Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૪
ઢાળ-૨ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વભાવમાં જ અંતર્ભત કરવી. તૃણકાલે રહેલા પુગલોનો એવો સ્વભાવ જ છે કે તેમાંથી પ્રથમ દૂધ જ થાય, દધિ આદિ બનવાની શક્તિ હોવા છતાં પણ તે ન થાય અને તે દૂધ બનવામાં પણ ગોમુક્તતા કારણોતર મળે તો જ થાય. તેવી જ રીતે દૂધ રૂપે રહેલાં પુગલોનો પણ એવો સ્વભાવ જ છે કે તેમાંથી દધિ જ થાય. બીજાં કાર્યો ન થાય. અને તે પણ ખટાશનો યોગ મળે તો જ થાય, આ રીતે તે તે દેશ-કાલાદિકની અપેક્ષાએ એક દ્રવ્યમાં જ અનેકકાર્ય કરણ-એટલેકે અનેક કાર્ય કરવાનો સ્વભાવ છે. એમ માનવામાં કોઈ દોષ નથી. અને કારણોતરોની જે અપેક્ષા રાખવામાં આવે છે તે પણ સ્વભાવમાં જ અંતર્ભત ગણી લેવી. તે તે દ્રવ્યનો તેવો તેવો સ્વભાવ જ છે કે તે તે પ્રતિનિયત એવાં બીજાં કારણોતરો મલે તો જ તે તે કાર્ય કરે એટલે દ્રવ્યમાં કાર્યની શક્તિ હોવા છતાં કારણોતરની અપેક્ષાવાળી તે શક્તિ છે. આવો આ દ્રવ્યનો સ્વભાવ છે. તેડું તેથી તેનું તે કારણાન્તરોનું પણ વિપકનિષ્ફળપણું ન હોદ્દ થતું નથી. કારણાન્તરો મળે તો જ દ્રવ્ય પોતાનું કાર્ય કરવાના સ્વભાવવાળું છે. આમ માનવાથી તે કારણાન્તરોનું પણ નિષ્ફળપણું થતું નથી. નિશ્ચયનયથી આ જે કંઈ સમજાવવામાં આવ્યું છે કે કારણભૂત દ્રવ્ય એક છે અને કાર્યભૂત પર્યાયો અનેક છે. તથા પોતાનાં અનંત કાર્ય કરવાનો (પર્યાય પામવાનો) દ્રવ્યમાં સ્વભાવ હોવા છતાં ક્રમશઃ જે થવાનું હોય તે જ કાર્ય કરે અને કારણાન્તરો મળે ત્યારે જ વિવક્ષિતકાર્ય કરે આ સઘળી વાત પણ અશુદ્ધ નિશ્ચયનયથી જાણવી. અર્થાત્ શુદ્ધ નિશ્ચયનયનું માનવું આ નય કરતાં વળી કંઈક જુદુ છે.
પ્રશ્ન- શુદ્ધ નિશ્ચયનયનું માનવું શું છે? તે તો સમજાવો.
ઉત્તર તથા “શબ્દનિશ્ચયનયનડું મારું કાર્ય મિથ્યા છે” “માવાવ વયનાસ્તિ, वर्तमानेऽपि तत्तथा" इति वचनात्, कार्यकारणकल्पनारहित शुद्ध अविचलितरूप द्रव्य ज છે. તે નાખવું. -
શુદ્ધ નિશ્ચયનયના મતે તો સર્વે પણ કાર્યો મિથ્યા છે. કાર્ય કારણ જેવું કંઈ છે જ નહીં. માત્ર પરિણામી સ્વભાવવાળું દ્રવ્ય જ છે. તૃણમાંથી દૂધ થયું એટલે વ્યવહારી લોકો દૂધને કાર્ય માને છે. પરંતુ વાસ્તવિક વિચારીએ તો દૂધ જેવું કોઈ કાર્ય જ નથી. કારણ કે તે દુગ્ધાત્મક કાર્ય, શું તૃણના પૂર્વકાળમાં હતું. અને થયું? કે તૃણના અંતકાળમાં હતું અને થયું ? કે તૃણના વર્તમાનકાળમાં હતું અને થયું ? આમ ત્રણ પક્ષો છે. આ ત્રણમાંથી એક પણ પક્ષ યુક્તિ સંગત નથી. તે આ પ્રમાણે- તૃણના પૂર્વકાળમાં તો કાર્ય છે જ નહિ. આ વાત જગત્મસિદ્ધ છે. હવે બીજો પક્ષ લહીએ કે તૃણના અંતકાળે છે. તો તે વાત પણ મિથ્યા છે. કારણકે તૃણનો નાશ થવાનો જે ચરમસમય છે. તે સમયે તૃણ નાશ પામતું હોવાથી