Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૨
ઢાળ-૨ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ રીતે વ્યવહાર નયની માન્યતા હોવાથી કારણ પણ અનેક છે અને કાર્ય પણ અનેક છે. જેમ કે તૃણ કારણ દૂધ કાર્ય, દૂધ કારણ દહી કાર્ય, દહી કારણ માખણ કાર્ય, માખણ કારણ ઘી કાર્ય, ઘી કારણ મોદક કાર્ય, આ રીતે પૂર્વ પૂર્વ પર્યાય કારણ અને ઉત્તર ઉત્તર પર્યાય કાર્ય થાય છે. જેથી અનંતા પૂર્વપર્યાયો કારણ બને છે અને અનંતા ઉત્તર પર્યાયો કાર્ય બને છે. આમ રિમેન્ટે શવિત મેરે રૂમ વ્યવહરિ વ્યવરિ-કાર્યભેદ હોતે જીતે કારણભેદ હોય છે. એમ વ્યવહારનયથી જાણવું અનેક કારણ અને અનેક કાર્ય આ વ્યવહારનયની માન્યતા છે.
પરંતુ નિશ્ચયનયની માન્યતા કંઈક જુદી જ છે. તેનું કહેવું છે કે
કાર્ય અને કારણનો ભેદ નથી. પરંતુ દ્રવ્ય પોતે જ કારણભૂત છે. અને તે દ્રવ્ય પોતે જ જુદા જુદા કાર્યરૂપે પરિણામ પામે છે. જેમ કે તૃણ-દૂધ-દહી-માખણ-ઘી અને મોદક આ સર્વે પર્યાયો ક્રમશઃ પ્રગટ થતા હોવાથી, જીવ વડે કરાતા હોવાથી (fજયતે યર્ તમ્ સાર્થ-જે કરાય તે કાર્ય) તે સર્વે પર્યાયોને કાર્ય જ કહેવાય છે. પર્યાયો અનંતા છે. માટે કાર્યો અનંત છે. પરંતુ તૃણ-દુગ્ધાદિ પર્યાય (કાર્ય) ભાવે પરિણામ પામનારૂં “પુદ્ગલાસ્તિકાય” એ જ એક મૂલ દ્રવ્ય કારણ છે. ત્યાં કારણભૂત પુદ્ગલદ્રવ્ય એક જ છે અનેક નથી. આ રીતે કાર્યો (પયાર્યો) અનેક છે. જે પૂર્વાપર રૂપે પ્રગટ થાય છે. અને નાશ પામે છે. અર્થાત્ ઉત્પાદ-વ્યયાત્મક છે. અને કારણ એક મૂલ દ્રવ્યમાત્ર જ છે. કે જે એકરૂપ છે. તથા જે દ્રવ્ય “અનેકકાર્યો કરવાના એક સ્વભાવવાળું જ માત્ર છે.” દ્રવ્યનો પોતાનો એવો એક સ્વભાવ જ છે કે જે અનેક કાર્યો કરે. જેમ દૂધ એક દ્રવ્ય છે. તેનો એવો સ્વભાવ છે કે તેમાંથી પેંડા, દુધપાક, બાસુદી, ખીર, દહીં, ચા વિગેરે અનેકકાર્યો થાય છે. આ રીતે નિશ્ચયનયની દૃષ્ટિએ નાનાકાર્ય=અનેકકાર્યો છે. પરંતુ કારણ એક=વિવિધકાર્ય કરવાવાળું કારણ એક જ માત્ર છે. એટલે કે વિવિધકાર્ય કરવાના સ્વભાવથીયુક્ત એવું દ્રવ્ય એ કારણ છે. આવું હૃદયમાં અવશ્ય ધરીએ. તત્ત્વ સમજવું જોઈએ કે વ્યવહારનવે પૂર્વાપર પર્યાયોને જ કારણકાર્યરૂપે માન્યા છે. તેથી અનેકકારણ અને અનેક કાર્ય તે ન માને છે.
પરંતુ નિશ્ચયનય કહે છે કે જેમ ઉત્તર ઉત્તર પર્યાયો ઉત્પત્તિ વ્યયવાળા હોવાથી કાર્ય છે. તેમ પૂર્વ પૂર્વ પર્યાયો પણ ઉત્પત્તિ અને વ્યયવાળા હોવાથી કાર્ય જ છે. તે પૂર્વ-ઉત્તર સર્વે પર્યાયો ઉત્પાદ-વ્યયવાળા હોવાથી કારણ સ્વરૂપ નથી પણ કાર્યસ્વરૂપ છે તે પર્યાયો પામનારૂં (પર્યાય પામવાના એક સ્વભાવવાળું) જે મૂળભૂત દ્રવ્ય છે. તે કારણ છે. અને તે દ્રવ્ય તો સદા એક જ છે. માટે કારણ સદા એકરૂપ જ હોય છે. આ રીતે નિશ્ચય નયની દૃષ્ટિએ કાર્ય અનેક (નાના), અને કારણ દ્રવ્યમાત્ર સ્વરૂપ એક હોય છે.