Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૯ કારણસામગ્રી શોધે છે. એકઠી કરે છે. અને ભેગી કરેલી તે કારણસામગ્રીમાંથી પ્રયત્નવિશેષ કાર્ય નીપજાવે છે. જેમ કે માટી, દંડ, ચક્ર, ચીવર (કપડું) વિગેરે કારણસામગ્રી, ઘટના પૂર્વકાલમાં ઘટનો અર્થી જીવ પ્રાપ્ત કરે છે. અને તે સામગ્રી પ્રાપ્ત કર્યા પછી પ્રયત્નવિશેષ કરવાથી સર્વે કારણોનું યથાસ્થાને યુજન વિશેષ કરવાથી તેમાંથી કાળાન્તરે ઘટાત્મક કાર્ય નીપજાવે છે. આ રીતે વ્યવહારનય માને છે અને સંસારમાં પણ આ રીતે જ કાર્યકારણની વ્યવસ્થા જીવોને દેખાય છે. કારણકે સંસારી લોકો વ્યવહાર નયને અનુસરનારા પ્રાયઃ હોય છે. જો આ વ્યવસ્થા ન માનવામાં આવે તો ઘટનો અર્થી માટી જ લાવે અને પટનો અર્થી તનુ જ લાવે, આમ કેમ? ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય જો બનતું હોય તો માટીમાંથી પટ, અને તજુમાંથી ઘટ પણ નીપજવો જોઈએ. પરંતુ આમ બનતું નથી. તેથી આ સંસારમાં કાર્યકારણભાવની જે નિયત વ્યવસ્થા છે. તે સઘળી વ્યવસ્થા આ ઓઘશક્તિ અને સમુચિતશક્તિને આભારી છે. અને આ સર્વે દ્રવ્યોનો પારિણામિક સ્વભાવ છે. આમ જાણવું. ઉપાદાન કારણભૂત દ્રવ્યમાં રહેલી છે તે કાર્યરૂપે પરિણામ પામવાની સામાન્ય યોગ્યતા અને ચરમ સમયનિષ્ઠયોગ્યતા, એ સઘળી દ્રવ્યશક્તિ કારણરૂપ છે. અને તે કાર્યના પૂર્વકાળવર્તી છે તથા તે બન્ને શક્તિદ્વારા પ્રગટ થનારો પર્યાયવિશેષ એ કાર્ય છે જે ઉત્તરસમયવર્તી છે. એમ કાર્યકારણનો ભેદ વ્યવહારનય માને છે. અને સ્કૂલ વ્યવહારી જીવોને આ વાત સમજાય તેવી છે. માટીમાંથી ઘટ, તજુમાંથી પટ, દુધમાંથી ઘી, સુવર્ણમાંથી મુદ્રાદિ નીપજે છે. આ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે–
इम एकेक कार्यनी ओघ-समुचितरूप अनेकशक्ति एक द्रव्यनी पामिइं. ते व्यवहारनयई करीनई व्यवहारिइ. ते नय कार्यकारण भेद मानइ छइ. निश्चयनयथी द्रव्य नानाकार्यकारण एकशक्तिस्वभाव हृदयमांहि धरिइं.
આ પ્રમાણે એક એક કાર્યની ઓઘશક્તિ અને સમુચિત શક્તિ સ્વરૂપ અનેક શક્તિઓ કારણરૂપે એક એક દ્રવ્યની અંદર પડેલી હોય છે. તૃણ નામના એક જ દ્રવ્યમાં દૂધ-દહીં-માખણ અને ઘી થવાની અનેક શક્તિઓ રહેલી છે. તેમાં કોઈ શક્તિ પોતાનું કાર્ય નિકટના કાળમાં કરે છે એટલે તેને સમુચિતશક્તિ કહેવાય છે. અને કોઈ શક્તિ પોતાનું કાર્ય પૂરતર કાળે કરે છે એટલે તેને ઓઘશક્તિ કહેવાય છે આમ કોઈ પણ એક દ્રવ્યમાં ભાવિમાં થનારું કાર્ય અવશ્ય સત્ છે. અને તેથી જ પૂર્વકાલમાં તે તે કાર્યની ઉત્પાદક શક્તિઓ પણ સત્ છે. આ રીતે કાર્ય કારણનો કાલ આશ્રયીને ભેદ છે એમ વ્યવહારનયે કરીને વ્યવહરવું (કહેવું-માનવું). કારણકે આ વ્યવહારનય કાર્ય-કારણનો ભેદ માને છે. પૂર્વકાળમાં કારણ અને ઉત્તરકાળમાં કાર્ય છે. આમ વ્યવહારનય માને છે.