Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૫ ઉર્ધ્વતાસામાન્ય પ્રચય થયો. તેવી રીતે છએ દ્રવ્યોમાં ત્રણે કાળને આશ્રયી પોતપોતાના પર્યાયોનો સમૂહ રહેલો છે. તેથી આ સમૂહ સ્વરૂપ ઉર્ધ્વતા સામાન્ય પ્રચય કહેવાય છે. પરંતુ તિર્યસામાન્યનો પ્રચય જ્યાં અવયવોનો સંઘાત હોય છે. ત્યાં જ હોય છે. કાળદ્રવ્ય તેઓના મતે “અણુ” રૂપ જ છે. સમસ્ત ચૌદ રાજલોકના એક એક આકાશપ્રદેશમાં એક એક કાલાણુ દ્રવ્ય છે. તેઓનો પરસ્પર પિંડ બનતો નથી. આમ દિગંબર સંપ્રદાય માને છે. જેમ રેતીના દાણાથી ભરેલો ડબો હોય તેમ કાલાણુથી ભરેલો લોક છે. પરંતુ રેતીના કણોનો જેમ પિંડ બનતો નથી તેમ તે કાલાણુનો પિંડ બનતો નથી, બન્યો નથી બનશે પણ નહીં. તેથી તેમાં “અવયવસઘાત” રૂપ તિર્યસામાન્ય પ્રચય સંભવતો નથી. બાકીના પાંચ દ્રવ્યોમાં અવયવોનો સંઘાત સંભવે છે કારણકે તે સર્વે દ્રવ્યો “અસ્તિકાય” સ્વરૂપ છે. આ રીતે “કાળપર્યાય રૂ૫” ઉર્ધ્વતાપ્રચય અને “અવયવસંઘાતરૂપ” તિર્યપ્રચય આમ બન્ને પ્રચય છે. તેમાંથી પ્રથમનો એક પ્રચય છએ દ્રવ્યોમાં છે. અને બીજો પ્રચય કાલ વિના પાંચ દ્રવ્યોમાં છે. આવી દિગંબરસંપ્રદાયની માન્યતા છે.
પ્રશ્ન- ઉર્ધ્વતાપ્રચય અને તિર્યકપ્રચય માનવાની આ માન્યતા દિગંબર આમ્નાયમાં કયા ગ્રંથમાં અને ક્યાં છે?
ઉત્તર– વિક્રમ સંવતના પ્રારંભમાં (પ્રાયઃ પ્રથમ સૈકામાં) થયેલા અને દિગંબર આમ્નાયની દૃષ્ટિએ સર્વેક્ષ્ટ કૃતધરપણાનું માન પ્રાપ્ત કરી ચુકેલા શ્રી કુંદકુંદાચાર્ય રચિત ત્રણ મુખ્ય આગમગ્રંથો (આગમતુલ્ય ગ્રંથો) દિગંબર સંપ્રદાયમાં છે. ૧ સમયસાર, ૨ નિયમસાર અને ૩ પ્રવચનસાર. આ ત્રણ ગ્રંથમાંથી ત્રીજા પ્રવચનસારમાં ગાથા ૧ થી ૯૨માં જ્ઞાનતત્ત્વ, ગાથા ૯૩ થી ૨૦૦માં શેયતત્ત્વ, અને ગાથા ૨૦૧ થી ૨૭૫માં ચરણાનુયોગતત્ત્વ સમજાવેલું છે. ત્યાં શેયતત્ત્વના અધિકારમાં ગાથા નંબર-૧૪૧ અને ૧૪૨માં આ ઉર્ધ્વતાપ્રચય અને તિર્યક્ પ્રચય સમજાવેલા છે. તે ગાથા આ પ્રમાણે છે.
एक्को व दुगे बहुगा, संखातीदा तदो अणंता य । दव्वाणं च पदेसा, संति हि समयत्ति कालस्स ॥१४१॥
આ ગ્રંથ ઉપર લગભગ ૧૦મા સૈકામાં થયેલા શ્રી અમૃતચંદ્રાચાર્યે “તત્ત્વદીપિકા” નામની ટીકા લખી છે. તેમાં આ ગાથાની ટીકામાં લખ્યું છે કે પ્રશpવો દિતિર્થw:, समयविशिष्टवृत्तिप्रचयस्तदूर्ध्वप्रचयः, तत्राकाशस्यावस्थितानन्तप्रदेशत्वाद् धर्माधर्मयोरवस्थितासंख्येयप्रदेशत्वाद् जीवस्यानवस्थितासंख्येयप्रदेशत्वात्, पुद्गलस्य द्रव्येणानेकप्रदेशत्वशक्तियुक्तैकप्रदेशत्वात् पर्यायेण द्विबहुप्रदेशत्वाच्चास्ति तिर्यक्प्रचयः । न पुनः कालस्य, शक्त्या व्यक्त्या चैकप्रदेशत्वात्, उर्ध्वप्रचयस्तु त्रिकोटिस्पर्शित्वेन सांशत्वाद्