Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૫ આમ બે ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે. એમ જણાય છે. અંધારામાં પડેલો ઘટ સ્પર્શનેન્દ્રિયથી પણ જણાય છે. અને અજવાળામાં પડેલો ઘટ ચક્ષુથી પણ જણાય છે. એમ પટાદિક પદાર્થો પણ ચક્ષુ-સ્પર્શન આમ બે ઈન્દ્રિયોથી ગોચર છે. આ રીતે ગુણો અને પર્યાયો એક ઈન્દ્રિયગોચર અને દ્રવ્ય કીન્દ્રિયગોચર હોવાથી પણ દ્રવ્યાદિનો ભેદ છે. અહીં ઘટ-પટ આદિ દ્રવ્યને અમે જે દ્વીન્દ્રિયગોચર કહ્યું છે. તે તૈયાયિક-વૈશેષિકોના મતને અનુસરીને કહેલું જાણવું. કારણકે તેઓ દ્રવ્યને હીન્દ્રિયગોચર માને છે.
પ્રશ્ન- જો નૈયાયિક-વૈશેષિકોના મતે દ્રવ્યને તીન્દ્રિયગોચર અહીં કહ્યું હોય તો સ્વમતે=જૈન દર્શનને અનુસાર દ્રવ્ય કેવું છે ? શું એકેન્દ્રિય ગોચર છે કે તીન્દ્રિયગોચર છે કે કંઈ ત્રીજુ જ છે ?
ઉત્તર– જૈનદર્શનની દૃષ્ટિએ વ્યવહારનયથી (દ્રવ્ય-ગુણપર્યાયોનો કથંચિ અભેદ માનો ત્યારે) પાંચે ઈન્દ્રિયોથી ગોચર છે. અને નિશ્ચયનયથી (દ્રવ્ય-ગુણપર્યાયોનો કથંચિ ભેદ માનો ત્યારે) અતીન્દ્રિય છે. અર્થાત્ નયભેદે પાંચે ઈન્દ્રિયોથી ગોચર અને અગોચર એમ બને છે. તે વાત વધારે સ્પષ્ટતાથી આ પ્રમાણે છે.
स्वमतइं-गंधादिक पर्याय द्वारइं घ्राणेन्द्रियादिकई पणि द्रव्य प्रत्यक्ष छइ. नही तो"कुसुम गंधु छु" इत्यादि ज्ञाननइं भ्रान्तपणुं थाइ. ते जाणवू.
"इम-एक-अनेक इन्द्रियग्राह्यपणइं द्रव्यथी गुण-पर्यायनो भेद जाणवो. गुण पर्यायनइं माहोमांहि भेद, ते सहभावी क्रमभावी ए कल्पनाथी ज. ॥२-१५॥
જૈનદર્શનના સિદ્ધાન્તને અનુસારે તો દ્રવ્ય પાંચ ઇન્દ્રિયોથી ગોચર છે. પદાર્થમાં રહેલા રૂપ દ્વારા ચક્ષુ વડે અને સ્પર્શ દ્વારા સ્પર્શનેન્દ્રિય વડે જેમ દ્રવ્ય ગોચર થાય છે તેમ પદાર્થમાં રહેલી ગંધ દ્વારા ધ્રાણેન્દ્રિય વડે, રસ દ્વારા રસનેન્દ્રિય વડે, અને શબ્દ દ્વારા શ્રોત્રેન્દ્રિય વડે, આમ, ગંધાદિક ગુણ-પર્યાયો દ્વારા ઘાણેન્દ્રિયાદિ શેષ ઇન્દ્રિયો વડે પણ દ્રવ્યનું પ્રત્યક્ષજ્ઞાન (ઈન્દ્રિયજન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન) અવશ્ય થાય જ છે. જો ન થતું હોત તો “હું ફુલ સુંઘું ” એમ જે બોલાય છે, જણાય છે તે જ્ઞાનને ભ્રાન્તપણું થઈ જાય. અહીં ધ્રાણેન્દ્રિયથી તો ગંધ જ જણાય છે કારણ કે ઇન્દ્રિયોના વિષયો તો ગુણો જ છે. તેથી “હું ફુલની ગંધ સુવું ” એમ બોલવું જોઈએ. પરંતુ એમ ન બોલતાં “હું ફુલ સુથું છું” એમ જે બોલાય છે અને એમ જે જણાય છે. તે ગંધ અને ફુલનો અભેદ પ્રધાન કરીને વ્યવહારનયથી બોલાય છે. માટે કુલ નામનું દ્રવ્ય ધ્રાણેન્દ્રિય ગોચર પણ થયું. એવી જ રીતે આ શાક (વ્યંજન) મોળુ છે કે ગળ્યું છે? તે માટે “હું શાક ચાખુ છું” તથા “આ પાણી