Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૨
ઢાળ-૨ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સિદ્ધત્વ, આ પ્રમાણે સંસારિત્વને જીવની એક અવસ્થા સ્વરૂપે વિવક્ષા કરીએ ત્યારે
આત્મા” એ દ્રવ્ય, અને સંસારિત્વ અને સિદ્ધત્વ એ પર્યાય કહેવાય છે. આ રીતે જીવ અને પુગલમાં જીવત્વ અને પુગલત્વ એ મૂલભૂત દ્રવ્ય છે. તથા દેવાદિક (દેવ-મનુષ્યતિર્યંચ અને નારકી) આદિ પર્યાયો હોવા છતાં પણ તેના પોતાના ઉત્તરભેદોની અપેક્ષાએ આ દેવાદિક જે દ્રવ્ય છે. તે પણ સંસારિત્વની અપેક્ષાએ પર્યાય બને છે. અને તેના ઉત્તરભેદો જે જીવ-પુગલના પર્યાયો છે છતાં તે પણ સ્વપર્યાયની અપેક્ષાએ આપેક્ષિક દ્રવ્ય કહેવાય છે. તેથી જ ૬ દ્રવ્યોમાં જીવ-પુદ્ગલ નામનાં જે મૂળભૂત બે દ્રવ્યો છે. તે મૂળભૂત રીતે બે જ દ્રવ્ય હોવા છતાં વ્યવહારમાં સુવર્ણ-પીત્તળ-રૂપુ-ઘટ-પટ આદિ અનેક અપેક્ષિક દ્રવ્યો કહેવાય છે.
વો વચ-ને રૂમ દ્રવ્યત્વ સ્વમાવિવશ ન થવું. સાક્ષ થયું છે. ઉપર જે સમજાવવામાં આવ્યું. તેમાં કોઈ શિષ્ય મનમાં શંકા લાવીને કદાચ આમ કહેશે (પુછશે) કે જો આમ જ હોય તો આ જીવ પુદ્ગલમાં જે દ્રવ્યપણું છે તે સ્વાભાવિક નથી એમ જ સિદ્ધ થયું. પરંતુ માત્ર અપેક્ષાકૃત જ દ્રવ્યપણું છે. એવો જ અર્થ થયો. અર્થાત્ મૂળભૂત સ્વરૂપે દ્રવ્યત્વ નથી, પરંતુ પરસ્પરની અપેક્ષાએ જ દ્રવ્યપણું છે એવો અર્થ થશે. જેમ બે ભાઈઓમાં નાનાપણું અને મોટાપણું આપેક્ષિક છે વસ્તુતઃ કોઈ નાનો નથી અને કોઈ મોટો નથી તેમ અહીં પણ થશે વાસ્તવિક દ્રવ્યત્વ રહેશે જ નહીં.
तो कहई जे- "शबल वस्तुनो अपेक्षाईं ज व्यवहार होइ" इहां दोष नथी. जे समवायिकारणत्व प्रमुख द्रव्यलक्षण मानइं छइं. तेहनइं पणिं अपेक्षा अवश्य अनुसरवी. "कुणनुं समवायिकारण ?" इम आकांक्षा होइ. तो कुण- द्रव्य ? ए अपेक्षा किम न હો ?' ઉપરના પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે “સઘળી વસ્તુઓનો જે કોઈ વ્યવહાર થાય છે તે સઘળો વ્યવહાર અપેક્ષાએ જ થાય છે. અપેક્ષા સ્વીકારવામાં કોઈ દોષ નથી. જગતનું સ્વરૂપ જ અપેક્ષાથી ભરેલું છે. સઘળાં દ્રવ્યોમાં જે દ્રવ્યપણું છે તે પોતપોતાના પર્યાયોની અપેક્ષાએ જ છે. જે વસ્તુ જેમ છે. તે વસ્તુને તેમ માનવામાં કહેવામાં સમજવામાં અને સમજાવવામાં યથાર્થવાદ છે. પરંતુ કોઈ દોષ લાગતો નથી.”
જે જે દર્શનકારો અપેક્ષાવાદને (સ્યાવાદને) નથી માનતા. તેઓને પણ ગર્ભિત રીતે અપેક્ષાવાદ સ્વીકારવો જ પડે છે. જેમ કે ન્યાય-વૈશેષિક દર્શનકારો દ્રવ્યનું લક્ષણ સમવાયRUત્વ માને છે. તેને પણ અપેક્ષા અવશ્ય સ્વીકારવી જ પડે છે. દ્રવ્યના લક્ષણની બાબતમાં તેઓનું કહેવું એમ છે કે જો “TUવત્ત” (ગુણવાળાપણું) આવું દ્રવ્યનું લક્ષણ કરીએ તો અવ્યાપ્તિદોષ આવે. કારણકે સર્વે દ્રવ્યોમાં ઉત્પત્તિના પ્રથમ