Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧૪ આ કારણથી જ “દ્રવ્ય-ગુણ-પર્યાય” એવાં જે ત્રણ નામો પ્રવર્તે છે તે પણ ભેદોપચાર માત્રથી જ છે. પરમાર્થથી નથી. એમ ભાવાર્થ સમજવો. સારાંશ કે આધારભૂત જે પદાર્થ છે તે દ્રવ્ય છે. અને તેમાં જે જે પરિવર્તનો થાય છે. તે આધેયરૂપે રહેલા (ગુણોના બનેલા) પર્યાયો છે. આ રીતે દ્રવ્ય અને પર્યાય એ બે જ તત્ત્વો છે. ગુણ નામનો ત્રીજો કોઈ પદાર્થ નથી. પરંતુ કોઈ પૂછે કે આ પર્યાયો જે બન્યા, તે શાના બન્યા છે? તેની ઓળખ આપવામાં આવે છે કે જે ગુણો છે તે જ પરિવર્તન પામ્યા છે. માટે ગુણોના (ગુણોને આશ્રયી) પર્યાયો થાય છે. પરંતુ તે પર્યાયો થાય તો છે દ્રવ્યમાં જ. આ રીતે ભાવાર્થ જાણવો. ર રા. એક અનેક રૂપથી ઈણિ પરિ, ભેદ પરસ્પર ભાવો રે | આધારાધેયાદિકભાવિં, ઈમજ ભેદ મનિ લ્હાવો રે ||
જિનવાણી રંગાઈ મનિ ધરીઈ ર-૧૪ ગાથાર્થ– આ પ્રમાણે એક-અનેક રૂપથી દ્રવ્યનો તથા ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ જાણો. તથા આધાર-આધેય વિગેરે રૂપે પણ આ જ રીતે ભેદ મનમાં સમજો. ર-૧૪
- ટબો- એખિં પરિ દ્રવ્ય એક, ગુણ-પર્યાય અનેક, એ રૂપઈ પરસ્પર ક. માંહોમાંહિં ભેદ ભાવો-વિચારો, ઈમ જ આધાર આધેય પ્રમુખ ભાવ ક-સ્વભાવ, તેણઈ કરી મનમાંહિં લ્યાવો, જે માટિં પરસ્પર અવૃત્તિધર્મ પરસ્પરમાંહિ ભેદ જણાવઈ I૨-૧૪ll
વિવેચન– દિગંબરાસ્નાયની સાથે ઉપરોક્ત લાંબી ચર્ચા કરીને એક વાત સિદ્ધ કરી કે “ગુણો અને પર્યાયોની વચ્ચે પારમાર્થિક ભેદ નથી. કાલ્પનિક ભેદ છે. વસ્તુસ્થિતિ ઓળખાવવા માટે જ ભેદ બોલાય છે. વસ્તુતઃ ગુણો પોતે જ તરતમભાવે થવારૂપે, હાનિવૃદ્ધિ થવા રૂપે, અથવા રૂપાન્તરપણે પરિણામ પામવા સ્વરૂપે પરિવર્તન પામે છે. તેને જ પર્યાય કહેવાય છે. એટલે ગુણો અને પર્યાયો વચ્ચે ભેદ સમજવાનો કે સમજાવવાનો છે જ નહીં. કારણ કે તે છે જ નહીં. પરંતુ આ ઢાળમાં દ્રવ્યનો તથા ગુણ-પર્યાયોનો ભેદ સમજાવાય છે, દ્રવ્યથી ગુણો, અને દ્રવ્યથી પર્યાયો કથંચિ ભિન્ન છે. તે સમજાવાય છે. જો કે આ ભેદ પણ એકાન્તિક નથી પરંતુ ભેદભેદ છે. એટલે કે ભેદ પણ છે. અને અભેદ પણ છે. અર્થાત્ અભેદ સાપેક્ષ એવો ભેદ દ્રવ્ય-ગુણ વચ્ચે તથા દ્રવ્ય-પર્યાય વચ્ચે પારમાર્થિકપણે છે ખરો, નથી એમ નહીં, કે કલ્પના માત્રકત ઔપચારિક ભેદ નથી. તાત્વિક ભેદ છે. અને તે પણ અભેદસાપેક્ષ છે ત્યાં પ્રથમ આ ઢાળમાં ભેદ સમજાવે છે
एणिं परि द्रव्य एक, गुण-पर्याय अनेक ए रूपइं परस्पर क. माहोमांहिं भेद भावोविचारो. इम ज आधार आधेय प्रमुख भाव क. स्वभाव, तेणइ करी मनमांहिं ल्यावो.