Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
( ઢાળ- બીજી )
ગુણે પર્યાયતણું જે ભાજન, એકરૂપ ત્રિહું કાલિ રે ! તેહ દ્રવ્ય નિજ જાતિ કહીએ, જસ નહી ભેદ વિચાલઈ રે !
જિનવાણી રંગઈ મનિ ધરિઈ / ર-૧ | ગાથાર્થ– ગુણ અને પર્યાયનો જે આધાર છે. અને ત્રણે કાળે જે એકસ્વરૂપ રહે છે. તે દ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્ય પોતાની જાતિની અપેક્ષાએ એકરૂપ છે. વચમાં વચમાં (પર્યાયની જેમ) જેના ભેદ નથી. જિનેશ્વર પરમાત્માની વાણી ઘણા જ આનંદ અને ઉત્સાહથી મનમાં ધારણ કરીએ. | -૧ |
ટબો- ગુણ નઈ પર્યાયનું ભાજન કહતાં સ્થાનક, જે Aિહું કાલિં-અતીત અનાગતવર્તમાન કાલિ એક સ્વરૂપ હોઈ. પશિં-પર્યાયની પરિ ફિરઇ નહીં. તેહ દ્રવ્ય કહિછે. નિજ જાતિ કહતાં પોતાની જાતિ. જિમ જ્ઞાનાદિક ગુણ-પર્યાયનું ભાજન જીવદ્રવ્ય, રૂપાદિક ગુણપર્યાયનું ભાજન પુદ્ગલ દ્રવ્ય, રક્તવાદિ-ઘટાદિ-ગુણપર્યાયનું ભાજન મૃદ્ધવ્ય, તંતુ પટની અપેક્ષાૐ દ્રવ્ય, તંતુ (સ્વ) અવયવની અપેક્ષાઇ પર્યાય. જે માટે પટનઇ વિચાલઇ પટાવસ્થા મધ્યઇ તંતુનો ભેદ નથી. તંતુ અવયવ અવસ્થા મધ્યઈ અન્યત્વરૂપ ભેદ છઈ. તે માટઇ પુદ્ગલસ્કંધમાંહિ દ્રવ્યપર્યાયપણું અપેક્ષાઈ જાણવું. આત્મતત્ત્વવિચારછે પણિદેવાદિક આદિષ્ટ દ્રવ્ય, સંસારિ દ્રવ્યની અપેક્ષાઇ પર્યાય થાઇ.
કોઈ કહસ્યઈ. જે “ઈમ દ્રવ્યત્વ સ્વાભાવિક ન થયું. આપેક્ષિક થયું” તો કહિઇ જે “શબલ વસ્તુનો અપેક્ષાઇ જ વ્યવહાર હોઈ" ઈહાં દોષ નથી. જે સમાયિકારણત્વ પ્રમુખ દ્રવ્યલક્ષણ માનઈ છઈ. તેહનઈ પણિ અપેક્ષા અવશ્ય અનુસરવી. “કુણનું સમવાયિકારણ?” ઇમ આકાંક્ષા હોઈ. તો કુણનું દ્રવ્ય ? એ આકાંક્ષા કિમ ન હોઈ ?
“TUT પર્યાયવત્ દ્રવ્યમ્' તત્ત્વાર્થે (અ. ૫, સૂત્ર ૩૭) એ જિનવાણી રંગઈવિશ્વાસઈ મનમાંહિં ધરિÚ II ૨-૧ II
વિવેચન– પ્રથમ ઢાળમાં ચાર અનુયોગમાં બે અનુયોગ શ્રેષ્ઠ છે. એમ કહ્યું. અને બે અનુયોગમાં પણ દ્રવ્યાનુયોગ શ્રેષ્ઠ છે એમ કહીને દ્રવ્યાનુયોગની મહત્તા સમજાવી. હવે