Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૨
ઢાળ-૨ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ જો “ગુણ” એ જ પર્યાયનું દલ છે (પર્યાય પામવાનું ઉપાદાન કારણ છે.) અર્થાત્ પર્યાયની શક્તિવાળું “ગુણ” તત્ત્વ છે. આમ જો માનીએ તો દ્રવ્ય શું કરશે ? દ્રવ્ય તો નિરર્થક જ બની જશે. કારણકે “દ્રવ્યનું જે કામકાજ હતું તે કામ ગુણે જ કીધુ (કર્યું). આમ, દ્રવ્ય નિષ્પયોજન થઈ જશે અને તે કાળે ગુણ નામનું તત્ત્વ એક અને પર્યાય નામનું તત્ત્વ બીજું એમ સિદ્ધ થઈ જશે પરંતુ દ્રવ્ય નામનું ત્રીજું તત્ત્વ, તત્ત્વથી તો રહેશે જ નહીં.
દ્રવ્યમાં પર્યાય પામવાની શક્તિ છે. તેના કારણે દ્રવ્ય જ નવા નવા પર્યાયોને પામે છે. માટી દ્રવ્ય જ પિંડ-સ્થાસ-કોશ-કુશૂલાદિ આકારે પરિણામ પામે છે. જો આમ માનવામાં ન આવે અને ગુણોમાં પર્યાયની શક્તિ કલ્પવામાં આવે તો દ્રવ્યનું જે કામ હતું તે ગુણે જ કર્યું. એટલે દ્રવ્યને કંઈ કરવાનું રહેતું જ નથી. તેથી દ્રવ્ય નિરર્થક અને અપરિણામી થઈ જશે. એકાન્ત ધ્રુવ એકાન્ત નિત્ય પર્યાયવિનાનું બની જશે. આ વાત યુક્તિસંગત નથી. માટે માનવું જોઈએ કે દ્રવ્ય એ શક્તિરૂપ છે. પણ ગુણ એ શક્તિરૂપ નથી.
“વોટ્ટ “વ્યપર્યાયઃ TUપર્યાયઃ” રૂપ ધારણ મન ,
ते माटिं-द्रव्य १, गुण २, रूप कारण भिन्न कल्पिइ" ते जूठं ।
શંકા- અહીં કોઈ દિગંબર મતાનુયાયી શિષ્ય પ્રશ્ન કરે છે કે પર્યાયો બે પ્રકારના છે એક દ્રવ્યપર્યાય અને બીજા ગુણપર્યાય, આમ પર્યાયાત્મક કાર્ય ભિન્ન ભિન્ન છે. તે માટે તે બન્ને પ્રકારના પર્યાયાત્મક કાર્યનાં કારણ પણ ૧ દ્રવ્ય સ્વરૂપ અને ૨ ગુણ સ્વરૂપ એમ બે પ્રકારનાં ભિન્ન ભિન્ન કારણ કલ્પવાં જોઈએ. માટીમાંથી પિંડ-સ્થાસ-કોશ-કુશૂલાદિ જે બને છે તે દ્રવ્યપર્યાય કહેવાય છે અને રૂપમાં નીલ-પીતાદિ જે બને છે તે ગુણના પર્યાય કહેવાય છે. એવી જ રીતે જીવમાં નર-નારકાદિ જે પર્યાયો થાય છે તે દ્રવ્યના પર્યાય કહેવાય છે અને જ્ઞાન એ ગુણ છે. તેમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-કેવલજ્ઞાનરૂપ જે પર્યાયો થાય છે. તે ગુણના પર્યાયો છે. આમ પર્યાયો રૂપ કાર્યની દ્વિવિધતાને લીધે કારણની પણ દ્રવ્ય-ગુણ રૂપે દ્વિવિધતા આપોઆપ સિદ્ધ થાય છે. તેથી દ્રવ્ય, ગુણ, આ બે શક્તિરૂપ તત્ત્વ છે. અને તેમાંથી જન્મ પામનારા પર્યાયો સ્વરૂપ કાર્ય બે પ્રકારનું છે. (૧) દ્રવ્યપર્યાય, અને (૨) ગુણપર્યાય. આમ કલ્પવું જોઈએ. કારણ પણ બે પ્રકારનું અને કાર્ય પણ બે પ્રકારનું. કાર્યભેદ સ્પષ્ટ દેખાય છે. તેથી કારણભેદ અવશ્ય હોવો જ જોઈએ. આ પ્રમાણે જે કોઈ શિષ્ય (દિગંબર) કહે છે. તે જૂઠું છે. અર્થાત્ મિથ્યા છે. આ કલ્પના સાચી નથી.
जे माटि-कार्यमांहि कारणशब्दनो प्रवेश छइ, तेणइ-कारणभेदई कार्यभेद सिद्ध थाइ, अनइं कार्यभेद सिद्ध थयो होइ, तो कारणभेद सिद्ध थाइ, ए अन्योन्याश्रय नामइं