Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-ર : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. પટ-પટમાં જેમ પટત્વ છે. મઠ-મઠમાં જેમ મહત્વ છે. તેમ જ પિંડ-સ્થાસ કોશકુશૂલાદિકમાં મૃત્ત્વ રહેલું છે. કપાસ રૂ પુણીતનુ અને પટાદિકમાં પુગલત્વ રહેલું છે. આ રીતે સર્વત્ર સમાનતા રૂપ સામાન્ય રહેલું છે. બન્નેમાં આખરે “સમાનતા” જ છે. એટલે તે બને સમાનતા જ જણાવે છે. તેથી તે બન્ને સરખા જ ભાસે છે. તેથી તિર્યસામાન્ય અને ઉર્ધ્વતાસામાન્યમાં શું વિશેષતા છે? શું તફાવત છે? અમને કોઈ વિશેષતા દેખાતી નથી તેવા પ્રશ્નકાર શિષ્યોની સામે ગુરુજી હવે ઉત્તર કહે છે.
ઉત્તર- ને તેમેણું-નિર્દી વિના૨ પ્રતીતિ ૩૫નફ, તિë તિર્યવા સીમચ દિફ. जिहां कालभेदई-अनुगताकार प्रतीति उपजइ, तिहां उर्ध्वतासामान्य कहिइं या क्षेत्रमेहे “એકાકાર પ્રતીતિ” ઉત્પન્ન થાય ત્યાં તિર્યસામાન્ય સમજવું. અને જ્યાં કાલભેદે અનુગતાકાર પ્રતીતિ ઉત્પન્ન થાય ત્યાં ઉર્ધ્વતા સામાન્ય કહેવું. તિર્થસામાન્ય એક જ કાળે ભિન્ન ભિન્ન દેશમાં (ક્ષેત્રમાં) વર્તતા અનેક ઘડાઓમાં એક સરખા સમાન આકારની પ્રતીતિ કરાવે છે. જ્યારે ઉર્ધ્વતા સામાન્ય કાળક્રમે થતા અર્થાત્ કાળભેદે થનારા એક મૃદ્ધવ્યના જ પિંડસ્થાસ-કોશ-કુશૂલાદિક પર્યાયોમાં મૃદ્ધવ્યના અન્વયની એટલે કે મૃદ્રવ્યસંબંધી સમાનતાની પ્રતીતિ કરાવે છે. દેશભેદે એકાકાર પ્રતીતિ જેનાથી થાય તે તિર્યકત્સામાન્ય, અને કાળભેદે અનુગતાકારપ્રતીતિ જેનાથી થાય તે ઉર્ધ્વતા સામાન્ય જાણવું.
कोइक दिगंबरानुसारी इम कहइ छइ-जे "षट् द्रव्यनइं काल पर्यायरूप उर्ध्वतासामान्य प्रचय छइ, काल विना पांच द्रव्यनइं अवयवसंघातरूप तिर्यक्प्रचय छइ" तेहनइं मतई "तिर्यक्प्रचयनो आधार घटादिक तिर्यक्सामान्य थाइ, तथा परमाणुरूप अप्रचयपर्यायचं आधार भिन्नद्रव्य जोइइ" ते मांटि-५ द्रव्यनइं खंध-देश-प्रदेश-भावई एकानेक व्यवहार उपपादवो. पणि तिर्यक्प्रचय नामान्तर न कहवं.
હવે દિગંબર મતને અનુસરનાર કોઈક આમ કહે છે. એટલે કે દિગંબરાસ્નાય (દિગંબર પરંપરા) આમ માને છે કે છએ દ્રવ્યોમાં “કાળપર્યાય સ્વરૂપ” ઉર્ધ્વતાસામાન્ય પ્રચય હોય છે. પરંતુ “અવયવોના સમૂહ સ્વરૂપ” તિર્યસામાન્ય પ્રચય કાળ વિનાનાં પાંચ દ્રવ્યોમાં હોય છે. અહીં દિગંબરસંપ્રદાય એક “પ્રચય” શબ્દ નવો અધિક ઉમેરે છે. “પ્રચય” એટલે સમૂહ = ઉર્ધ્વતા સામાન્યનો સમૂહ તે ઉર્ધ્વતાસામાન્ય પ્રચય, અને તિર્યસામાન્યનો સમૂહ તે તિર્યસામાન્ય પ્રચય એમ જણાવે છે. છએ દ્રવ્યો અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાના છે. તેથી તે છએ દ્રવ્યોમાં ભૂત-ભાવિકાળને આશ્રયી અનંતકાળના અનંતા પર્યાયો વર્તે છે. તેથી કાળને આશ્રયી પર્યાયોના સમૂહ થયા. જેમકે કોઈએક જીવદ્રવ્યમાં ભૂતવર્તમાન-ભાવિકાળમાં થયેલા થતા અને થનારા અનંતપર્યાયોનો સમૂહ છે. તેથી તે