Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૨ યુવા-અને વૃદ્ધાવસ્થામાં અવસ્થા રૂપે જોઈએ તો ભેદ છે અને મનુષ્યપણે જોઈએ તો અભેદ છે. તેમ ગુણ અને પર્યાયોમાં સહભાવીપણે અને ક્રમભાવપણે કહીને ભેદ દેખાડ્યો છે. પરંતુ પરમાર્થથી બે તત્ત્વ જુદાં હોય એવો ભેદ નથી.
આ રીતે ગુણ-પર્યાયનો જે ભેદ છે તે ઉપચારમાત્રથી (આરોપિતપણે) જ છે. પરમાર્થથી નથી. તેને શક્તિરૂપ પદાર્થ કેમ કહેવાય ? જેમ પત્થરની ગાય, સાચી ગાયની સાથે આકારમાત્ર પણે સમાન હોવાથી ઉપચારે ગાય કહેવાય છે. પરંતુ તેથી તે ગાય કંઈ દૂધ આપે નહીં. કારણ કે પરમાર્થથી તો તે ગાય જ નથી. તેમ ગુણો પણ ઉપચારથી જ ભિન્ન સમજાવ્યા છે. પરમાર્થથી ભિન્ન નથી. તેથી તે ગુણો દ્રવ્યની જેમ પર્યાય પામવાની શક્તિવાળા કેમ કહેવાય ? કારણ કે વાસ્તવમાં (પર્યાયથી ભિન્ન એવું) ગુણ નામનું કોઈ તત્ત્વ છે જ નહીં. જ્ઞાન અને મતિધૃતાદિવિશેષ, રૂપ અને નીલ પીતાદિ, પરસ્પર ભિન્ન ભિન્ન નથી. પરંતુ જ્ઞાનગુણ જ મતિ-શ્રુત રૂપે પર્યાયાત્મક છે. તથા રૂપગુણ જ નીલ-પીતાદિ ભાવ પર્યાયાત્મક છે. તથા વળી નર-નારકાદિ જે પર્યાયો છે તે જીવમાં જેમ ઔદયિકભાવના પર્યાયો છે તેમ જ મતિધૃતાદિ જે પર્યાયો છે. તે પણ જીવદ્રવ્યના જ પર્યાયો છે. સ્વતંત્રપણે ગુણના પર્યાયો નથી. ફક્ત તે ક્ષાયોપથમિક ભાવના પર્યાયો છે. અમુક પર્યાયો ઔદયિકભાવના છે. અને અમુક પર્યાયો ક્ષાયોપથમિકભાવના છે. પરંતુ બધા જ પર્યાયો જીવદ્રવ્યના છે. પણ ગુણના નથી ઇત્યાદિ સમજવું. BRoll જો ગુણ ત્રીજો હોઈ પદારથ, તો ત્રીજો નય લહિઈ રે ! દ્રવ્યારથ પર્યાયારથ નય, દોઈ જ સૂત્રિ કહિછે રે |
જિનવાણી રંગઈ મનિ ધરિઇ ર-૧ર.. ગાથાર્થ– જો “ગુણ” નામનો ત્રીજો પદાર્થ હોત તો નય પણ ત્રીજો જૈન શાસનમાં કહ્યો હોત. પરંતુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ નયો સૂત્રોમાં કહેલા છે. (તેથી ત્રીજો પદાર્થ નથી એમ જાણવું.) ર-૧૨ા
ટબો- હવઈ જે ગુણ, પર્યાયથી ભિન્ન માનઈ છઈ, તેહનઈ દૂષણ દિઈ કઈ- જો ગુણ, ત્રીજો પદાર્થ-દ્રવ્ય પર્યાયથી જુદો ભાવ હોઈ, તો ત્રીજો નય લહીઇં-પામિદં, અનઇ સૂગઇ તો દ્રવ્યાર્થ પર્યાયાર્થ એ બિહુ જ નય કહિયા છઈ. ગુણ હોઈ, તો ગુણાર્થ નય પણિ કહિઓ જોઈઈ. / ૩ સૌ :
दो उण नया भगवया, दव्वट्ठिय पज्जवट्ठिया णियया । ન ચ પુur Tળો વિ હુંતો, મુદ્રુિમ-નવિ ગનંતી રૂ-૧૦ | (સ. પ્ર.)