Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૩ : ગાથા-૫
૧૧૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગુરુતા” એ ગુણ છે. તેમ રૂપ-રસ-ગંધ-સ્પર્શ વિગેરે પણ ગુણો જ છે. હવે જો ગુરુતા નામનો ગુણ, સ્કંધ (અવયવી) કરતાં પ્રદેશમાં (અવયવમાં-પરમાણુમાં) અધિક હોય, તો રૂપાદિ ચારે ગુણો પણ અધિક પ્રમાણમાં પરમાણુમાં (અવયવમાં જ) માનવાના રહ્યા, પરંતુ ઢિપ્રદેશી આદિ સ્કંધોમાં (અવયવમાં) માનવાના ન રહ્યા. તેથી પરમાણુમાં (ન્યાયમતને અનુસારે) સાતે પ્રકારનું રૂપ, બન્ને પ્રકારની ગંધ, છએ પ્રકારનો રસ, અને ત્રણ પ્રકારનો સ્પર્શ માનવાનો રહ્યો. અને અવયવી ભૂત સ્કંધોમાં એકરૂપ, એકરસ, એકગંધ અને એકસ્પર્શ માનવાનો રહ્યો. અર્થાત્ જે ગુરુતા અને જે રૂપાદિ ગુણ વિશેષો હાલ અવયવીમાં દેખાય છે તે અવયવમાં (પરમાણુમાં) માનવાના રહ્યા, અને જે અલ્પગુરુતા અને અલ્પરૂપરસાદિક ગુણો અવયવમાં (પરમાણુમાં) દેખાય છે. તે અવયવીમાં (દ્ધિપ્રદેશી આદિમાં) માનવાના રહ્યા. જે વાત લોકવિરુદ્ધ, શાસ્ત્રવિરુદ્ધ, અને યુક્તિવિરુદ્ધ હોવાથી ઉચિત નથી.
___अभेदनयनो बंध मानइं-तो प्रदेशनो भार, तेह ज खंधभार पणइं परिणमइ, जिमतंतुरूप पटरूपपणइ, तिवारइ-गुरुतावृद्धिनो दोष कहिओ, ते न लागइ ॥३-४॥
પોતાની ખોટી માન્યતાને, કદાગ્રહને, અને અહંકારને પોષવા નવી નવી કલ્પનાઓ કરીએ તો પણ દોષોથી અને આપત્તિઓથી કંઈ બચી શકાતું નથી. તેના બદલે કદાગ્રહને ત્યજીને સાચો માર્ગ સ્વીકારવામાં જ લાભ, યશ, ગૌરવ અને શોભા છે. તેથી અવયવઅવયવનો, સ્કંધ-પ્રદેશનો, એટલે કે દ્રવ્ય અને પર્યાયનો જો અભેદસંબંધ માનીએ તો કોઈપણ દોષ આવતો નથી. કારણકે પ્રદેશોનો (અવયવોનો) જે ભાર છે તે જ ભાર સ્કંધપણે પરિણામ પામે છે. પ્રદેશો જે છે તે જ સ્કંધ રૂપે બને છે. જે અવયવ છે. તે જ અવયવી બને છે. તેથી અવયવોની જે ગુરુતા છે તે જ અવયવીની ગુરુતા બને છે. જેમ તંતુઓનું (અવયવોનું) જે રૂપ છે. તે જ રૂ૫ પટના (અવયવીના) રૂપપણે પરિણામ પામે છે આવો અમેદસંબંધ માનો તે વારે (ત્યારે) વજનવૃદ્ધિનો દોષ જે પૂર્વે કહ્યો હતો તે હવે લાગતો નથી. માટે દ્રવ્ય-પર્યાયનો અવશ્ય કથંચિત્ અભેદ સંબંધ છે જ. અને તે અભેદ સંબંધ અહંકાર કદાગ્રહ ત્યજીને સ્વીકારી લેવો જોઈએ. ર૯ ભિન્ન દ્રવ્યપર્યાયનઈ જી, ભવનાદિકનો રે એક | ભાષઇ, કિમ દાખઈ નહી જી, એક દ્રવ્યમાં વિવેક રે //ભવિકાસ-પા
ગાથાર્થ– ભિન્ન ભિન્ન દ્રવ્યોના પર્યાયાત્મક પણે બનેલા ભવનાદિકમાં “આ એક પ્રાસાદ” છે એમ જો એકત્વ (અભેદ) તમે કહો છો. તો પછી એક જ દ્રવ્યના બનેલા પર્યાયમાં અભેદ માનવાનો વિવેક કેમ દાખવતા નથી. ૩-પી