Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૨ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
द्रव्य घटादिक आधार दीसइ छड़, जे माटइं- "ए घटइं रूपादिक" इम जाणीइं છફ. શુળ-પર્યાય, રૂપ-સાવિ, ગીત-પીતાવિજ આધેય દ્રવ્ય ૩પત્તિ રહિયાં. રૂમ आधाराधेयभावई द्रव्यथी गुण-पर्यायनइ भेद छइ. '
८८
ઘટ-પટ વિગેરે જે દ્રવ્યાત્મક પદાર્થો છે. તે આધાર સ્વરૂપે (રાખનાર તરીકે) દેખાય છે. ને માટછું = કારણ કે “એ ઘટે રૂપાદિક છે” આ ઘટ-પટમાં રૂપ-રસ છે. આ ઘટ-પટમાં નીલ પીતાદિક છે. એમ વાક્યોચ્ચારણાદિમાં ઘટપટ દ્રવ્યો સપ્તમ્યન્ત તરીકે આધારરૂપે ભાસે છે. તેથી આ આધારની પ્રતીતિ થઈ.
હવે જે ગુણ-પર્યાયો છે. તેમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિક જે છે તે ગુણો છે અને નીલપીત-શ્વેત, તિક્ત-મધુર, સુરભિ-દુરભિ, મૃદુ-કર્કશ, ઇત્યાદિ જે ઉત્તર ભેદો ૨૦ છે. તે પણ જો કે ગુણો જ છે. તથાપિ ક્રમભાવિત્વલક્ષણ વડે કરીને પર્યાયો કહેવાય છે. આ ગુણો અને પર્યાયો બે જુદી જુદી વસ્તુઓ નથી, માત્ર સહભાવિત્વ અને ક્રમભાવિત્વના લક્ષણ વડે કથંચિદ્ ભેદ છે. તે સર્વે દ્રવ્યમાં આધેયરૂપે રહેનારા છે. કારણકે (આધેય એટલે) દ્રવ્યની ઉપર વર્તે છે. અહીં દ્રવ્યની ઉપરનો અર્થ દ્રવ્યની માથે (ટોચે) વર્તે છે. એવો અર્થ ન કરવો. પરંતુ દ્રવ્યની અંદર લોહાગ્નિની જેમ વર્તે છે એમ અર્થ કરવો. જેથી ઘટમાં રૂપ છે. પટમાં રૂપ છે. ઘટમાં નીલ-પીત છે. ઈત્યાદિ પ્રતીતિ અનુભવસિદ્ધ છે. આ પ્રમાણે આધાર-આધેય ભાવ વડે દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ સિદ્ધ છે.
तथा रूपादिक गुण - पर्याय: एक इन्द्रियगोचर क. विषय छड़. जिम रूप चक्षुरिन्द्रियई ज जणाइं. रस, ते रसनेन्द्रियई ज इत्यादिक. अनइं घटादिक द्रव्य छइं. ते दोहिं चक्षुरिन्द्रिय अनई स्पर्शनेन्द्रिय, ए २ इन्द्रियनई करीनई जाणो छो. ए नइयायिकमत अनुसरीनई कहिउं.
તથા ઘટ-પટ આદિ પુદ્ગલદ્રવ્યમાં આધેયભાવે રહેનારા રૂપ-૨સ-ગંધ-સ્પર્શાદિ જે ગુણો છે અને નીલ-પીત-શ્વેતાદિ ૨૦ ઉત્તરભેદો રૂપ જે પર્યાયો છે. તે સઘળા ગુણો અને પર્યાયો એક એક ઈન્દ્રિયોથી જ ગોચર છે. એટલે કે એક એક ઇન્દ્રિયોના જ વિષય છે. જેમ કે રૂપ અને તેના ઉત્તરભેદો નીલ-પીતાદિ માત્ર એક ચક્ષુરિન્દ્રિયથી જ ગ્રાહ્ય છે. તથા રસ, અને તિક્ત-કટુ આદિ પેટાભેદો માત્ર એક રસના ઈન્દ્રિયથી જ ગ્રાહ્ય છે. એમ ગંધ અને ગંધના ભેદો ઘ્રાણેન્દ્રિયગ્રાહ્ય છે. સ્પર્શ અને સ્પર્શના ઉત્તરભેદો માત્ર સ્પર્શનેન્દ્રિયથી જ ગ્રાહ્ય છે. ઈત્યાદિ જાણી લેવું.
અને ઘટ-પટ આદિ દ્રવ્યો (કે જેગુણ-પર્યાયોનો આધાર છે. પરંતુ આધેય રૂપ નથી તે) રોહિં-દામ્યામ્-બે ઈન્દ્રિયો વડે એટલે કે ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય વડે ગ્રાહ્ય છે.