Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૪ કે માટી દ્રવ્યને અવયવ અને ઘટ પર્યાયને અવયવી અન્યદર્શનકારો કહે છે. તંતુ એ દ્રવ્ય છે તેને અવયવ કહેવાય છે. અને તેમાંથી બનતું પટ એ પર્યાય છે તેને અવયવી કહેવાય છે, અહીં જૈનદર્શનમાં જેને દ્રવ્ય-પર્યાય કહ્યા છે. તેને જ ન્યાયદર્શનાદિમાં અવયવ-અવયવી કહ્યા છે. તેઓ ભેદવાદી છે, એટલે અભેદ માનતા નથી, દ્રવ્યથી પર્યાય એકાત્તે ભિન્ન છે. અવયવથી અવયવી એકાન્ત ભિન્ન છે. એમ તૈયાયિકાદિ માને છે. અને એકાન્તભેદ માનવામાં તેઓને કોઈ અન્ય દર્શનકારો જે જે દોષો આપે છે. તેના નિવારણ અર્થે સમવાય સંબંધ આદિની કલ્પના કરવા દ્વારા કુતર્કો કરીને ખોટે રસ્તે પોતે જાય છે. અને બીજાને લઈ જાય છે. પણ સાચું (કથંચિ) અભેદવાદનું સ્વરૂપ સ્વીકારતા નથી. તેઓને દોષ જણાવે છે.
खंध कहिइ-अवयवी, देश कहिइ अवयव, एहोनइं जो भेद मानई, तो बिमणो भार खंधमांहि थयो जोइइं, जे माटि-शततंतुना पटमाहि-शततंतुनो जेटलो भार, तेटलो पटमाहि पणि जोइइ.
જો દ્રવ્યથી પર્યાય (અવયવથી અવયવી) એકાન્ત ભિન્ન હોય તો માટીમાંથી થતો ઘટપર્યાય અને માટીદ્રવ્ય, તંતુમાંથી થતો પટપર્યાય અને તંતુદ્રવ્ય એકાત્તે ભિન્ન છે. એવો અર્થ થયો. હવે જે ઘટ, પટ પર્યાયો ઉત્પન્ન થયા તે જૈનદર્શનની ભાષામાં સ્કંધ કહેવાય છે. અસંખ્ય પ્રદેશોનો પિંડ તે અંધ કહેવાય છે. અને તેના મૂળ કારણભૂત માટી-તંતુ જે દ્રવ્ય છે. તેને અવયવરૂપે પ્રદેશ કહેવાય છે. કારણકે તે પ્રદેશોનું યથાસ્થાને નિયોજન કરવાથી જ ઘટ પટ ઉત્પન્ન થાય છે. ન્યાયદર્શનની ભાષામાં ઘટ-પટને અવયવી કહેવાય છે. અને માટી-તંતુને અવયવ કહેવાય છે.
કારણ કાર્ય | કારણ કાર્ય માટી ઘટ | તંતુ પટ પ્રદેશ સ્કંધ | પ્રદેશ સ્કંધ જૈન દર્શનના પારિભાષિક શબ્દો. અવયવ અવયવી અવયવ અવયવી ન્યાયાદિ દર્શનોના પારિભાષિક શબ્દો.
સ્કંધ કહેતાં અવયવી (ઘટ-પટ) અને પ્રદેશ કહેતાં અવયવ (માટી-તંતુ) આ બન્નેનો (અવયવ-અવયવનો) જો એકાત્ત ભેદ માનીએ તો અવયવીરૂપે બનનારા (ઘટ-પટાત્મક)
સ્કંધમાં બમણો ભાર (બમણું વજન-દ્વિગુણ તોલ) થવો જોઈએ. કારણ કે જ્યારે માટી (અવયવોમાંથી ઘટ (અવયવી) બને છે. ત્યારે માટી અવયવ તો રહે જ છે. તે કંઈ ચાલી