Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૫૧
દ્રિવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૪ થાળીમાં પડેલા છે. માળા-બંગડી કંડલ, મુદ્રિકા (વીંટી) ઈત્યાદિ અનેક જાતના અલંકારો મોતીના જ માત્ર છે ત્યાં મોતીપણું સર્વમાં સમાન છે. તેથી મોતી એ સામાન્ય થયું. અને દરેકમાં આભૂષણતા ભિન્ન ભિન્ન છે તેથી માળા એ વિશેષ થયું. આ રીતે વિચારતાં મોતી એ દ્રવ્ય બને છે અને માળા એ પર્યાય પણ બને છે.
તેવી જ રીતે ઘટમાં પણ સમજવું. માટીનાં જ્યારે અનેક વાસણો હોય, જેમ કે શરાવઘટ-કુંભ-કળશ વિગેરે. ત્યાં માટી એ સામાન્ય છે. તેથી તે દ્રવ્ય કહેવાય છે અને શરાવઘટાદિ વિશેષો છે માટે પર્યાય કહેવાય છે. પરંતુ વિવક્ષા બદલીએ અને સોનાના-રૂપાનાતાંબાના-માટીના-મોતીના વિગેરે અનેક જાતના ઘડા માત્ર જ હોય અને તેને જોઈએ ત્યારે તે સર્વ પદાર્થોમાં ઘટ એ સામાન્ય બની જાય છે. અને સોનુ-રૂપુ-તાંબુ વિશેષ બની જાય છે. ત્યારે ઘટ એ દ્રવ્ય અને સોનુ-રૂપુ-તાંબુ-માટી એ પર્યાય કહેવાય છે તેથી ભિન્ન ભિન્ન અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. છતાં અરસ પરસ સંકળાઈને ત્રણે ભાવો રહેલા છે.
સામાન્ય એટલે કે અવસ્થા બદલાવા છતાં એકતાની જે બુદ્ધિ તે. વિશેષ એટલે કે દ્રવ્ય એકને એક હોવા છતાં પણ બદલાતી જે અવસ્થા છે,
આ પ્રમાણે સંસારવર્તી સર્વે પણ પદાર્થો દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે એટલે કે સામાન્ય વિશેષાત્મક છે. માત્ર જોનારાની દૃષ્ટિવિશેષે તે તે સ્વરૂપ મુખ્યપણે જણાય છે અને શેષ
સ્વરૂપ ગૌણપણે જણાય છે. l/૧૨ ઉરધતા સામાન્ય શક્તિ તે, પૂરવ અપર ગુણ કરતી રે ! પિંડ કુશૂલાદિક આકારિ, જિમ માટી અણફિરતી રે !
જિનવાણી રંગઈ મનઈ ધરિઇ ર-૪ો ગાથાર્થ– પૂર્વ અને અપર પર્યાયોને કરનારી જે સામાન્ય શક્તિ છે. તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. જેમકે મૃત્યિંડ-કુશૂલ આદિ આકારો (બદલાવા છતાં) જે મૃદ્દવ્ય અણફરતું છે. તે ઉર્ધ્વતા સામાન્ય છે. ર-૪
ટબો- સામાન્ય તે દ્રવ્ય કહિઉં. તે સામાન્ય ૨ પ્રકારઈ છઈ, તે દેખાડઈ છઈ =
ઉર્ધ્વતા સામાન્ય રૂ૫ દ્રવ્યશક્તિ તે કહીઈ, જે પૂર્વ કહિઈ – પહિલા, અપર ક. -(કહેતાં) આગિલા, ગુણ ક. (કહેતાં) વિશેષ, તેહનઇ કરતી, તે સર્વમાંહિ એકરૂપ રહઈ. જિમ-પિંડ-ક. (કહેતાં) માટીનો પિંડ, કુશૂલ-ક. (કહેતાં) કોઠી, તે પ્રમુખ અનેક