Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૮
ઢાળ-૨ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એકાકાર પ્રતીતિ ઉપજઈ. તિહાં તિર્યકસામાન્ય કહિઈ. જિહાં કાલભેદઈ-અનુગતાકાર પ્રતીતિ ઉપજઈ. તિહાં ઉર્ધ્વતા સામાન્ય કહિઇ.”
કોઈ દિગંબરાનુસારી ઈમ કહઈ છઈ, જે “ષ દ્રવ્યનઇ કાલપર્યાય રૂપ ઉર્ધ્વતાસામાન્ય પ્રચય છઈ. કાલ વિના પાંચ દ્રવ્યનઈ અવયવસંઘાતરૂપ તિર્યકપ્રચય છઈ” તેમનઈ મતઇ “તિર્યક્તચયનો આધાર ઘટાદિક તિર્યકસામાન્ય થાઈ. તથા પરમાણુરૂપ અપ્રચયપર્યાયનું આધાર ભિન્ન દ્રવ્ય જોઈઈ' તે માર્ટિ-પ દ્રવ્યનઇ ખંધ દેશ પ્રદેશ ભાવઇ એકાનેક વ્યવહાર ઉપપાદવો. પણિ તિર્યપ્રચય નામાન્તર ન કરવું. રિ-પા
વિવેચન–fમન વિકતિમાં-મિનપ્રવેશ વિરોષમાં ને દ્રવ્યની વિત વિરૂપ-વિકાર તેરવાડકું છછું. તેનડું તિર્યસામાન્ય દિઠું નામ ધટ-પટપણું-ઘટત્વ રાષ્ટ્ર છ = એક જ કાળે ભિન્ન ભિન્ન એવી અનેક વ્યક્તિઓમાં (વસ્તુઓમાં) અર્થાત્ ભિન્ન ભિન્ન પ્રદેશોથી બનેલી વસ્તુઓમાં એકરૂપતા એટલે એકાકારતા જણાવવા સ્વરૂપ દ્રવ્યની જે સામાન્ય = સમાન પણાની શક્તિ દેખાય છે. તેને તિર્યકસામાન્ય કહેવાય છે. એકજ કાળમાં વર્તતા, એક સરખા સમાન આકારવાળા, ભિન્ન ભિન્ન દ્રવ્યોના બનેલા, પદાર્થોમાં “એકાકારપણાની” સમાન પ્રતીતિ જે શક્તિ કરાવે છે તે દ્રવ્યશક્તિને તિર્ય સામાન્ય કહેવાય છે. જેમ કે સોનાના, રૂપાના, તાંબાના, સ્ટીલના, પિત્તળના અને માટીના બનાવેલા અનેક ઘડાઓમાં
ઘટાકારતા પણે” આ પણ ઘટ છે આ પણ ઘટ છે. એવી પ્રતીતિ જેનાથી (જે શક્તિથી) થાય છે. તે તિર્યસામાન્ય કહેવાય છે. આ તિર્યસામાન્યમાં એકજ કાળે, દૃષ્ટિ સામે પડેલા હજારો ઘડાઓ ઘટપણે સમાનરૂપે જે દેખાય છે. ત્યાં કાળભેદ નથી. પરંતુ સેંકડો-હજારો ઘડા છે. તેથી તે ઘડાઓને રહેવાનું ક્ષેત્ર જુદુ જુદુ છે. માટે ક્ષેત્રભેદ છે. તથા ભિન્ન ભિન્ન પ્રદેશોના બનેલા છે. કાપડની એક દુકાનમાં જુદા જુદા ખાનાઓમાં પડેલા તાકાઓને “આ સર્વે કાપડના તાકા પટપણે સમાન છે” આવી સમાનપણાની બુદ્ધિ જે શક્તિથી થાય છે તે શક્તિને તિર્યસામાન્ય કહેવાય છે.
સામાન્ય
ઉર્ધ્વતાસામાન્ય
તિર્થક્સામાન્ય अनुगताकारप्रतीतिः
एकाकारप्रतीतिः એક જ દ્રવ્યના
ભિન્ન ભિન્ન દ્રવ્યનો કાળક્રમે થતા અનેક પર્યાયમાં | એક જ કાળે થતો સમાન એક આકાર ઉપર-ઉપર સામાન્યપણાની દૃષ્ટિ દોડે તે | તિર્થી અંગુલી દ્વારા જેનો નિર્દેશ થાય છે.