Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૨ ઉત્તર- નો દ્રવ્યન વિષ$ = જો દ્રવ્યને વિષે ગુણ અને પર્યાયોનો સંબંધ કરનાર “સમવાય સંબંધ” નામનો ત્રીજા પદાર્થ છે. આમ માનીને ભિન્નસંબંધ કલ્પીએ તો અનવસ્થા નામના દોષનું બંધન લાગે છે. તે આ પ્રમાણે
"जे माटइं गुणगुणीथी अलगो समवायसंबंध कहीइं, तो ते समवायनइं पणि अनेरो संबंध जोइइ, तेहनइं पण अनेरो, इम करतां किहांइ ठइराव न थाइ" अनइं जो समवायनो स्वरूपसंबंध ज अभिन्न मानो तो गुण-गुणीनइं स्वरूपसंबंध मानतां स्यूं विघटइ छइ ? जे फोक नवो संबंध मानो छो ॥३-२॥
ગુણોને રાખનાર દ્રવ્ય અને દ્રવ્યમાં રહેનાર ગુણો, આ બન્નેને (જેમકે આત્મા+જ્ઞાન, ઘટપટ+રૂપાદિકને) જોડનાર “સમવાય સંબંધ” નામનો ત્રીજો પદાર્થ માનશો તો અમે તમને પુછીએ છીએ કે આ નવો માનેલો સમવાયસંબંધ નામનો ત્રીજો પદાર્થ, ગુણ-ગુણીથી અલગ (ભિન) પદાર્થ છે ? કે ગુણ-ગુણથી અભિન્ન પદાર્થ છે ? જો પ્રથમપક્ષ એટલે કે ગુણગુણીથી સમવાયને અલગ (ભિન્ન) પદાર્થ માનવામાં આવે તો તે સમવાયસંબંધ માટે નવી વિચારણા કરવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે કે બન્નેથી ભિન માનેલો આ સમવાયસંબંધ ગુણમાં રહે છે ? કે ગુણીમાં રહે છે? કે બન્નેમાં રહે છે ? જો એકલા ગુણમાં જ રહે અને ગુણીને સ્પર્શે નહી તો બન્નેનો સંબંધ કરી ન શકે. એવી જ રીતે એકલા ગુણીમાં જ વર્તે અને ગુણને સ્પર્શે નહીં તો પણ બન્નેનો સંબંધ તે કરી ન શકે. તથા વળી બે પદાર્થો (ગુણ-ગુણી) જે અત્યન્ત અલગ છે. વૈરાયમાનવૃત્તિવાળા છે. તે બન્નેને ભેગા કરવાનું કામ કરનારાને એકમાં રહેવું પાલવે નહીં, એકમાં રહેવાથી પક્ષપાતી બનવાથી બન્નેનો સંબંધ થતો હોય તો પણ અસંભવિત બની જાય.
હવે જો બન્નેમાં આ સમવાય સંબંધ વર્તે છે એમ માનશો તો જેમ ગુણ-ગુણીને જોડવા ત્રીજા પદાર્થ તરીકે આ સમવાયસંબંધ લાવ્યા. તેમ આ “સમવાય સંબંધને” ગુણગુણીમાં જોડવા માટે કોઈ અન્ય ચોથો પદાર્થ હોય ? કે સમવાય સંબંધ સ્વયં પોતે જ ગુણગુણીમાં જોડાઈ જાય? જો પ્રથમપક્ષ કહો કે ગુણ-ગુણીમાં સમવાય સંબંધને જોડવા માટે બીજો એક નવો સમવાય સંબંધ આવે કે જે પહેલા સમવાયને ગુણ-ગુણીમાં જોડી આપે તો બીજો સમવાયસંબંધ પણ પ્રથમ સમવાયના જેવો અનેરો (અલગ) સમવાય જ છે. તેથી તે બીજાને જોડવા અનેરો ત્રીજો સમવાય સંબંધ જોઈશે. અને તે (ત્રીજા)ને પણ જોડવા અનેરો (ચોથો) સમવાય જોઈશે. એમ કરતાં કરતાં ક્યાંય દરાવ ઠેરવાનું=અટકવાનું નહી થાય. ક્યાંય પણ અંત આવશે નહીં તેથી “અનવસ્થા” નામનો પારિભાષિક દોષ આવશે જ.