Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૪
ઢાળ-૨ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અને કોના આધારે બીજું કોણ ? આમ બન્નેમાંથી એકનો પણ ભેદ સિદ્ધ થાય નહીં. આ રીતે કાર્યભેદ અને કારણભેદ એક બીજા ઉપર આધાર રાખતા હોવાના કારણે જે વસ્તુસ્થિતિ સિદ્ધ ન થાય. તેને શાસ્ત્રોમાં “અન્યોન્યાશ્રય” દોષ કહેલો છે. અન્યોન્યાશ્રય નામરૂં તૂષા ૩પન$ = આ અન્યોન્યાશ્રય નામનું દૂષણ આવે.
તથા વળી “મતિ-શ્રુત-કેવળ” આદિ જે જ્ઞાનના પર્યાય કહ્યા, અને નીલ-પીત રક્તાદિ જે રૂપાદિ ગુણના પર્યાય કહ્યા, પરંતુ ખરેખર તે ઉચિત નથી. કારણ કે મતિ-શ્રુત અને કેવળાદિ પર્યાયો જ્ઞાનમાં વર્તતા હોય, નીલ-પીત-શ્વેતાદિ ભાવો રૂપાદિગુણમાં વર્તતા હોય, તો તો તે તેના પર્યાય કહેવાય. પરંતુ મતિ-શ્રુત-કેવળ આદિ પર્યાયો જીવદ્રવ્યમાં વર્ત છે. જ્ઞાન ગુણમાં વર્તતા નથી. કારણકે ગુણો તો નિર્ગુણ હોય છે. ગુણોમાં ગુણો કે પર્યાયો વર્તતા નથી. ત્યાં આધાર આધેય ભાવ નથી એવી જ રીતે નીલ-પીતાદિ પર્યાયો પણ રૂપાદિ ગુણોમાં વર્તતા નથી. પરંતુ ઘટપટાદિ દ્રવ્યમાં વર્તે છે. જે પર્યાયો જેમાં વર્તે તે પર્યાયો તેના કહેવાય. મત્યાદિ પર્યાયો જીવદ્રવ્યમાં અને નીલ-પીતાદિ પર્યાયો ઘટપટમાં વર્તે છે. તેથી તે બધા પર્યાયો દ્રવ્યપર્યાયો જ છે. તે પર્યાયોનો ગુણની સાથે આધાર-આધેયભાવ નથી માટે ગુણપર્યાયો કહેવાતા નથી. પરંતુ દ્રવ્યમાં જે જે ગુણો વર્તે છે તે તે ગુણો પોતે જ તે તે પર્યાય સ્વરૂપે પરિણામ પામે છે. એવો કર્મધારય સમાસ છે. પરંતુ ષષ્ઠી કે સપ્તમી તપુરુષ સમાસ નથી. ગુIT Uવ થીમવન્તિ તિ અUપયા: આવો કર્મધારય સમાસ છે. પરંતુ ગુના પર્યાયા:, અથવા પુ પર્યાય રૂતિ ગુપયા: આવો સમાસ નથી. જ્યારે દ્રવ્યપર્યાયા: શબ્દમાં આધાર-આધેય ભાવ છે. કારણ કે TUપર્યાયવત્ દ્રવ્યર્થ નક્ષમ છે. તેથી ત્યાં કર્મધારય સમાસ નથી. પરંતુ ષષ્ઠી-સપ્તમી તપુરુષ સમાસ છે. આ રીતે વિચારીશું તો જરૂર સમજાશે કે ગુણપર્યાય અને દ્રવ્યપર્યાય એવા બે જાતના પર્યાયો જ નથી. માત્ર એકલા દ્રવ્યના જ પર્યાયો છે. અને તે દ્રવ્યના પર્યાયો ગુણોને આશ્રયી પ્રવર્તે છે. અર્થાત્ “આધારભૂત
એવા દ્રવ્યમાં ગુણો પોતે જ રૂપાન્તર પામે છે.” એટલે કે આ પર્યાયો ક્યાં થયા? તો દ્રવ્યમાં થયા. અને કોને આશ્રયી થયા ? તો ગુણોને આશ્રયી થયા-આમ જાણવું જોઈએ.
તે ટ = તે કારણથી “TUIT ” ગુણ અને પર્યાય એમ બન્ને ને દિઃ જે જુદા જુદા કહેવાય છે. તે ગુણપરિણામનો = ગુણ અને પર્યાયનો પરંતર = કલ્પનાકૃત ભેદ અર્થાત્ ઉપચાર માત્રથી જ કાલ્પનિક ભેદ છે. “તૈત્નસ્થ થા”ની જેવો ભેદ ઘટે છે. આ રીતે તેથી જ્ઞ = ઉપચારમાત્રથી જ = કલ્પના માત્રથી જ વન સંભવ = કેવળ આ ભેદ સંભવે છે. પતિ-પરમાડું નહી = પરંતુ પરમાર્થથી ગુણ અને પર્યાયનો તાત્ત્વિકભેદ સંભવતો નથી.