Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ ૨ : ગાથા-૮
=
જેમ પ્રાણીમાં એટલે કે ભવ્યજીવમાં પૂર્વના એટલે કે પહેલાનાં જે અનંતા પુદ્ગલ પરાવર્તન વીત્યાં છે. પસાર થયાં છે. તે સર્વ પુદ્ગલ પરાવર્તનમાં પણ ઓઘે એટલે કે ઓઘઉર્ધ્વતાસામાન્ય રૂપે ધર્મશક્તિ રહેલી છે. નહી તો એટલે જો અચરમ પુદ્ગલ પરાવર્તનમાં ઓઘે ઓઘે પણ ધર્મશક્તિ ન હોય તો છેનડું છેલ્લા ચરમ પુદ્ગલ પરાવર્તમાં તે ધર્મશક્તિ પ્રાણીમાં આવે નહીં, કારણ કે પદાર્થમાં તિરોભાવે જે સ્વરૂપ સત્ હોય છે. તે જ સ્વરૂપ કાળાન્તરે આવિર્ભાવે નીપજે છે. જે સ્વરૂપ તિરોભાવે પણ ઉપાદાનમાં ન હોય અને સર્વથા અસત્ જ હોય છે તે સ્વરૂપ તે પદાર્થમાં કદાપિ નીપજતું નથી. જેમ કે રેતીમાં તેલ, સસલામાં શીંગડા વિગેરે, શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ન અક્ષતો વિદ્યતે ભાવ:’'જે સર્વથા અસત્ હોય છે. તેનો ભાવ (આવિર્ભાવ) કદાપિ થતો નથી. માટે ચરમ પુદ્ગલ પરાવર્તનમાં જીવની અંદર જો ધર્મશક્તિ આવિર્ભાવે પ્રગટ થતી દેખાય છે. તો તે ધર્મશક્તિ પૂર્વકાલમાં વીતેલાં અનંત પુદ્ગલ પરાવર્તનમાં પણ ઓઘે છે જ. અને અચરમ પુ. ૫. માં ઓઘે પણ ધર્મશક્તિ છે તો જ તે શક્તિ છેલ્લા પુદ્ગલપરાવર્તમાં સમુચિતરૂપે આવિર્ભૂત થાય છે.
अत एव - अचरमपुद्गलपरावर्त भव बाल्यकाल कहिओ छड़ अनई छेहलो पुद्गलपरावर्त धर्म यौवनकाल कहिओ छइ
૬૯
આ કારણથી જ અચરમ પુદ્ગલ પરાવર્તનવાળો જે કાળ છે. એ ધર્મને માટે સંસારી જીવનો બાલ્યકાળ જાણવો. અને છેલ્લુ પુદ્ગલ પરાવર્તન એ ધર્મને માટે જીવનો યૌવનકાલ જાણવો. પૂજ્યપાદ સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહરાજશ્રી પોતાની બનાવેલી વિંશતિવિંશિકા નામના ગ્રંથમાં ચોથી વિંશિકાના ૧૯મા શ્લોકમાં જણાવે છે કે
अचरमपरिअट्टेसुं कालो भवबालकालमो भणिओ
चरमो उ धम्मजुव्वणकालो ચરમ આવર્ત એ ધર્મનો યૌવનકાળ જાણવો. તદ્દ ચિત્તમેોત્તિ = તે તે પ્રકારે જીવમાં ચિત્તનો (વિચારધારાનો) ભેદ થાય છે. એક ક.લે ગાઢ મિથ્યાત્વવાળું ચિત્ત હોય છે. બીજાકાલે સમ્યક્ત્વાભિમુખ ચિત્ત હોય છે.
=
છેલ્લાની પૂર્વેના પુદ્ગલ પરાવર્તન સંબંધી જે કાલ,
તે સંસારમાં ધર્મ માટે બાલ્યકાળ જાણવો.
=
મૂલગાથામાં “પ્રાણી” શબ્દ સામાન્યપણે સર્વજીવ વાચક હોવા છતાં પણ ટબામાં તેનો અર્થ સામાન્ય જીવ માત્ર ન કરતાં “ભવ્ય જીવ” એવો અર્થ જે કર્યો છે. તેનું કારણ એ છે કે ભવ્યજીવમાં જ અચરમ અને ચરમ પુદ્ગલપરાવર્તન સંભવે છે. અભવ્યમાં મુક્તિગમન ન હોવાથી ચરમપુદ્ગલ પરાવર્તન હોતુ નથી. તેથી ચરમ-અચરમનો વ્યવહાર ત્યાં (અભવ્યમાં) નથી. તેથી ટબામાં ભવ્યપ્રાણીનો ઉલ્લેખ કરેલો છે.