Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૧ “પરિગમન, પર્યાય, અનેકકરણ, અને ગુણ આ ચારે શબ્દો એક જ અર્થવાળા છે. પર્યાયવાચી શબ્દો જ છે. છતાં “ગુણ” એવા શબ્દની પ્રસિદ્ધિ નથી પણ “પર્યાય”શબ્દની પ્રસિદ્ધિ છે. કારણકે ભગવાનની દેશના પર્યાયાર્થિકનયની છે.” આ ગાથાથી સ્પષ્ટ સમજાય છે કે પર્યાય અને ગુણ બને શબ્દો એકાર્થક જ છે. ખરેખર તો “અનેકકરણ”આ તેનું લક્ષણ છે. તો જેમ પર્યાયો દ્રવ્યને અનેકરૂપે કરે છે તેમ ગુણ પણ દ્રવ્યને અનેકરૂપે કરે જ છે. જેમ નર-નારકાદિ પર્યાયો જીવદ્રવ્યને અનેકપણે કરે છે. આ જીવ નર છે. આ જીવ નારકી છે. આ જીવ દેવ છે. ઈત્યાદિ રૂપે જીવદ્રવ્યને જેમ પર્યાયો અનેકરૂપે વ્યવહારયોગ્ય બનાવે છે. તેમ ગુણો પણ તે દ્રવ્યને અનેકરૂપે કરે જ છે. જે જીવ પૂર્વે મતિજ્ઞાનવાળો હતો, તે જીવ હવે શ્રુતજ્ઞાનવાળો થયો, તથા જે જીવ શ્રુતજ્ઞાનવાળો હતો તે જીવ હવે કેવલજ્ઞાનવાળો થયો ઈત્યાદિ કહેવાય જ છે. તથા આ જીવ અલ્પજ્ઞાની, આ જીવ અધિકજ્ઞાની ઇત્યાદિ રીતે ગુણો પણ જીવદ્રવ્યને અનેકસ્વરૂપે સમજાવે જ છે.
જે રૂપ, રસાદિક ગુણો છે તે જ નીલ, પીત શ્વેત તથા તિક્ત કટુ આદિ સ્વરૂપે છે. રૂપરસાદિક અને નીલપીતાદિક ભિન્ન વસ્તુ નથી. તેથી દ્રવ્ય અને પર્યાય એમ બે જ વસ્તુ છે. પર્યાયોને સહભાવી પણે વિચારીએ ત્યારે તે ગુણપણે જણાય છે અને તે પર્યાયોને ક્રમભાવી પણે વિચારીએ તો પર્યાય રૂપે જણાય છે. એમ માત્ર સહભાવી ક્રમભાવપણાની કલ્પના દ્વારા કરાયેલો ભેદ છે. વસ્તુતઃ ગુણો જ પર્યાય રૂપ છે. જ્ઞાન જ મત્યાદિરૂપ છે. તેથી આધારભૂત પદાર્થને દ્રવ્ય કહેવાય છે. અને આધેયભૂત ધર્મને પર્યાય કહેવાય છે. અને તે પર્યાયને સહભાવી લક્ષણથી જોઈએ ત્યારે તે પર્યાયને જ ગુણ કહેવાય છે.
ગુણો એ જ પર્યાયો છે. અને પર્યાયો એજ ગુણો છે માત્ર સહભાવિતા અને ક્રમભાવિતાના લક્ષણથી કથંચિત્ ભેદ જણાય છે. પરમાર્થથી ભેદ નથી.
जिम क्रमभाविपणुं पर्याय- लक्षण छइ, तिम अनेक करवू. ते पणि पर्याय- लक्षण छइ, द्रव्य तो एक ज छइ. ज्ञान-दर्शनादिक भेद कहइ छइ. ते पर्याय ज छइ. पणि गुण न कहिइं, जे माटि द्रव्य-पर्यायनी देशना भगवंतनी छइ, पणि द्रव्य-गुणनी देशना नथी ए જાથાર્થ ,
સમ્મતિ પ્રકરણના ત્રીજા કાંડની ૧૨મી ગાથાનો અર્થ ટબાકારશ્રી પોતે જ ખોલે છે કે- જેમ ક્રમભાવિત્વ એ પર્યાયનું લક્ષણ છે. તેમ “અનેક કરવું” આ પણ પર્યાયનું લક્ષણ છે. દ્રવ્ય તો એક જ છે. જેમ કે કોઈ પણ વિવક્ષિત જીવદ્રવ્ય તો એક જ છે. પરંતુ જ્ઞાનદર્શનાદિક ગુણો તે જીવદ્રવ્યનો ભેદ (અનેક) કરે છે. જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા ઇત્યાદિ. તેથી પર્યાયનું મને એવું લક્ષણ જેમ પર્યાયમાં વર્તે છે તેમ અનેકકરણ આ