવ-જ્ઞાન, અને ઘટ-રૂપને એકાન્ત ભિન્ન માનીને પ્રસિદ્ધ એવો નિયત વ્યવહાર ઘટાડવા માટે “સમવાય સંબંધ” આદિ કોઈ અન્ય પદાર્થની કલ્પના કરવામાં આવે તો તે કલ્પના ઉલટી ઘણી જ આપત્તિઓથી ભરેલી છે. જ્ઞાન અને આત્માને જોડનારો, તથા ઘટ અને રૂપને જોડનારો નવો માનેલો તે સમવાય સંબંધ આત્મામાં રહે ? કે જ્ઞાનમાં રહે? કે બન્નેમાં રહે? એવી જ રીતે આ સમવાય સંબંધ ઘટમાં રહે? કે રૂપમાં રહે? કે બન્નેમાં રહે? કોઈ પણ એકમાં તો રહે જ નહીં. કારણકે એકમાં જ જો રહે તો બન્નેને જોડવાનું કામકાજ થાય જ નહીં. હવે જો બન્નેમાં સમવાયસંબંધ રહે તો ભેદસંબંધથી રહે કે અભેદ સંબંધથી રહે ? ભેદ સંબંધથી જો રહે તો તે સમવાયને જોડવા બીજો સમવાય, અને તે