Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-ર : ગાથા-૧૬ સૂચિત થાય છે અને ઘટ પટની નીલ-પીત શ્વેતાદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓ સૂચિત થાય છે. પરંતુ ઘટપટ આદિ પદાર્થો સૂચિત થતા નથી. તેથી “પર્યાયવાચી શબ્દો સિવાય જ્યાં
જ્યાં નામભેદ હોય છે ત્યાં ત્યાં અવશ્ય વસ્તુભેદ હોય જ છે” તેથી આ શબ્દો પર્યાયવાચી ન હોવાથી શબ્દભેદ વસ્તુભેદ અવશ્ય જણાવે છે. આ ન્યાયનો ભંગ થતો નથી.
સંધ્યા-Uના, તેથી મે, “વ્ય ૬, IT અને પર્યાય મા."
સંખ્યાથી પણ દ્રવ્ય તથા ગુણ-પર્યાયોનો ભેદ છે. સંખ્યા શબ્દનો અર્થ ગણના કરવી, ગણતરી કરવી, ગણવું. તેવા પ્રકારની ગણનાથી પણ આ દ્રવ્યાદિનો ભેદ છે. કારણકે આ સંસારમાં જાતિને આશ્રયી જીવ-પુગલ આદિ મૂલ દ્રવ્યો ૬ જ છે. વધારે નથી પરંતુ ગુણો અનંત છે અને પર્યાયો પણ અનંત છે. એક એક દ્રવ્યના અનંત-અનંત (અપાર) ગુણો અને પર્યાયો છે. જેમ કે વિવલિત કોઈ પણ જીવદ્રવ્ય સંખ્યામાં લે છે. પરંતુ તેના જ ગુણો-જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સુખ આનંદ અસ્તિત્વ વસ્તુત્વ આદિ અનેક છે. તથા આ ગુણોની જ પગુણ હાનિવૃદ્ધિરૂપ ક્ષાયોપથમિકભાવના પર્યાયો, તથા નર-નારકાદિક ઔદયિકભાવના પર્યાયો અનેક (અનંત) છે. આ રીતે સંખ્યાથી પણ દ્રવ્યાદિનો ભેદ છે.
लक्षणथी भेद-द्रवण-अनेकपर्यायगमन द्रव्यलक्षण, गुणन-एकथी अन्यनइं भिन्नकरण ते गुण लक्षण, परिगमन-सर्वतो व्याप्ति, ते पर्याय लक्षण.
લક્ષણથી પણ આ દ્રવ્યાદિનો પરસ્પર ભેદ છે. ત્રણેનાં લક્ષણો જુદાં જુદાં છે.
(૧) દ્રવ્યનું લક્ષણ છે કે “વ” થવું-દ્રવીભૂત થવું. જેમ થીજેલું ઘી ગરમ કરવાથી પીગળી જાય તેને દ્રવીભૂત થયું કહેવાય. તેમ કોઈ પણ એકરૂપમાંથી બીજા રૂપમાં આવવું, રૂપાન્તર થવું, ભિન્ન ભિન્ન એવા અનેક પર્યાયોને પામવા. તેને દ્રવીભૂત થવું કહેવાય છે. આ જ દ્રવ્યનું લક્ષણ છે. અને તે લક્ષણ દ્રવ્યમાં જ લાગુ પડે છે. ગુણ-પર્યાયમાં લાગુ પડતું નથી. કારણ કે દ્રવ્ય જ દ્રવીભૂત થાય છે. નવા નવા પર્યાયને પામે છે.
(૨) ગુણનું લક્ષણ છે કે- “I” કરવું એટલે ભિન્નીકરણ કરવું-પૃથક્કરણ કરવું. અર્થાત્ એક વસ્તુને અન્ય વસ્તુઓથી અલગ કરવી તે ગુણનું લક્ષણ છે. જેમ “જ્ઞાન” એ જીવનો ગુણ છે. તેથી જ્ઞાનગુણ એ જીવને અન્ય એવા ઘટ-પટ આદિ પદાર્થોથી અલગ કરે છે. જેમાં જેમાં જ્ઞાનગુણ હોય તે જ જીવ સમજવા. તેનાથી અન્ય પદાર્થો જીવ ન કહેવાય. તેવી જ રીતે રૂપાદિગુણો પુગલદ્રવ્યને અન્ય દ્રવ્યોથી અલગ કરે છે. તેથી “પૃથક્કરણ કરવું” તે ગુણનું લક્ષણ છે.