Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૪ ઢાળ-૨ : ગાથા૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઘીની શક્તિ સ્પષ્ટ સમજાતી નથી. કોઈને કહીએ તો આ વાત સુરત તે માને પણ નહીં. પરંતુ તૃણમાં ઘીની શક્તિ નથી એમ નહિ. જો ન જ હોત તો તેનું ભક્ષણ કરવાથી ગાય જે દૂધ આપે છે તે, તથા તેમાંથી કાળાન્તરે દુધ-દહી-માખણ બનવા દ્વારા જે ઘી થાય છે. તે બને નહીં. અને બને તો છે જ. માટે તૃણમાં પણ ઘીની શક્તિ છે. તલ અને રેતી બને પદાર્થો દાણામાત્ર સ્વરૂપ છે. છતાં જેને તેલની જરૂર છે. તે તલ જ લાવે છે અને પાણીમાં પીલે છે. પરંતુ રેતી લાવતો નથી અને પોલતો નથી. તેથી માનવું જોઈએ કે તલમાં તેલ ભલે વ્યવહારથી ન દેખાય ન સમજાય તો પણ છુપાઈને (ગુપ્તપણે-તિરોભાવે) તે તલમાં તેલ અવશ્ય છે જ. જેમાં જે ન હોય (મસતું હોય) તે કદાપિ નીપજે નહીં. જેમ રેતીમાંથી તેલ, ગધેડાના માથામાંથી શગડા, આકાશમાં ફુલ વિગેરે. તેથી વિવક્ષિત કોઈ પણ એક દ્રવ્યના ભૂત-ભાવિ પર્યાયોમાં તે તે દ્રવ્યશક્તિ સમજાય તો પણ છે અને ન સમજાય તો પણ છે. દૂર દૂરવર્તી કાર્યોની શક્તિ કારણોમાં ન સમજાય તેવી છે. અર્થાત્ તિરોભૂતતિરોભાવે છે. અને કાર્યનું સ્વરૂપ જ્યાં અત્યન્ત નજીક આવવાનું થાય ત્યારે તે તે કાર્યની દ્રવ્યશક્તિ તેમાં પ્રગટપણે-અર્થાત્ આવિર્ભાવપણે છે. એમ જાણવું. એટલે તૃણમાં ઘીની શક્તિ તિરોભાવે છે. અને દુગ્ધાદિકમાં તે શક્તિ અનુક્રમે આવિર્ભાવરૂપે થતી જાય છે. જે ઘીકાળે પૂર્ણ આવિર્ભાવ પામે છે.
द्रव्य सर्वनी-आप-आपणा गुण-पर्यायनी शक्तिमात्र लीजइं. ते ओघशक्ति कहिइ = આ રીતે ઉર્ધ્વતાસામાન્યના બે ભેદ છે તે હવે સમજાવે છે– પ્રત્યેક દ્રવ્યોમાં પોત-પોતાના ભૂતકાળમાં થયેલા અને ભાવિ કાળમાં થવા વાળા સર્વે પણ ગુણ-પર્યાયો પામ્યાની અને પામવાની યોગ્યતામાત્ર સ્વરૂપે જે શક્તિ રહેલી છે. તે શક્તિને કોય ઓઘ અર્થાત્ સામાન્યમાત્ર પણે રહેલી ઊર્ધ્વતાસામાન્ય નામની શક્તિ કહેવાય છે. અર્થાત્ ઓઘ ઊર્ધ્વતા સામાન્ય કહેવાય છે. એમ સમજવું. કોઈ પણ એક એક પરમાણુમાં ઔદારિક આદિ આઠે ગ્રાહ્ય-અગ્રાહ્ય વર્ગણાપણે પરિણામ પામવાની જે શક્તિ રહેલી છે. પગલિક સર્વ કાર્યો રૂપે પરિણામ પામવાની જે યોગ્યતા રહેલી છે. તે “ઓઘશક્તિ” કહેવાય છે. નિગમનયની દૃષ્ટિએ આ વાત સમજવી. નયસાર અને મરીચિના ભવમાં પ્રભુ શ્રી મહાવીર સ્વામિના જીવની તીર્થકર થવાની જે યોગ્યતા માત્ર વર્તે છે. તે આ ઓઘશક્તિ જાણવી.
આ ઓઘશક્તિ વ્યવહારી જીવોના વ્યવહારને યોગ્ય નથી. કારણકે તે તે શક્તિ દેખવામાં અને માનવાનાં બાહ્ય કોઈ ચિહ્નો નથી. કોઈ પણ જાતનાં પ્રતીકો કે નિશાનીઓ નથી કે જેના આધારે વ્યવહારી જીવો તેમાં તે તે કાર્યની શક્તિ માની લે. જેમ તૃણમાં ઘીની જે શક્તિ છે. મરીચિના ભવમાં તીર્થકર થવાની યોગ્યતા રૂપ જે શક્તિ છે. કપાસમાં પટ