Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૦ ઢાળ-૨ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જીવમાં જ્ઞાનપર્યાય વધારે છે આ જીવમાં ચારિત્રપર્યાય વધારે છે. આ જીવમાં તપનો પર્યાય અધિક છે. ઈત્યાદિ રીતે ગુણોને પર્યાય તરીકે જ વ્યવહારાય છે. તેથી ગુણો એ પર્યાય જ છે. પર્યાયથી ભિન નથી.
કદાચ અહીં કોઈ આવી શંકા કરે કે “ ના” ઈત્યાદિ શાસ્ત્રપાઠોમાં કાળા આદિ વર્ણોને એકગુણકાળો, દશગુણકાલો, અનંત ગુણકાળો એમ “ગુણ” શબ્દથી પણ પ્રતિપાદન કરેલું છે. તો તમે એમ કેમ કહો છો કે ગુણોને પર્યાય તરીકે જ કહ્યા છે ? તેનો ઉત્તર એ છે કે ગુણોનું આ પ્રતિપાદન ગણિતશાસ્ત્રોમાં આવતા સરવાળા-બાદબાકીગુણાકાર અને ભાગાકાર વિગેરે વિષયસંબંધી ગુણાકારને સૂચવનારું છે. પરંતુ ગુણ નામનો સ્વતંત્ર પદાર્થ છે. એમ શેયવિષય તરીકે ગુણને સૂચવનારૂં નથી. અને જે ગુણાકાર અર્થ જણાવે છે. તે તરતમતારૂપ પર્યાય જ છે. તેથી ગુણાર્થિકનય થતો નથી. કારણ કે “જોયને જણાવનારી જે દૃષ્ટિ તે નય,” પરંતુ ય, દ્રવ્ય-પર્યાય એમ ઉભયાત્મક જ છે. માટે ગયો પણ બે જ છે.
"इम गुण, पर्यायथी परमार्थदृष्टि भिन्न नथी, तो ते द्रव्यनी परि शक्तिरूप किम વહિવું ?” ર-૨૨
આ પ્રમાણે પરમાર્થષ્ટિએ (વાસ્તવિકપણે) ગુણો, એ પર્યાયથી ભિન્ન તત્ત્વ નથી. ગુણો જ પર્યાયરૂપ બને છે. તો પછી તે ગુણોને દ્રવ્યની જેમ પર્યાય પામવાની શક્તિવાળા કેમ કહેવાય ? ગુણ અને પર્યાય એમ જે ભેદ કહેવાય છે. તે સહભાવી અને ક્રમભાવી પણાના લક્ષણને કારણે ઔપચારિક ભેદ છે. તાત્વિકભેદ નથી. તેથી ગુણ એ પર્યાય પામવાની શક્તિરૂપ નથી. પરંતુ દ્રવ્ય પોતે જ ગુણોને આશ્રયી પર્યાય પામે છે. // ૨૧ // જો ગુણ, દલ પર્યવનું હોવઈ, તો દ્રવ્યઈ ચૂં કીજઈ રે ! ગુણ-પરિણામ પટંતર કેવલ, ગુણ-પર્યાય કહી જઈ રે !
જિનવાણી રંગઈ મનિ ધરાઈ ર-૧૩ ગાથાર્થ જો ગુણ એ પર્યાયનું દલ (ઉપાદાનકારણો હોય તો દ્રવ્યમાં શું કાર્ય કરાય? અર્થાત્ દ્રવ્ય કંઈ જ કરશે નહીં માટે “ગુણ-પર્યાય” આમ જુદા જે કહેવાય છે તે કેવળ ઔપચારિક (કાલ્પનિક) ગુણ-પરિણામનો પટંતર (ભેદ) છે. ર-૧૩
ટબો- “પર્યાયદલ માર્ટિ” ગુણનઈ શક્તિરૂપ કહઈ છઈ, તેહનઈ દૂષણ દિઈ છઈ- જો ગુણ, પર્યાયનું દલ કહિતાં-ઉપાદાન કારણ હોઈ, તો દ્રવ્યઇ ચૂં કીજઈ? દ્રવ્યનું કામ ગુણઇં જ કીધઉં. તિ વારઇ, ગુણ ૧. પર્યાય ૨. જ પદાર્થ કહો. પણિ ત્રીજો ન હોઈ.
!)