Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
-
ઢાળ- ત્રીજી
એ કાંતિ જો ભાષિઈજી, દ્રવ્યાદિકનો રે ભેદ | તો પરદ્રવ્ય પરિ હુઈજી, ગુણ-ગુણિભાવ ઉચ્છેદ રે .
ભવિકા, ધારો ગુરુ ઉપદેશ Hi૩-૧ ગાથાર્થ– દ્રવ્ય-ગુણ-પર્યાયનો જો એકાત્તે ભેદ કહીએ તો “પદ્રવ્યની પેઠે થઈ જાય અને તેથી ગુણ-ગુણીભાવનો ઉચ્છેદ થઈ જાય. હે ભવ્ય જીવો ! તાત્ત્વિક વાતો સમજવા માટે શ્રી ગુરુભગવંતોનો ઉપદેશ હૈયામાં ધારણ કરો. ૩-૧
ટબો- બદ્રવ્યાદિકનો-દ્રવ્ય-ગુણ પર્યાયનો જો એકાંતઈ ભેદ ભાષિઈ. તો પરદ્રવ્યનઇં પરિ સ્વદ્રવ્યનઇ વિષે પણિ ગુણ-ગુણિભાવનો ઉચ્છેદ થઈ જાઈ” જીવ દ્રવ્યના ગુણ જ્ઞાનાદિક, તેહનો ગુણી જીવદ્રવ્ય, પુદ્ગલ દ્રવ્યના ગુણ રૂપાદિક, ગુણી પુદ્ગલદ્રવ્ય, એ વ્યવસ્થા છઈ. શાસ્ત્રપ્રસિદ્ધ.
ભેદ માનતાં તે લોપાઈ, જીવદ્રવ્યનઈ પુદ્ગલ ગુણસ્ય જિમ ભેદ છઈ તિમ નિજ ગુણસું પણિ ભેદ છઈ, તો “એહનો એહ ગુણી, એહના એહ ગુણ” એ વ્યવહારનો વિલોપ થઈ આવઈ. તે માટઈ દ્રવ્ય ગુણ પર્યાયનો અભેદ જ સંભવઈ. એહવો અભેદનયનો ગુરુનો ઉપદેશ ભણીનઈ ભવ્ય પ્રાણી ધારો ll૩-૧|
વિવેચન– આ સંસારમાં મુખ્યત્વે બે દ્રવ્યો છે. ૧ ચૈતન્યગુણવાળું જીવ દ્રવ્ય, અને ચૈતન્યગુણવિનાનું બીજુ અજીવદ્રવ્ય. ચૈતન્યનું હોવું અને ચૈતન્યનું ન હોવું એ જીવ-અજીવનું લક્ષણ સમજવું. જીવો અનંતા છે. સર્વે જીવો સ્વતંત્ર છે. પરમાણુઓનો પિંડીભાવ થઈને જેવો સ્કંધ બને છે. તેમ જીવોનો સાથે મળીને સ્કંધ બનતો નથી. આ રીતે જીવદ્રવ્યો વ્યક્તિની અપેક્ષાએ સંખ્યામાં અનંતાં હોવા છતાં પણ જાતિની વિવક્ષાએ એક જીવ દ્રવ્ય માનવામાં આવે છે.
અજીવદ્રવ્યના પાંચ ભેદ છે. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, અને ૫ પુદ્ગલાસ્તિકાય. તે પાંચમાં પ્રથમના ચાર અરૂપી છે. વર્ણાદિ ગુણોથી