Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૮
ઢાળ-૨ : ગાથા૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ક્રમભાવિત્વની કલ્પના વડે કરાયેલું ગુણ-પર્યાયમય સ્વરૂપ પોતપોતાના સ્વભાવે જ વર્તે છે. સારાંશ કે ધર્મ અને ધર્મી એમ બે જ તત્ત્વ છે. આધાર રૂપ જે તત્ત્વ છે. તે ધર્મી છે. અને આધેય રૂપ જે તત્ત્વ છે. તે ધર્મ છે. આ ધર્મને જ્યારે સહભાવિ પણે નિરખીએ ત્યારે તે ગુણ કહેવાય છે. અને આ જ ધર્મને જ્યારે ક્રમભાવિ પણે નિરખીએ ત્યારે તે પર્યાય કહેવાય છે. તેથી ગુણ-પર્યાય ભિન્ન ભિન્ન નથી. પરંતુ સહભાવિ અને ક્રમભાવિ એવી કલ્પનાવડે કરાયેલો ભેદ છે. વાસ્તવમાં ભેદ નથી. ઘટ એ દ્રવ્ય છે. રૂપ રસાદિક એ ગુણ છે. રૂપ રસાદિકની પરાવૃત્તિ તે પર્યાય જાણવો. જીવ એ દ્રવ્ય છે. જ્ઞાનાદિક એ ગુણો છે અને તે જ્ઞાનાદિક ગુણોની જે પરાવૃત્તિ (હાનિ-વૃદ્ધિ વિગેરે) તે પર્યાય જાણવો. આ પ્રમાણે દ્રવ્ય નામનો ધર્મી પદાર્થ, ગુણ અને પર્યાય પામવાની શક્તિસ્વરૂપ છે. અને ગુણ-પર્યાયો તેમાં પ્રગટ થવાના સ્વરૂપવાળા છે. તેથી વ્યક્તિ સ્વરૂપ છે. (વ્યક્ત થવાના સ્વભાવવાળા છે.) આ રીતે દ્રવ્ય જ એક શક્તિ સ્વરૂપ છે. અને ગુણ-પર્યાયો વ્યક્તિસ્વરૂપ છે.
कोइक दिगंबरानुसारी-शक्तिरूप गुण भाषइ छइ. जे माटइं-ते इम कहइ छइ. जे"जिम द्रव्यपर्यायचं कारण द्रव्य, तिम गुणपर्याय, कारण गुण. द्रव्यपर्याय-द्रव्यनो अन्यथाभाव, जिम-नर-नारकादिक, अथवा-द्वयणुकत्र्यणुकादिक. गुणपर्याय-गुणनो अन्यथाभाव. जिम-मतिश्रुतादि विशेष. अथवा-सिद्धादिकेवलज्ञानविशेष. इम-द्रव्य-गुण ए जातिं शाश्वत, अनइं-पर्यायथी अशाश्वत, इम आव्युं"
દિગંબર સંપ્રદાયને અનુસરનારા કોઈક આમ માને છે કે જેમાં પર્યાયો પામવાની શક્તિવાળું દ્રવ્ય છે. તેવી જ રીતે ગુણો પણ પર્યાયો પામવાની શક્તિવાળા છે. અર્થાત્ જેમ દ્રવ્ય શક્તિરૂપ છે. તેમ ગુણ પણ (પર્યાયો પામવાની) શક્તિરૂપ છે. જે માટે = એટલે). કારણકે તે દિગંબરાનુયાયી આમ કહે છે કે જેમ- “દ્રવ્યપર્યાયનું કારણ દ્રવ્ય છે. તેમ ગુણપર્યાયનું કારણ ગુણ છે. પર્યાય પામવાની શક્તિ જેવી દ્રવ્યમાં છે. તેવી જ ગુણમાં પણ છે. તેથી દ્રવ્ય અને ગુણ એ બે મૂલ જાતિ છે. અને તે બન્નેના જુદા જુદા પર્યાયો છે. દ્રવ્યના પર્યાયને દ્રવ્યપર્યાય કહેવાય છે. અને ગુણના પર્યાયને ગુણપર્યાય કહેવાય છે.
દ્રવ્યપર્યાય = એટલે દ્રવ્યનું અન્યથા થવું તે. દ્રવ્યનું રૂપાન્તર-પરિવર્તન. ગુણપર્યાય = એટલે ગુણનું અન્યથા થવું તે. ગુણનું રૂપાન્તર-પરિવર્તન.
“આત્મા” નામનું જે દ્રવ્ય છે તેના મનુષ્ય, તિર્યંચ-નારકી આદિ જે જે પર્યયો થાય છે તે જીવદ્રવ્યના દ્રવ્યપર્યાય જાણવા. એવી જ રીતે “પુદ્ગલ” નામનું જે અજીવ દ્રવ્ય છે. તેના બે પરમાણુ-ત્રણ પરમાણુ સાથે મળીને જે યણુક-ચણકાદિ સ્કંધો બને છે. અથવા
,