Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૨
ઢાળ-૨ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ द्रव्यवृत्तेः सर्वद्रव्याणा-मनिवारित एव । अयं तु विशेषः समयविशिष्टवृत्तिप्रचयः शेषद्रव्याणामुर्ध्वप्रचयः, समयप्रचय एव कालस्योर्ध्वप्रचयः । शेषद्रव्याणां वृत्तेर्हि समयादर्थान्तरभूतत्वादस्ति समय-विशिष्टत्वम् । कालवृत्तेस्तु स्वतः समयभूतत्वात्तद् नास्ति ૨૪૨. વિશેષાધિકાર તે ગ્રંથથી જાણવો.
આવી માન્યતા ધારણ કરવામાં ક્યાં દોષ આવે છે ? તે હવે ગ્રંથકારશ્રી જણાવે છે કે તેઓના મત પ્રમાણે “કાળ વિનાનાં પાંચ દ્રવ્યોમાં તિર્યપ્રચય છે.” એમ જે કહ્યું ત્યાં તિર્યપ્રચયના આધારભૂત ઘટપટ આદિ જે જે અવયવસમૂહાત્મક (સ્કંધાત્મક) પુદ્ગલ દ્રવ્યો છે. તેમાં તો તિર્યક પ્રચય છે એમ સિદ્ધ થશે. કારણકે અવયવ સમૂહ છે. પરંતુ તેમ થવાથી જે પુગલ, અવયવોના સમૂહસ્વરૂપ નથી. તેવા પરમાણુઓ એકલવાયા હોવાથી ત્યાં “પ્રચય” ઘટશે નહીં. તેથી પરમાણુઓ તો પ્રચયપર્યાયનો આધાર બનશે નહીં પણ અપ્રચય પર્યાયનો આધાર થશે. એટલે અપ્રચયપર્યાયના આધારભૂત પરમાણુદ્રવ્યમાં તિર્યપ્રચય ન ઘટવાથી તેને અલગ દ્રવ્ય માનવું પડશે. કારણ કે “કાળ વિનાનાં પાંચ દ્રવ્યોમાં તિર્યક્ પ્રચય હોય છે. એવી દિગંબર સંપ્રદાયની માન્યતા છે. હવે જો પરમાણુને પુગલ દ્રવ્યમાં અંતર્ગત કરે તો તિર્યપ્રચય માનવો પડે. અને તિર્યપ્રચય માને તો ત્યાં અવયવસઘાત પણ માનવો પડે, અને તે તો છે નહીં. તેથી પરમાણુઓનો પુદ્ગલ દ્રવ્યમાં સમાવેશ ન થવાથી અલગ દ્રવ્ય માનવાની આપત્તિ આવશે.
આ દોષ ન આવે. તે માટે “પ્રચય” શબ્દ ઉમેરીને ગરબડ કરવી નહીં. ઘટ-પટાદિ દ્રવ્યો અને પરમાણુઓ સર્વે પુગલ દ્રવ્ય જ છે. એમ માનવું. ઘટપટાદિ દ્રવ્યો સ્કંધાત્મક પણે જોઈએ તો એક દ્રવ્ય છે. અને દેશ-પ્રદેશ રૂપે જોઈએ તો અનેકાત્મક છે. અને પરમાણુ પોતે સ્કંધ નથી, તથા અન્ય પરમાણુઓ સાથે ભવ્યો છતો તે સઘળા પરમાણુઓનો મળીને સ્કંધ બને છે. પરંતુ પોતે એકલો સ્કંધરૂપ બનતો નથી. સ્કંધ હોય તો જ દેશ-પ્રદેશ કહેવાય છે. પરંતુ સ્કંધ નથી માટે દેશ-પ્રદેશ પણ ત્યાં નથી. આ પ્રમાણે ઘટપટાદિ દ્રવ્યોમાં અંધદેશ-પ્રદેશ આશ્રયી એક-અનેકપણાનો વ્યવહાર ઘટાડવો. પરંતુ “અવયવસઘાતરૂપ તિર્યપ્રચય કલ્પીને નવું નામાન્તર આપવા દ્વારા બુદ્ધિભેદ કરવાનું કામ ન કરવું. ઘટપટાદિ અનેક અણુઓનો સમૂહ છે તેથી ત્યાં સ્કંધ-દેશ-પ્રદેશ સંભવે છે. પરમાણુઓ એકલવાયા છે. તેથી ત્યાં સ્કંધાદિ ઘટતા નથી. પરંતુ “આ પરમાણુ છે. આ પરમાણુ છે” એમ તિર્યક સામાન્ય ઘટી શકે છે. અવયવસંઘાતને તિર્યકપ્રચય કહેવાથી પરમાણુઓમાં તિર્યક્ષામાન્ય ૧. પરમાણુમાં પણ એકલવાયાપણું હોવાથી એકનો અને વર્ણાદિ સ્વરૂપ ભાવપરમાણુને આશ્રયી
અનેકનો વ્યવહાર થઈ શકે છે. માત્ર અવયવસમુહ રૂપ સ્કંધપણું પરમાણુમાં નથી પરંતુ દ્રવ્યપરમાણુ અને ભાવપરમાણુને આશ્રયી એકાએકનો વ્યવહાર ત્યાં પણ સંભવી શકે છે.