Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૨
ઢાળ-૩ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને આ અનવસ્થાના દોષથી બચવા માટે જો એમ કહેશો કે ગુણ ગુણીને જોડનારો જે આ પ્રથમ સમવાય છે તેનું સ્વરૂપ જ એવું છે કે તે ગુણ-ગુણીને પણ જોડે છે અને તે પોતે પણ સ્વયં જ ગુણ-ગુણીમાં જોડાઈ જાય છે. તેને જોડવા બીજો સમવાય લાવવો પડતો નથી. અને તેથી અનવસ્થા આવતી નથી આ રીતે જો પ્રથમસમવાયનો સ્વરૂપ સંબંધ જ એવો છે. અર્થાત્ અભિન્ન સંબંધ છે આમ જો માનો એટલે કે પ્રથમ સમવાય સંબંધનું સ્વરૂપ જ એવું છે કે અન્ય સમવાયની સાહાધ્ય વિના સ્વયં પોતે જ ગુણ-ગુણીમાં જોડાઈ જાય છે. તો પછી ગુણ અને ગુણીનું જ સ્વરૂપ આવું માનીએ તો શું દોષ? જે આ ગુણગુણી છે. તે જ પ્રથમ સમવાયની સાહાધ્ય વિના સ્વયં પોતે જ જોડાઈ જાય છે એવું તે ગુણ ગુણીનું જ સ્વરૂપ છે આમ ગુણ-ગુણીનો જ સ્વરૂપ સંબંધ માનતાં શું નુકશાન થાય છે ? જે ફોગટ નવો સમવાયસંબંધ માનીને ગુંચવાડો અને અવ્યવસ્થા ઉભી કરો છો.
ગુંદરનું દૃષ્ટાન્ત પણ અહી બીનઉપયોગી છે. કારણ કે જે બે કાગળો છે. તે બને દ્રવ્યો છે. બે દ્રવ્યોને જોડવા ત્રીજા દ્રવ્યની જરૂર પડે, પરંતુ આ બન્ને દ્રવ્યો નથી. ગુણગુણી છે. વિરુદ્ધ ઉદાહરણ આપીને વિરુદ્ધ વસ્તુની સિદ્ધિ ન કરી શકાય. કપડાંના બે ટુકડાને સાંધવા સોય-દોરો જોઈએ. પરંતુ વસ્ત્રને અને વસ્ત્રનારૂપને જોડવા સોય-દોરો ન જોઈએ. માટે તમારી સમવાયની કલ્પના નિરર્થક છે અને અનવસ્થા દોષના બંધન વાળી છે. ર૭
સ્વર્ણ કુંડલાદિક હુઉં જી,” ઘટ રક્તાદિક ભાવ” એ વ્યવહાર ન સંભવઈજી, જો ન અભેદસ્વભાવ રે
ભવિકા || ૩-૩ / ગાથાર્થ– “સુવર્ણ એ જ કુંડલ આદિ અલંકારરૂપે બન્યું” “જે ઘટ છે. તે લાલ આદિ રંગવાળો બન્યો” જગતમાં ચાલતા આ વ્યવહારો, જો અભેદ સ્વભાવ ન માનીએ તો સંભવતા નથી. ૩-૩l.
ટબો- વળી અભેદ ન માનઈ, તેહનઈ બાધક કહઈ છઈ- “સોનું તેમ જ કુંડલ થયું” “ઘડો પહિલાં શ્યામ હુતો, તેહ જ રાતો વર્ણઈ થયો” એડવો સર્વલોકાનુભવસિદ્ધ વ્યવહાર ન ઘટઈ, જે અભેદસ્વભાવ દ્રવ્યાદિક ૩ નઇ ન હુઈ તો. 3-3ll
વિવેચન–વની (વ્યઃિ ત્રણનો) અમે જે મનડું તેદન વાધવા દે છે = વળી દ્રવ્યાદિ ત્રણનો અભેદ જે ન માને તેને બાધક દોષ કહે છે– દ્રવ્યાદિ ૩નો પરસ્પર કથંચિ અભેદ અવશ્ય છે જ. જો આ “કથંચિ અભેદ” ન માનીએ તો કેટલી મુશ્કેલીઓ આવે? તે સમજવા શાન્તચિત્તે નીચેની કેટલીક બાબતો વિચારવા જેવી છે.