Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૦ ઢાળ-૨ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ પ્રમાણે કોઈ પણ વિવક્ષિત દ્રવ્યમાં પોત પોતાના પર્યાયો પામવાની પારિણામિકભાવે જે શક્તિ વર્તે છે તે ઓઘશક્તિ છે. અને તે તે દ્રવ્યમાં વિવક્ષિત એવો તે તે પર્યાય પ્રગટ થવાનો કાલ પાકી ચુક્યો હોય, ઈતર સર્વકારણોની ઉપસ્થિતિ હોય ત્યારે તત્તત્સમયવર્તી યોગ્યતા તે સમુચિતશક્તિ છે. આ રીતે દ્રવ્યની અંદર પોત પોતાના કોઈ પણ પર્યાય (એટલે કાર્ય) પ્રગટ થવાની શક્તિ અવશ્ય રહેલી છે પરંતુ દૂર દૂર કારણમાં કાર્યની ઓઘશક્તિ અને નિકટતમ કારણમાં કાર્યની સમુચિતશક્તિ વર્તે છે. આ બન્ને પ્રકારની શક્તિ કાર્યની ઉત્પત્તિના પૂર્વકાળમાં (એક દૂરકાળમાં અને બીજી નજીકના કાળમાં) વર્તે છે. એક શક્તિ પરંપરાકારણમાં અને બીજી શક્તિ અનંતરકારણમાં વર્તે છે. અને તે બે શક્તિઓ દ્વારા જ અંતે કાર્ય નીપજે છે. આમ, પૂર્વાવસ્થામાં કારણ અને ઉત્તરાવસ્થામાં કાર્ય થાય છે. આ રીતે વ્યવહાર નય માને છે. તે વાત આગળલી ગાથામાં સમજાવે છે. ll૧૭
કારભેદઈ શક્તિભેદ” ઇમ વ્યવહારિ વ્યવહરિ રે ! નિશ્ચય “નાના કારય-કારણ એકરૂપ” તે ધરિ ઈ રે
જિનવાણી રંગઈ મનિ ધરિઇ ર-ાા ગાથાર્થ– કાર્યભેદે કારણભેદ છે. એમ વ્યવહારનયથી જાણવું. પરંતુ નિશ્ચયનયથી તો કાર્ય નાના (ભિન્ન ભિન્ન) = અનેક છે અને કારણ એક જ છે. રિ-૯
ટબો- ઈમ એકેક કાર્યની ઓઘ-સમુચિત રૂપ અનેક શક્તિ એક દ્રવ્યની પામિઈ. તે વ્યવ્હારનયઇ કરીનઇં વ્યવહારિઈ. તે નય કાર્ય કારણ ભેદ માનઈ છઈ. નિશ્ચયનયથી દ્રવ્ય-નૈનાકાર્ય કારણ એકશક્તિસ્વભાવ જ હૃદયમાંહિ પરિઈ. નહીં તો સ્વભાવભેદઈ દ્રવ્યભેદ થાઈ. તે દેશ કાલાદિકની અપેક્ષાઈ-એકનઈં અનેક કાર્યકારણ સ્વભાવ માનતાં કોઈ દોષ નથી. કારણાંતરની અપેક્ષા પણિ સ્વભાવમાંહિં જ અંતભૂત છઈ. તેણઈ-તેહનું પણિ વિફલપણું ન હોઈ
તથા “શુદ્ધનિશ્ચયનયનઇ મતઇ કાર્ય મિથ્યા છઇ.” “કવિને ર વનતિ, વર્તમાનેfપ તથા” રૂતિ વાન્ કાર્ય-કારણકલ્પનારહિત શુદ્ધ અવિચલિતરૂપ દ્રવ્ય જ છઈ. તે જાણવું. રિ-૯ll
વિવેચન- કાર્ય અને કારણનો ભેદ છે. કાર્ય ઉત્તરકાળે થાય છે. અને કારણ પૂર્વકાળમાં હોય છે. આમ વ્યવહારનય માને છે. તેથી જ કાર્યનો અર્થી જીવ તેને અનુરૂપ