Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૦ મોટા સ્કંધો વિખેરાઈને જે નાના સ્કંધો બને છે તે સર્વે અજીવ દ્રવ્યના દ્રવ્યપર્યાયો જાણવા આ બધાં “દ્રવ્યપર્યાયનાં” ઉદાહરણો સમજવાં.
એવી જ રીતે “ગુણપર્યાય” એટલે ગુણોનો અન્યથા ભાવ. ગુણોનું બદલાવાપણું. જેમ કે “જ્ઞાન” એ જીવનો ગુણ છે. પરંતુ જ્ઞાનોપયોગમાં કોઈક કાળે મતિજ્ઞાનોપયોગ હોય, કોઈક કાળે શ્રુતજ્ઞાનોપયોગ હોય. કોઈક કાળે દર્શનોપયોગ હોય. એમ મતિ-શ્રુત આદિ ઉપયોગવિશેષ. અથવા મતિ-શ્રુત આદિ જ્ઞાનોની ક્ષયોપશમભાવે તરતમતારૂપ વિશેષતા. આ સઘળા ગુણપર્યાયો જાણવા અને કેવલજ્ઞાન પામી ચુકેલા કેવલી ભગવંતોમાં હીનાધિક્તા થવા રૂપ પર્યાયો સંભવતા નથી. પરંતુ તે કેવલજ્ઞાનમાં ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધસ્થકેવલજ્ઞાન. અથવા એકસમયાવચ્છિન્ન સિદ્ધસ્થ કેવલજ્ઞાન, દ્વિસમયાવચ્છિન્ન સિદ્ધસ્થ કેવલજ્ઞાન ઈત્યાદિ જ્ઞાનવિશેષતા સિદ્ધાવસ્થામાં પણ સંભવે. તેથી આ સર્વે જીવદ્રવ્યના જ્ઞાનાત્મક ગુણના પર્યાયો છે. તેથી ગુણપર્યાયો કહેવાય છે. તેવી જ રીતે ઘટ-પટ આદિ પુદ્ગલદ્રવ્યના રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ ગુણો છે. પરંતુ રૂપમાં નીલ-પીત-શ્વેત-રક્ત-કૃષ્ણાદિ ભાવે જે રૂપાન્તર થાય છે. તે ગુણપર્યાય છે. તથા ગંધ એ ગુણ છે. પરંતુ ગંધમાં સુરભિદુરભિ પણે જે રૂપાન્તર થાય છે. તે સઘળા ગુણપર્યાય કહેવાય છે. આ રીતે જીવ અને પુદ્ગલાત્મક દ્રવ્ય જેમ મૂલજાતિરૂપે શાશ્વત છે. તેવી જ રીતે જ્ઞાનાદિ જીવના ગુણો અને રૂપાદિ પુદ્ગલના ગુણો એ જાતિ પણ દ્રવ્યની જેમ જ શાશ્વત છે. અર્થાત્ દ્રવ્ય એક, અને ગુણ બીજી એમ બે મૂલજાતિ છે અને તે શાશ્વત (ધ્રુવ) છે. અને તે બન્નેનાં જે જે રૂપાન્તરો થાય છે. તે પર્યાયો છે અને તે પર્યાયો પણ દ્રવ્યપર્યાય અને ગુણપર્યાયના નામે દ્વિધા છે. અને તે પર્યાય પરિવર્તન પામતા હોવાથી અશાશ્વત છે. આમ આ તત્ત્વ છે. આ પ્રમાણે દિગંબરાનુયાયી કહે છે
પ્રશ્ન- દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય આમ પર્યાયના બે ભેદ છે. દ્રવ્યની જેમ ગુણમાં પણ પર્યાય પામવાની શક્તિ છે. આવી વાત દિગંબરોના શાસ્ત્રમાં ક્યાં કહી છે ? ક્યા ગ્રંથમાં અને કઈ ગાથામાં કહી છે.
ઉત્તર– શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પ્રવચનસાર નામના ગ્રંથમાં શેયતત્ત્વાધિકાર નામના બીજા અધિકારમાં ૯૩મી ગાથામાં અને તેના ઉપર રચાયેલી શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકામાં આ વર્ણન છે. તે ગાથા તથા ટીકાનો પાઠ આ પ્રમાણે છે.
अत्थो खलु दव्वमओ, दव्वाणि गुणप्पगाराणि भणिदाणि । તેë પુજે પઝાયા, પઝયમૂઠા દિવસમાં રૂા પ્રવચનસાર /